Book Title: Rajvandana
Author(s): Shrimad Rajchandra Adhyatmik Sadhna Kendra Koba
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 115
________________ શ્રીમદ્ રાજચંદ્ર ભકિત એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે. ભકિતથી અહંકાર મટે, સ્વછંદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે. આવો એ ભકિતમાર્ગ શ્રેષ્ઠ છે. આત્માર્થે વિચારમાર્ગ અને ભકિતમાર્ગ આરાધવા યોગ્ય છે. ઘણા ઘણા પ્રકારથી મનન કરતા અમારો દેઢ નિશ્ચય છે કે - ભક્તિ એ સર્વોપરી માર્ગ છે; અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. પ્રશસ્ત પુરુષની ભકિત કરો, તેનું સ્મરણ કરો; ગુણ ચિંતન કરો. Jain Education Inernational For Personar & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116