Book Title: Ramchandrasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ হঙo શાસનપ્રભાવક વયે તેમણે આગને સંપૂર્ણ અભ્યાસ કરી લીધા હતા. દિલ્હીના મહારાજા મદનપાલ શ્રી જિનચંદ્રસૂરિની અસાધારણ વિદ્વત્તા પર મુગ્ધ બની તેમના અનન્ય ભક્ત બન્યા હતા. ચૈત્યવાસી પદ્મચંદ્રાચાર્ય જેવા ઉદ્દેટ્ટ વિદ્વાનને શાસ્ત્રાર્થમાં પરાજીત કરવાથી તેમને યશ દરેક દિશામાં વ્યાપ્ત થયું હતું. મણિધારી આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિએ પિતાના મસ્તકમાં રહેલા મણિની સૂચના મૃત્યુના કેટલાક સમય પૂર્વે પિતાના ભક્તોને આપી સાવધાન કર્યા હતા કે, મારા અગ્નિસંસ્કાર પહેલાં મારા મસ્તકના મણિને દૂધનાં પાત્રમાં લઈ લેશે અન્યથા આ અમૂલ્ય મણિ કેઈ યેગીના હાથમાં પહોંચી જશે. આ મણિ ઘણે જ પ્રભાવક અને અસાધારણ છે. મણિધારી શ્રી જિનચંદ્રસૂરિ વિ. સં. ૧રર૭ના બીજા ભાદરવા સુદ ૧૪ના દિવસે અનશનપૂર્વક દિલ્હીમાં કાળધર્મ પામ્યા. તેમણે શ્રાવકેને કહેલું કે, મારી પાલખી રસ્તામાં ક્યાંય નીચે મૂકશે નહીં. ભક્ત લેકેને ધ્યાન નહીં રહેવાથી તે સમયના માણેકચોકમાં પાલખીને નીચે મૂકી. પછી ત્યાંથી પાલખી ઉપડી શકી જ નહીં. પરિણામે ત્યાં જ અગ્નિસંસ્કાર આપવા પડ્યા! તે માણેકને આજે પણ મહરૌલીના નામે ઓળખવામાં આવે છે. મણિધારી આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિના ઉત્તરાધિકારી શ્રી જિનપતિસૂરિ હતા. વર્તમાનમાં દિલ્હીના મહરૌલી નામના સ્થાનકે મણિધારી આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિને ચમત્કારી સ્તૂપ છે - ગુર્વાશારાધનકતત્પર, વિશિષ્ટ કાવ્યકાર, પ્રબંધકાર અને નાટયરચનાકાર આચાર્યશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ આચાર્ય શ્રી રામચંદ્રસૂરિ પ્રભાવશાળી આચાર્યા હતા. તેઓ સમર્થ સાહિત્યકાર હતા. તેમને કવિકટારમલ્લનું બિરૂદ મળ્યું હતું. આચાર્ય શ્રી રામચંદ્રસૂરિના ગુરુ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ હતા. શ્રી હેમચંદ્રાચાર્યની શિષ્યમંડળીમાં તેમનું સ્થાન વિશિષ્ટ હતું. એક વખત રાજા સિદ્ધરાજ જયસિંહે આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી પાસે તેમના ઉત્તરાધિકારીનું નામ જાણવાની ઇચ્છાથી પ્રશ્ન કર્યો : “આપની પાટને શોભાવે એ ઉત્તમ ગુણયુક્ત વિદ્વાન શિષ્ય કેણ છે?” ત્યારે શ્રી હેમચંદ્રાચાર્યે તેમને પશ્રી રામચંદ્રને ઉત્તરાધિકારી બતાવ્યા હતા. પં. શ્રી રામચંદ્રમુનિ દિગ્ગજ વિદ્વાન હતા. સમસ્યા પૂતિમાં તેમની દક્ષતા આશ્ચર્યકારક હતી. એક વખતને પ્રસંગ છે. ગ્રીષ્મ ઋતુને સમય હતો. રાજા સિદ્ધરાજ જ્યસિંહ કીડા કરવા માટે ઉદ્યાનમાં જઈ રહ્યા હતા. તે વખતે પં. શ્રી રામચંદ્રજી માર્ગમાં મળી ગયા. ઔપચારિક સ્વાગત પછી સિદ્ધરાજે તેમને પ્રશ્ન કર્યો કે – “થું ધી હિના સુતરા?— ગ્રીષ્મઋતુના દિવસે મેટા કેમ હોય છે?” મુનિરાજે પ્રશ્નના ઉત્તરમાં તત્કાલ એક સંસ્કૃત લેકની રચના કરી : " देव ! श्रीगिरिदुर्गमल्ल ! भवतो दिग्जैत्रयात्रोत्सवे धावत्वीरतुरङ्गगनिष्ठुरखुर क्षुण्णक्षमामण्डलात् । Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4