Book Title: Raja ane Yogi Author(s): Ratilal D Desai Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 5
________________ 245 શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ રાજા અને યોગી આ યૌવનમાં આ ત્યાગ ! આવી સૌંદર્યઝરતી સુકુમાર કાયાનું આવું દમન ! ક્યારેક તો જુવાન જોગી પિતાની ધર્મકથા સંભળાવીને વિદાય થાય તે પછી પણ બાદશાહને આ વિચારો જ સતાવ્યા કરતા. ત્યાગીને ત્યાગ ભેગીને મન અકળ કેયડો બની ગયા હતા. પાંગળો સીધાં ચઢાણ કેવી રીતે ચડી શકે? બાદશાહ પોતાના મનની વાત નૂરજહાંને કરતે. સ્વર્ગની અપ્સરા સમી એ નારીને પણ આવા જેગીને આવો ભેખ ન સમજાતો. એને પણ લાગ્યા કરતું કે સિદ્ધિચંદ્રને સમજાવીને આવા દેહદમનથી પાછા વાળવા જોઈએ. પણ એ કામ કરવું કેવી રીતે? જહાંગીર આખરે રાજા હતો. એને ન્યાય તે વખણાતો પણ એને સ્વભાવ ઉતાવળિયો હો : એને રીઝતાંય વાર ન લાગતી અને ખીજતાં વાર ન લાગતી. અને કોઈ વિચારને વધુ વખત સુધી મનમાં ને મનમાં સંઘરી રાખવાનું એનું ગજું જ ન હતું ? વિચાર આવ્યું કે તડ ને ફડ એને નિકાલ! છતાં સિદ્ધિચંદ્ર માટે વિચાર એણે ઘણા વખત સુધી મનમાં સંઘરી રાખ્યો હતો. પણ એક દિવસ જાણે એનીય હદ આવી ગઈ! - આજે સિદ્ધિચં ખૂબ સરસ વાતો કરી હતી. બાદશાહ અને બેગમ બને ખૂબ ખુશ હતાં. સિદ્ધિચંદ્રને પણ થયું કે આજે માતા શારદાની મારા ઉપર વધુ કૃપા વરસી. વાત પૂરી થઈ અને મુનિ રવાના થવા તૈયાર થયા. બાદશાહે વિચાર્યું કે અત્યારે આવું સરસ વાતાવરણ છે તે મુનિને પિતાના મનની વાત કરી જ દેવી જોઈએ. એમણે મુનિને કહ્યું : “આજે તો આપે કમાલ કરી ! જવાની આટલી બધી શી ઉતાવળ છે? વાતને આ રંગ ક્યારેક જ જામે છે. થોડી વાર રોકાઈ જાઓ.” મુનિએ સહજ ભાવે કહ્યું : “બાદશાહ, વખતનાં કાન વખતસર થવાં જોઈએ. અમારે અમારાં ધર્મકાર્યોને અમારા મનના માલિકને હિસાબ આપવાનું હોય છે. આળસ કરીએ તો ફરજ ચૂકી જઈએ. એમાંય અમારો માર્ગ તે સંયમને. એ માટે જે સદા જાગ્રત ન રહીએ તો એમાં ખામી આવતાં વાર ન લાગે. આપણને મળવાની ક્યાં નવાઈ છે? ફરી મળીશું ત્યારે ફરી વાત કરીશું. આજ તે હવે સમય થઈ ગયો છે.” બાદશાહને આ નવો અનુભવ હતો. મુનિનો જવાબ સાંભળી એ કંઈક આઘાત અનુભવી રહ્યો : બાદશાહ જે બાદશાહ ખુશ થઈને આવી મામૂલી માગણી કરે, એને આ ઈનકાર ! પણ આજે પોતાની વાત કર્યા વગર એને જંપ વળે એમ ન હતું. અને આકળા થઈને વાત કરવામાં તો મજા ન હતી. એણે ખામોશી પકડીને કહ્યું : “આજે ડીક વાત કરવાનું મન છે. ભલે થોડું મોડું સહી.” મુનિ બાદશાહના મનને ન સમજી શક્યા, પણ એ શેકાઈ ગયા. પળવાર તે જહાંગીરનું મન સંકોચ અનુભવી રહ્યું. આવી વાત કેવી રીતે કરવી ? પણ પછી એણે હસીને કહ્યું: “ભલા, આપની ઉમ્ર કેટલી થઈ?” “પચીસ.મુનિએ કહ્યું, પણ એમને બાદશાહના સવાલનો હેતુ ન સમજાય. “આટલી યુવાન ઉંમરમાં આવો ત્યાગ અને સંયમ સ્વીકારવાની શી જરૂર પડી? એ બધું તો ઘડપણમાં શેલે ! અત્યારે તે સુખભેગ-વિલાસ એ જ હોય. કુદરતે આપને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5