Book Title: Raja ane Yogi
Author(s): Ratilal D Desai
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230216/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ રાજા અને યાગી લેખક—શ્રી રતિલાલ દીપચંદ્ર દેસાઈ વેશ વૈરાગીના અને કાયા કામદેવની; ઉંમર યૌવનની અને આચરણ સાધુ-સ’તનુ` ! સમ્રાટ તા રાજ રાજ એ ખાળજોગીને જુએ છે અને અચરજ પામે છે. એનું મન કોઈ રીતે કબૂલ કરતું નથી કે આવી 'મરે કોઈ આવા ભેખ લઈ શકે અને એને નભાવી શકે. તરવરતુ યૌવન છે, સુંદર-સાહામણી કાયા છે, રાજકુમારનેય આંખા પાડે એવુ' રૂપ છે અને દેવકુમાર કરતાંય ચડી જાય એવી કાંતિ છે. સપ્રમાણ પાતળિયું શરીર, ગૌર વણુ, બ્રહ્માએ નવરાશે ઘડયો હાય એવા સર્વાંગસુંદર દેહ, તેજવેરતી આંખા, સૌંદયના સાર સમી નાસિકા—શરીરનું એકએક અંગ જાણે કાઈ દેવશિલ્પીએ જીવ રેડીને કંડારેલી આરસપ્રતિમા જેવુ' કામણગારું છે, અને શરીરની એ સમગ્ર સુશ્રીને ત્યાગ-વૈરાગ્ય-સયમના અંચળા ઢાંકી રહ્યો છે, છુપાવી રહ્યો છે. પણ સૌ તે વણખેલ્યું વશીકરણ છેઃ સૌની આભાને નીરખે અને માનવી એના તરફ ન ખે ́ચાય એ ન અને—àાચૂંબકની અસરથી લાહ કયાં સુધી ખચી શકે? આવા સૌંદર્ય ને ઢાંકવા ભલે ને ચેાગી પ્રયત્ન કરે, ભભૂત લગાવે, ભગવાં પહેરે, પણ છેવટે તા ‘કમ છિપે નહી ભભૂત લગાયે' વાળા જ ઘાટ થાય. કયારેક તા વસ્રો-આભૂષણાના શણગાર કાયાની કાંતિને ઝાંખી પાડીને પેાતાની શાભાને વધારતાં હાય છે—જોનાર તે શણગારને જુએ કે શરીરને ? એટલે તેા યૌવનમસ્ત સુદર શરીરને ચેાગીના વેશ વધારે સૌ ંદર્યાં ઝરતુ બનાવી મૂકે છે. આવા સૌંદર્ય'ની આભાને વશ ન થાય એ કાં જોગી કાં પથ્થર ! સમ્રાટ તે ભારે સંસારરસિયા જીવ છે. સૌનું પાન કરતાં એને કયારેય તૃપ્તિ થતી નથી. ભાગ-વિલાસ એ જ એના આનંદ છે. અને પેાતાની ભેાગવાસનાનાં પ્રતિષ્મિ'મ એને ચામેર દેખાય છે. ત્યાગ, વૈરાગ્ય અને સયમને તા એ જઈફ ઉંમરના ખેલ માને છે. જ્યાં જ્યાં યૌવન ત્યાં ત્યાં વિલાસ અને જ્યાં જ્યાં સૌંદય ત્યાં ત્યાં ભાગવાસના, એ જ એની સમજણ છે. એનાથી જુદી વાત એને સમજાતી નથી, યૌવનથી છલકતું સૌ ૩૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ અને વૈરાગ્યથી પ્રેરાયેલે સંયમ–એ એને ન બનવા જેવી વાત લાગે છે. તેમાંય આ બાળગીને આ આકરો વૈરાગ્ય તે જાણે એનાથી બરખાસ્ત જ થતો ન હતો. એ તો એમ જ માનતે હતો કે આવું કયારેય ન બની શકે, ન બનવું જોઈએ. અને છતાં નક્કર સત્ય નજર સામે ખડું હતું : યેગીને તો ન હતો પિતાના થનગનતા યૌવનને કેઈ ગર્વ કે ન હતું અનુપમ સૌંદર્યઝરતી કાયાનું કઈ ભાન! પ્રભુના માર્ગના એ પ્રવાસીને મન કાયા એ કેવળ માયાનું બંધન હતું–અગર જો એની આળપંપાળ અને ભગવાસનામાં સપડાયા તો. અને જે રૂપ-કુરૂપની વિતરણીને તરી જઈને સૌંદર્ય. લાલસાને પાર કરી ગયા તો એ જ કાયા આત્માના કુંદનને વિશુદ્ધ બનાવનાનું સાધન બને અને આ બાળગીને તે ખપતું હતું આત્માનું કુંદન. એ કુંદનને આશક બનીને એ કાયાના સૌંદર્યની આસક્તિને પાર કરી ગયા હત–શું સુંદર અને શું અસુંદર ! એક બાજુ સૌંદર્યને ભોગી રાજા હતો; સામે સૌંદર્યને ઉદાસી યોગી હતા. અને બેય વચ્ચે બાળપણથી મૈત્રી હતી : જોગીને ન જુએ તે રાજા ઉદાસ બની જતે; રાજાને ન મળે તો યોગીને એકાદ પણ સારું કામ કર્યાને અવસર ન મળ્યા જેવું લાગતું. અને છતાં બન્નેનાં સ્થાન સાવ જુદાં હતાં: એકનું સ્થાન રાજસિંહાસન ઉપર હતું; બીજાનું સ્થાન ધરતી ઉપર હતું, અને ધરતીની માટીમાં મળી જઈને–પિતાના અહંને ગાળી નાખીને–અંતરને ખજવાનું-સેહને પ્રગટાવવાનું–એનું જીવનવ્રત હતું; એ એનું તપ હતું. સમ્રાટ તે ક્યારેક બેચેન બનીને પિતાની રાણીને કહેતો પણ ખરોઃ “જોયા આ જોગીના રંગ! એને આ ઉંમરે આવું શું સૂઝયું? કેવી મનહર સુકુમાર કાયાને એ કેવાં કેવાં કટ આપી રહ્યો છે! આવી ઉંમર અને આવી કાયામાં આ સંયમ મને તે નામુમકિન લાગે છે. કેઈ પણ રીતે એને આ રાહથી પાછા વાળવો જ જોઈએ. તમે કંઈક એવી તરકીબ શોધી કાઢે; પણ એ માટે પૂરેપૂરી કોશિશ કરવા તૈયાર છું.” - રાણીએ એટલું જ કહ્યું: “એમ થાય તો એના જેવું. મારું દિલ પણ એને જોઈને બેચેન બની જાય છે.” રાજા રાજાની રીતે વિચારે છે; ગી યેગીની રીતે વર્તે છે. એ બેનાં મનનો મેળ મળે એ કઈ માર્ગ દેખાતું નથી, અને દિવસો એમ ને એમ વિતતા જાય છે. - ઈતિહાસ કાળને–ત્રણસે સાડા ત્રણ વર્ષ પહેલાન–જ આ પ્રસંગ છે. અને એ પ્રસંગનાં પાત્રો પણ ઇતિહાસના પાને નોંધાયેલાં છે. રાજા તે ભારતવર્ષને બાદશાહ જહાંગીર–લેકવિખ્યાત અકબર બાદશાહને ઉત્તરાધિકારી; રાણું તે બાદશાહ જહાંગીરની બેગમ નૂરજહાંન; અને બાળયોગી તે શ્રમણ ધર્મના ત્યાગમાર્ગના સાધક મુનિ સિદ્ધિચંદ્ર. ત્રણે એકબીજાથી