Book Title: Rajchandra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 7
________________ હોવાથી, તેઓમાં રહેલી સરળતા અને સચોટતા કોઈને પણ નવીન લાગ્યા વિના રહેશે નહિ. એ વચનમાંથી જુદા જુદા મુદ્દાઓને લગતાં જે વાક્યો ધ્યાન ખેંચે તેવાં તથા તે તે મુદ્દાનું સ્પષ્ટીકરણ કરતાં લાગ્યાં, તે બધાને મુદ્દવાર જુદા પ્રકરણમાં ગઠવી આ સંગ્રહમાં રજૂ કર્યા છે. તે પ્રકરણમાં પણ તે વાને કાંઈક દલીલના ક્રમથી ગોઠવવા પ્રયત્ન કર્યો છે. દરેક વાકય પછી તે લખતી વખતની શ્રી રાજચંદ્રની ઉમર [ અથવા વિ. સંવતનું વર્ષ, અથવા કેટલેક ઠેકાણે “શ્રીમદ્ રાજચંદ્ર”ની ચોથી આવૃત્તિમાં ફકરાને નંબર ] કૌંસમાં આંકડાથી દર્શાવેલ છે. જે વાકયે અમુક ખાસ મથાળા હેઠળ લેવાય તેવાં ન લાગ્યાં, તેમને સદુપદેશ” નામના પ્રકરણમાં છેવટે લઈ લીધાં છે. શ્રીમદ્ રાજચંદ્રને પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નો અને તેમના તેમણે આપેલા માર્મિક ઉત્તરે એ તેમનાં લખાણોનું વિશિષ્ટ અંગ ગણાય. તેમાંથી પસંદગી કરી કેટલાક પ્રશ્નોત્તરો નમૂના તરીકે જુદા પ્રકરણમાં આપ્યા છે. મૂળ ગ્રંથના મોટા ફકરાઓમાંથી અમુક વિચાર જુદો તારવી લેવા કેટલીક જગાએ વચ્ચેનાં વાક્ય અથવા શબ્દો છેડી દીધા છે. ત્યાં [...] આવાં ટપકાં મૂક્યાં છે તથા બાકી રહેલાં વા જોડવા માટે ઉમેરેલા શબ્દો [ ] આવા કસમાં જુદા પાડ્યા છે. ગાંધીજીએ પોતાના ધર્મમંથનકાળમાં શ્રીમદ્ રાજચંદ્રને લખેલા પડ્યો અને તેમના તેમણે આપેલા જવાબે છેવટે સ્વતંત્ર પ્રકરણ તરીકે જુદા આપ્યા છે. એકબીજાને પૂરક એવાં “જીવનયાત્રા” અને “વિચાર ” એ બે જુદાં પુસ્તકે, આ બીજી આવૃત્તિ વખતે એક પુસ્તકરૂપે ભેગાં જ પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે, જેથી વાચકને એક જ પુસ્તકમાં શ્રીમદ્ રાજચંદ્રની જીવનકથા તથા તેમનો સદુપદેશ સુલભ થાય. એને અંગે પહેલી આવૃત્તિ વખતનાં પ્રકરણની મૂળ ગોઠવણુમાં એકાદ-બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 378