________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રીજું પર્વ
૨૧ ટીકા ગુજરાતી અનુવાદમાં રાજા શ્રેણિકે રામચન્દ્ર-રાવણના ચરિત્ર સાંભળવા માટે પ્રશ્ન પૂછવાનો વિચાર કર્યો, એવો દ્વિતીય અધિકાર સંપૂર્ણ થયો. ૨.
* * *
ત્રીજાં પર્વ
(વિદ્યાધર લોકનું વર્ણન) રાજા સભામાં આવીને આભૂષણસહિત બિરાજ્યા તે વખતની શોભાનું વર્ણન કરીએ છીએ. સવારમાં જ મોટા મોટા સામંતો આવ્યા તેમને દ્વારપાળે રાજાનું દર્શન કરાવ્યું. સામંતોનાં વસ્ત્રાભૂષણ સુંદર છે. તેમની સાથે રાજા હાથી ઉપર બેસીને નગરમાંથી સમોસરણમાં જવા નીકળ્યા. આગળ ભાટચારણો બિરૂદાવળિ બોલતા જાય છે. રાજા સમોસરણ પાસે પહોંચ્યા. કેવું છે સમોસરણ? જ્યાં અનંત મહિમાના સ્થાનરૂપ મહાવીર સ્વામી બિરાજે છે, તેમની સમીપે ગૌતમ ગણધર ખડા છે. તત્ત્વના વ્યાખ્યાનમાં તત્પર, કાંતિમાં ચંદ્રમાતુલ્ય, પ્રકાશમાં સૂર્ય સમાન, જેમનાં ચરણ અને નેત્રરૂપી કમળ અશોકવૃક્ષનાં પાન જેવા લાલ છે અને પોતાની શાંતિથી જગતને શાંત કરે છે, મુનિઓના સમૂહના સ્વામી છે. રાજા દૂરથી જ સમોસરણ જોઈને હાથી ઉપરથી ઉતરી, સમોસરણમાં પ્રવેશી, હર્ષથી જેનું મુખ પ્રફુલ્લિત બન્યું છે એવા તે ભગવાનની પ્રદક્ષિણા દઈ, હાથ જોડી, નમસ્કાર કરી, મનુષ્યોની સભામાં બેઠા.
પહેલાં રાજા શ્રેણિકે શ્રી ગણધરદેવને નમસ્કાર કરી, કુશળ પૂછીને પ્રશ્ન કર્યોભગવન્! મને રામચરિત્ર સાંભળવાની ઈચ્છા છે. આ કથા જગતમાં લોકોએ બીજી રીતે કહી છે તેથી હે પ્રભો ! કૃપા કરીને સંદેહરૂપ કીચડમાંથી પ્રાણીઓને બહાર કાઢો.
રાજા શ્રેણિકનો પ્રશ્ન સાંભળીને શ્રી ગણધરદેવ પોતાના ઉજ્જવલ મુખથી જગતને પ્રકાશિત કરતા ગંભીર મેઘધ્વનિ સમાન ભગવાનના દિવ્ય ધ્વનિ અનુસાર વ્યાખ્યાન કરવા લાગ્યા. હું રાજા, તું સાંભળ. હું જિનાજ્ઞા પ્રમાણે કહું છું. કેવાં છે જિનવચન? તત્ત્વકથનમાં તત્પર છે. તું આ નક્કી કર કે રાવણ રાક્ષસ નથી, મનુષ્ય છે, માંસાહારી નથી પણ વિદ્યાધરોનો અધિપતિ છે, રાજા વિનમિના વંશમાં ઉત્પન્ન થયો છે. વળી, સુગ્રીવાદિક વાનર નથી, એ મહાન રાજા-મનુષ્ય છે, વિધાધર છે. જેમ પાયા વિના મકાન બને નહિ તેમ જિનવચનરૂપી મૂળ વિના કથાની પ્રમાણતા-સત્યતા હોતી નથી. માટે પ્રથમ જ ક્ષેત્ર, કાળાદિનું વર્ણન સાંભળી પછી મહાપુરુષોનું ચરિત્ર કે જે પાપને હરનાર છે તે તું સાંભળ.
(લોકાલોક, કાળચક્ર, કુલકર, નાભિરાજા, શ્રી ઋષભદેવ અને ભરતનું વર્ણન)
ગૌતમસ્વામી કહે છે કે હું રાજા શ્રેણિક અનંતપ્રદેશી અલોકની મધ્યમાં ત્રણ વાતવલયથી વેષ્ટિત ત્રણ લોક રહેલા છે. તે લોકની મધ્યમાં આ મધ્યલોક છે. તેમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે. તેની વચમાં લવણસમુદ્રથી વીંટળાયેલો, એક લાખ યોજનપ્રમાણ આ જં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com