Book Title: Rajvandana
Author(s): Shrimad Rajchandra Adhyatmik Sadhna Kendra Koba
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 100
________________ આપની પરમભકિત અને વીતરાગપુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માનું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (પત્રાંક - ૪૧૭) (દુર્લભ એવો મનુષ્યદેહ) દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જ પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે શ્રીરાજવંદના Jain Education International For Personal & Private Use Only Www.jainelibrary.org ૮

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116