Book Title: Raja ane Yogi
Author(s): Ratilal D Desai
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ: રાજા અને યોગી ૨૪૩ વિજયસૂરિજીની સાધુતા અને વિદ્વત્તાથી એ ખૂબ પ્રભાવિત થયે હતે. સમ્રાટે એમના કહેવાથી પોતાના સામ્રાજ્યમાં ઘણા દિવસે માટે અમારિનું–જીવવધનિવારણનું–પ્રવર્તન કર્યું હતું, અને જગદ્ગુરુની પદવી આપીને શ્રી હીરસૂરિજીનું બહુમાન કર્યું હતું. સમ્રાટ અકબરને ધર્મસંદેશ સંભળાવનાર આવા શ્રમમાં ગુરુ-શિષ્યની એક બેલડીએ ઘણે પ્રભાવ પાડ્યો હતો; એ હતા ઉપાધ્યાય ભાનુચંદ્રજી અને એમના શિષ્ય સિદ્ધિચંદ્રજી. સિદ્ધિચંદ્રનું રૂપ જેવું મનહર હતું એવી જ એમની બુદ્ધિ તેજસ્વી હતી. તેઓ બહુશ્રુત પંડિત હોવા ઉપરાંત એમનામાં સર્જકની પ્રતિભા હતી. કવિ બાણ અને એમના પુત્ર રચેલ મહાકથા કાદંબરી ઉપર આ ગુરુ-શિષ્ય સરળ અને સરસ ટીકા રચી હતી. એમની પ્રજ્ઞાની ચમત્કૃતિ કેઈને પણ વશ કરી લે એવી હતી. તેઓ હૃદયંગમ-સુમધુર કવિતા સહજ રીતે બનાવી શકતા અને એમની વાણું અને બેલવાની છટા પણ જાણે એમની જીભે સરસ્વતી દેવી બિરાજતાં હોય એવી આકર્ષક અને હૃદયસ્પર્શી હતી. એમણે અવધાનના ૧૦૮ પ્રયોગની સિદ્ધિ મેળવી હતી. અને આ બધું છતાં કીર્તિની આકાંક્ષાને બદલે એમના અંતરને તીર્થકરના ધર્મને–તપ, ત્યાગ, સંયમ અને વૈરાગ્યને-રંગ લાગ્યો હતા. આ નવયુવાન મુનિવરનું વ્યક્તિત્વ બાહ્ય અને આંતર બન્ને રીતે પ્રભાવશાળી હતું. ઉપાધ્યાય ભાનુચંદ્રજીને અવારનવાર રાજમહેલમાં જવાનું થતું. બાદશાહ અકબર એમના મુખે સૂર્ય સહસ્ત્રનામસ્તોત્ર સાંભળ્યા કરતા હતા. સમ્રાટની વિનતિથી ઉપાધ્યાયજીએ પોતે જ એ સ્તોત્રની રચના કરી હતી. આ રીતે આ મુનિવરને સમ્રાટ અકબર સાથે પરિચય થયે હતુંઅને તેથી એમને હાથે કેટલાંક જીવદયા અને ધર્મનાં કામ પણ થયાં. બાળસાધુ સિદ્ધિચંદ્રને ઘણી વાર કુતૂહલ થતું કે ગુરુદેવ વારે વારે રાજાને મળવા જાય છે, તે એ રાજા કે હશે, એને રાજમહેલ કે હશે ? અને એની સાથે ગુરુ મહારાજ કેવી કેવી વાત કરતા હશે? ક્યારેક એ ગુરુજીને એ વાત પૂછતા અને પિતાને પણ કેઈક વખત રાજાની પાસે લઈ જવા કહેતા. પણ ગુરૂજી તો બાળશિષ્યને આવાં પ્રલેભથી દૂર જ રાખવા માગતા હતા, એટલે તેઓ સિદ્ધિચંદ્રની વાત કાને ધરતા નહીં. રખેને એની કાચી ઉંમર ઉપર રાજા-રજવાડાની માહિની કામણ કરી જાય અને આત્મસાધકની ગસાધના અડધે રસ્તે જ અટકી પડે અને એનું મન ચલ-વિચલ બની જાય. આત્મસાધનામાં આવતાં ભયસ્થાનને તેઓ બરાબર જાણતા હતા. પણ એક દિવસ બાળમુનિ સિદ્ધિચંદ્રની વિનતિ ભાનુચંદ્રજીએ માની લીધી. એમને શિષ્યના હિતની ચિંતા તો હતી જ, પણ મન ભાંગી જાય એટલી હદે એમની જિજ્ઞાસા તરફ ઉદાસીનતા દાખવવાનું જોખમ પણ તેઓ સમજતા હતા. લાગણીને સંયમ એક વાત છે, એને દાબી દેવી એ બીજી વાત છે. એમાં દબાવેલી લાગણીમાં બમણું વેગથી ઉછાળો આવવાને સંભવ ખરો. ભાનુચંદ્રજી સિદ્ધિચંદ્રજીને પિતાની સાથે રાજમહેલ લઈ ગયા. સમ્રાટ અકબર તે એ બાળમુનિને એકીટશે નીરખી જ રહ્યો. ત્યાગમાર્ગના ઉપા સકમાં આવું રૂપ હોઈ શકે અથવા તો આ રૂપરૂપને અવતાર માનવી સંયમ-વૈરાગ્યના માર્ગને મુસાફર બને એ વાત એના માન્યામાં જ ન આવી. એ તે વારેવારે બાળમુનિ સામે જોયા કરે અને વિચાર્યા કરે કે કુદરતે કેવું રૂપ આપ્યું છે. આ રૂપધારી જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5