Book Title: Rajvandana
Author(s): Shrimad Rajchandra Adhyatmik Sadhna Kendra Koba
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
પુરષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિદમાં નમસ્કાર કરું છું. આપની પરમભકિત અને વીતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહો, એટલું માનું છું તે સફળ થાઓ ! 3ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
(પત્રાંક - ૪૧૭) ( સદગુરુના ઉપદેશથી સમજ જિનનું રૂપ;
તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગુજ્ય. સ્વરૂપસ્થિત ઇચ્છારહિત, વિચરે પૂર્વપ્રયોગ; અપૂર્વ વાણી, પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. નડિયાદ, આસો વદ ૨, ૧૯૫૨
(પ્રાર્થના ) અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે. હે પરમેશ્વર ! શુદ્ધાત્મા ! મારા હૃદયને દયાથી ભરપૂર કર. હે સત્ય ! મારા હૃદયમાં આવ.
શ્રીરાજવંદના
CS
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116