Book Title: Ram Charitra Author(s): Ravishenacharya, Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણનો રચના-કાળ સંસ્કૃત પદ્મચરિતની રચના ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૧૨૦૩ વર્ષ થઈ છે. જો વીર સંવતથી ૪૭૦ વર્ષ પછી વિક્રમ સંવતનો પ્રારંભ માનવામાં આવે તો પદ્મપુરાણનો રચનાકાળ વિક્રમ સંવત ૮૩૪માં સમજવો જોઈએ. દિગંબર સંપ્રદાયમાં પ્રાપ્ત કથા-સાહિત્યમાં એક બે ગ્રંથો સિવાય આ ગ્રંથ સૌથી પ્રાચીન છે. જો પ્રાપ્ત “પરમેરિક' પણ દિગંબર ગ્રંથ સિદ્ધ થઈ જાય (જનું હજી અંતરંગ પરીક્ષણ થયું નથી) તો કહેવું પડે કે દિગંબર કથા-ગ્રંથોમાં આ સર્વપ્રથમ છે. રામ ચરિત્રનું ચિત્રણ રામનું ચરિત્ર આલેખનારા ગ્રંથોમાં સ્પષ્ટપણે બે પ્રકાર મળે છે. એક પદ્મપુરાણનો પ્રકાર અને બીજો ઉત્તરપુરાણનો પ્રકાર, પદ્મપુરાણની કથા પ્રાયઃ રામાયણને અનુસરે છે પણ ઉત્તરપુરાણમાં રામનું ચરિત્ર એક નવા જ પ્રકારે ચીતરવામાં આવ્યું છે. બન્નેમાંથી કયું કથાનક સત્ય છે અથવા સત્યની અધિક સમીપ છે-એ બાબતનો નિર્ણય કરનારી કોઈ સામગ્રી ઉપલબ્ધ નથી, વળી અમારામાં તેનો નિર્ણય કરવાની શક્તિ તથા યોગ્યતા પણ નથી. અમે ફક્ત ધવલાકાર વીરસેનાચાર્યના શબ્દોમાં આટલું જ કહી શકીએ છીએ કે બન્ને પ્રમાણિક આચાર્યો છે ને અમારે બન્નેય પ્રકારોનો સંગ્રહ કરવો જોઈએ, યથાર્થ સ્વરૂપ તો કેવળજ્ઞાન ગમ્ય જ છે. પદ્મપુરાણના રચયિતા આચાર્ય રવિણ સંસ્કૃત પદ્મપુરાણના રચનાકાર રવિણ આચાર્ય છે. તેમણે પોતાની ગુરુ-પરંપરા આ પ્રમાણે આપી છે – ज्ञाताशेषकृतान्तसन्मुनिमनः सोपानपर्वावली, पारंपर्य क्षमाधितं सुवचनं सारार्थमत्यद्भूतम् आसीदिन्द्रगुरोर्दिवाकरयति शिष्योडस्य चाहन्मुनिस्तस्मॉल्लक्ष्मणसेनसः मुनिरदः શિષ્યો વસ્તુ મૃતમ્ ા અર્થાત્ - ભગવાન મહાવીર પછી સંપૂર્ણ આગમોને જાણનારી આચાર્ય પરંપરામાં ઇન્દ્રગુરુ થયા તેમના શીષ્ય દિવાકર યતિ થયા, તેમના શિષ્ય અનૂની થયા, તેમના શિષ્ય લક્ષ્મણસેન થયા. તેમના શિષ્ય રવિણ થયા જેમણે આ પદ્મમુનિનું પવિત્ર ચરિત્ર રચ્યું છે. રવિણાચાર્યની ગુરુપરંપરાના આચાર્યોએ ક્યા ક્યા ગ્રંથોની રચના કરી છે, તેનો હજી સુધી કંઈ પતો લાગ્યો નથી પણ રવિષેણાચાર્ય ના ઉક્ત શબ્દોથી આટલું નિશ્ચિત છે કે તે સર્વ આગમના જ્ઞાતા હતા તેથી ગુરુ પરંપરાથી રવિણાચાર્યને પણ આગમજ્ઞાન મળેલું હતું. પ્રસ્તુત પદ્મપુરાણની સ્વાધ્યાય કરતાં ખ્યાલમાં આવે છે કે રવિણાચાર્યને પ્રથમાનુયોગ-સંબંધી કથા સાહિત્યેનું કેટલું વિશાળ જ્ઞાન હતું. તેમણે પોતાના આ ગ્રંથમાં હજારો ઉપકથાઓ રચી છે. તે ઉપરાંત ચરણાનુયોગ, કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ-સંબંધી જ્ઞાન પણ અત્યંત વૃધ્ધિ પામેલું હતું. તેમના કથાનકની વચ્ચે વચ્ચે આપવામાં આવેલ સ્વર્ગ-નરકાદિના વર્ણન, દ્વીપ સમુદ્રનું કથન, આર્ય-અનાર્યોના આચાર વિચાર, રાત્રિભોજનાદિ અને પુણ-પાપના ફળાદિથી એની ખાત્રી થાય છે. શાન્ત અને કરુણરસનું આવું સુંદર ચિત્રણ ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે. સીતાનું હરણ થયા પછની રામની દયાજનક (૨) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 681