Book Title: Rajchandra Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 4
________________ નિવેદન ઓગણીસમા સૈકાની છેલ્લી પચીસીમાં થઈ ગયેલા મહાન ગુજરાતીઓમાંના એક શ્રીમદ્ રાજચંદ્ર (શ્રી રાયચંદભાઈ) છે. જે આપણે આપણા મહાન પુરુષોનાં જીવનચરિતેને અમૂલ્ય વારસો સંઘરી લેતાં શીખ્યા હતા, તે આજ આપણું સાહિત્યમાં તેઓશ્રીની જીવનકથા કે એમના મિ તથા સગાંસંબંધીઓનાં અનેકવિધ સંસ્મરણે વિદ્યમાન હોત. આ પુસ્તક એવી કશી ખેટ પૂરવાને દાવ કે ઈરાદે સરખો પણ રાખી શકે એમ નથી. શ્રીમદ્ રાજચંદ્રના જીવન વિષે કાંઈક રૂપરેખા જેવું આપવાને હેતુ જ આ પુસ્તકથી કાંઈક અંશે સરી શકે એમ છે. તેઓશ્રીના ભક્ત સ્વ. પંજાભાઈ હીરાચંદ હયાત હતા ત્યારે તે અમદાવાદમાં કાર્તિકી પૂર્ણિમાને દિવસે તેમની જયંતી ઊજવતા. ત્યાર બાદ એ કામ તેમણે સ્થાપેલી જેન સાહિત્ય પ્રકાશન સમિતિ મારફત થાય એવી તેમની ઈચ્છા હતી. તે પરથી સમિતિએ સં. ૧૯૯૦ની જયંતી વેળા ઠરાવ્યું કે, એ જયંતીઓ પરનાં - વ્યાખ્યાનેને સંગ્રહ પ્રસિદ્ધ કરો. આ સંગ્રહ વધુ ઉપયોગી થા સારુ એના આદિમાં શ્રીમદ રાજચંદ્રના જીવનની રૂપરેખામાત્ર . પણ આવશ્યક ગણાય. તે પ્રમાણે એવી ટૂંકી જીવનરેખા તૈયાર કરીને પુસ્તકના પ્રથમ ખંડમાં મૂકી છે. શ્રી રાજચંદ્રનાં સંસ્મરણે નોંધવામાં એક્મા ગાંધીજીએ પહેલ કરી લાગે છે. તેમણે લખેલાં તે સ્મરણે આ પુસ્તકના બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 378