________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આહ! ધન્ય સીતા! તમને ભવિષ્યમાં આવનારી તમારી મુશ્કેલીઓનો જરાય ખ્યાલ નથી અને પ્રજાના રક્ષણની આટલી ચિંતા છે! આથી બે બાબત અત્યંત સ્પષ્ટ થઈ જાય છે. એક તો એ ક રામે સીતાને દેશનિકાલ કરવા છતાં સીતાને રામ પ્રત્યે જરાય ક્રોધ નથી. તે બરાબર જાણતી હતી કે રામનો મારા તરફ અગાધ સ્નેહ છે અને પૂર્ણ વિશ્વાસ છે પરંતુ પ્રજાનું ધ્યાન રાખીને તેમને મારો ત્યાગ કરવા લાચાર થવું પડ્યું છે. ધન્ય પ્રતિવ્રતા! રામ દ્વારા એક ગર્ભવતી અબળાને સંકટોથી ભરેલા વિકટ વનમાં છોડી દેવા છતાં પણ તને પતિ ઉપર જરા જેટલોય ક્ષોભ થયો નહિ. અને તારો પ્રજાપ્રેમ પણ રામથી યે વધારે ચડિયાતો છે કેમ કે આવી પોતાની દારૂણ દશા વખતે ય પ્રજાના હિતનો વિચાર કરીને રામને પિતા જેવા વાત્સલ્યથી પ્રજાનું રક્ષણ કરવાનો તે સંદેશ આપે છેसंसाराद् दु:खनिर्धारान्मुच्यनते येन देहिनः। भव्यास्तदर्शनं सम्यगाराधयितुमर्हसि।। साम्राज्यादपि पद्माभ तदेव बहु मन्यते। नश्यत्येव पुनाराज्यं दर्शनं स्थिरसौख्यदम्।
અર્થ- જે સમ્યગ્દર્શનના પ્રભાવથી ભવ્ય જીવ ઘોર સંસારસાગરથી પાર ઉતરે છે, હું રામ! તમે તે સમ્યગ્દર્શનની સારી રીતે આરાધના કરજે. હે પદ્માભ-પદ્મ! તે સમ્યગ્દર્શન સામ્રાજ્યથી અધિક છે. રાજ્ય તો નાશ પામે છે. પણ તે સમ્યગ્દર્શન સ્થાયી અવિનશ્વર સુખ આપે છે. તેથી હું પુરુષોત્તમ રામ! આવા સમ્યગ્દર્શનને તમે કોઇ અભવ્ય પુરુષ દ્વારા નિંદા કરવામાં આવે તો પણ છોડશો નહિ જેમ લોકાપવાદના ભયથી મને છોડી દીધી છે.
કેટલો માર્મિક સંદેશો છે? ધન્ય, સીતા ધન્ય! તું આવડી મોટી વિપત્તિમાં પડવા છતાં પણ પોતાના પ્રિયને આટલો દિવ્ય સંદેશો આપી રહી છે. વાસ્તવમાં તું સતીશિરોમણિ અને પતિવ્રતાઓમાં અગ્રણી છે.
ત્યાર પછી આપણે સીતાનું અતુલ ભૈર્ય તે વખતે જોઈએ છીએ જ્યારે ભામંડળ આદિ જઈને પુંડરીકનગરથી સીતાને અયોધ્યા લાવે છે, સીતા રામની પાસે ભરી સભામાં સામે આવે છે, ચિરવિયોગ પછી પતિમિલનની આશા હૃદયમાં ઉછળી રહ્યું છે, એવા સમયે રામ કહે છેઃ
ततोडभ्यधायि रामेण सीते तिष्ठसि किं पुरः अपसर्प न
शक्तोडस्मिभवतीमभिवीक्षितुम्।। અર્થ - સીતા સામે કમ ઉભી છો? અહીંથી દૂર જા, હું તને જવા ઇચ્છતો નથી. સેંકડો વર્ષો પછી અને પ્રિયજનો દ્વારા અત્યંત સ્નેહપૂર્ણ આગ્રહ સાથે લાવવામાં આવ્યા છતાં પણ સીતાએ જ્યારે રામના આ વચન સાંભળ્યા હશે ત્યારે વાચક પોતે જ વિચારે કે તેની તે સમયે કવી દશા થઈ હશે?
અંતે પોતાને સાંભળીને અને કોઈ પ્રકારે શક્તિ એકઠી કરીને સીતાએ રામને કહ્યું, હું રામ! જો તમારે મારો ત્યાગ જ કરવો હતો તો આર્થિકાઓની પાસે કમ ન છોડી? દોહદ પૂરા કરવાનું બહાનું શા માટે કાઢયું? શું મારી સાથે પણ તમારે આવો માયાચાર કરવો જરૂરી હતો? તે વખતે રામ નિરુત્તર બની જાય છે અને કહે છે –
रामो जनद जानामि देवि शीलं तवानधम्। मदनुव्रततां चोच्यैर्भावस्य च विशुद्धताम्। परिवादमिमं किन्तु प्राप्ताडसि प्रकटं परमा स्वभावकुटिलस्वान्तामेतां प्रत्ययाय प्रजाम्।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com