ખૂબ પરિચિત છે; અને છતાં યોગી તે એ બનેથી દૂર ને દૂર જ ! સમ્રાટ અકબર ભારે વિચક્ષણ રાજપુરુષ હતો. ધર્મસત્તાનો આદર કર્યા વગર રાજ સત્તા સ્થિર ન થઈ શકે અને ટકી પણ ન શકે એ વાત એ બરાબર જાણતો હતો. એણે જુદા જુદા ધર્મોના ગુરુઓને આમંત્રીને એમની સાથે ધર્મચર્ચા કરવાની પ્રથા શરૂ કરી. સમ્રાટ અકબરે જૈન ધર્મના ગુરુઓને પણ ખૂબ આદર આપ્યો હતો. આચાર્ય હીર Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ: રાજા અને યોગી ૨૪૩ વિજયસૂરિજીની સાધુતા અને વિદ્વત્તાથી એ ખૂબ પ્રભાવિત થયે હતે. સમ્રાટે એમના કહેવાથી પોતાના સામ્રાજ્યમાં ઘણા દિવસે માટે અમારિનું–જીવવધનિવારણનું–પ્રવર્તન કર્યું હતું, અને જગદ્ગુરુની પદવી આપીને શ્રી હીરસૂરિજીનું બહુમાન કર્યું હતું. સમ્રાટ અકબરને ધર્મસંદેશ સંભળાવનાર આવા શ્રમમાં ગુરુ-શિષ્યની એક બેલડીએ ઘણે પ્રભાવ પાડ્યો હતો; એ હતા ઉપાધ્યાય ભાનુચંદ્રજી અને એમના શિષ્ય સિદ્ધિચંદ્રજી. સિદ્ધિચંદ્રનું રૂપ જેવું મનહર હતું એવી જ એમની બુદ્ધિ તેજસ્વી હતી. તેઓ બહુશ્રુત પંડિત હોવા ઉપરાંત એમનામાં સર્જકની પ્રતિભા હતી. કવિ બાણ અને એમના પુત્ર રચેલ મહાકથા કાદંબરી ઉપર આ ગુરુ-શિષ્ય સરળ અને સરસ ટીકા રચી હતી. એમની પ્રજ્ઞાની ચમત્કૃતિ કેઈને પણ વશ કરી લે એવી હતી. તેઓ હૃદયંગમ-સુમધુર કવિતા સહજ રીતે બનાવી શકતા અને એમની વાણું અને બેલવાની છટા પણ જાણે એમની જીભે સરસ્વતી દેવી બિરાજતાં હોય એવી આકર્ષક અને હૃદયસ્પર્શી હતી. એમણે અવધાનના ૧૦૮ પ્રયોગની સિદ્ધિ મેળવી હતી. અને આ બધું છતાં કીર્તિની આકાંક્ષાને બદલે એમના અંતરને તીર્થકરના ધર્મને–તપ, ત્યાગ, સંયમ અને વૈરાગ્યને-રંગ લાગ્યો હતા. આ નવયુવાન મુનિવરનું વ્યક્તિત્વ બાહ્ય અને આંતર બન્ને રીતે પ્રભાવશાળી હતું. ઉપાધ્યાય ભાનુચંદ્રજીને અવારનવાર રાજમહેલમાં જવાનું થતું. બાદશાહ અકબર એમના મુખે સૂર્ય સહસ્ત્રનામસ્તોત્ર સાંભળ્યા કરતા હતા. સમ્રાટની વિનતિથી ઉપાધ્યાયજીએ પોતે જ એ સ્તોત્રની રચના કરી હતી. આ રીતે આ મુનિવરને સમ્રાટ અકબર સાથે પરિચય થયે હતુંઅને તેથી એમને હાથે કેટલાંક જીવદયા અને ધર્મનાં કામ પણ થયાં. બાળસાધુ સિદ્ધિચંદ્રને ઘણી વાર કુતૂહલ થતું કે ગુરુદેવ વારે વારે રાજાને મળવા જાય છે, તે એ રાજા કે હશે, એને રાજમહેલ કે હશે ? અને એની સાથે ગુરુ મહારાજ કેવી કેવી વાત કરતા હશે? ક્યારેક એ ગુરુજીને એ વાત પૂછતા અને પિતાને પણ કેઈક વખત રાજાની પાસે લઈ જવા કહેતા. પણ ગુરૂજી તો બાળશિષ્યને આવાં પ્રલેભથી દૂર જ રાખવા માગતા હતા, એટલે તેઓ સિદ્ધિચંદ્રની વાત કાને ધરતા નહીં. રખેને એની કાચી ઉંમર ઉપર રાજા-રજવાડાની માહિની કામણ કરી જાય અને આત્મસાધકની ગસાધના અડધે રસ્તે જ અટકી પડે અને એનું મન ચલ-વિચલ બની જાય. આત્મસાધનામાં આવતાં ભયસ્થાનને તેઓ બરાબર જાણતા હતા. પણ એક દિવસ બાળમુનિ સિદ્ધિચંદ્રની વિનતિ ભાનુચંદ્રજીએ માની લીધી. એમને શિષ્યના હિતની ચિંતા તો હતી જ, પણ મન ભાંગી જાય એટલી હદે એમની જિજ્ઞાસા તરફ ઉદાસીનતા દાખવવાનું જોખમ પણ તેઓ સમજતા હતા. લાગણીને સંયમ એક વાત છે, એને દાબી દેવી એ બીજી વાત છે. એમાં દબાવેલી લાગણીમાં બમણું વેગથી ઉછાળો આવવાને સંભવ ખરો. ભાનુચંદ્રજી સિદ્ધિચંદ્રજીને પિતાની સાથે રાજમહેલ લઈ ગયા. સમ્રાટ અકબર તે એ બાળમુનિને એકીટશે નીરખી જ રહ્યો. ત્યાગમાર્ગના ઉપા સકમાં આવું રૂપ હોઈ શકે અથવા તો આ રૂપરૂપને અવતાર માનવી સંયમ-વૈરાગ્યના માર્ગને મુસાફર બને એ વાત એના માન્યામાં જ ન આવી. એ તે વારેવારે બાળમુનિ સામે જોયા કરે અને વિચાર્યા કરે કે કુદરતે કેવું રૂપ આપ્યું છે. આ રૂપધારી જીવ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ તેા રાજદરખારે જ શેાલે. જાણે ખાળયાગીનુ રૂપ બાદશાહને કામણ કરી રહ્યુ.. પછી તે માદશાહે સિદ્ધિચદ્રની સાથે વાત કરી તા એની મીઠી-મધુર વાણીમાં અને એની તેજસ્વી બુદ્ધિમાં પણ સૌદઝરતી કાયા જેટલું જ વશીકરણ રહેલું લાગ્યુ. બાદશાહ તે ખાળચેાગી ઉપર આફરીન થઈ ગયા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ-મહાત્સવ ગ્રંથ 66 ગુરુ-શિષ્ય રાજમહેલથી વિદાય થતા હતા ત્યારે માદશાહે ભાનુચદ્રજીને કહ્યું : આ ખાલમુનિને ખૂબ ભણાવજો. એ ખૂબ મેાટા પાંડિત થશે અને પેાતાના ગુરુનુ` અને પેાતાનું નામ દીપાવશે ! અને જે ઇલમ ભણવા હાય તેની વ્યવસ્થા ખરાબર કરી આપશે. અને, તમને જો માર હાય તેા, હું તેા ઇચ્છુ` છું' કે, મારા રાજકુમારા ઉસ્તાદ પાસે પઢાઈ કરે છે તે વખતે તમારા આ શિષ્ય પણ એમની પાસે ભણવા બેસે.” ગુરુએ માદશાહની વાત માન્ય રાખી. મુનિ સિદ્ધિચ`દ્રને તા ભાવતાં ભેાજન મળ્યા જેવુ થયું. એને આત્મા તેા નિર'તર વિદ્યા-ઉપાસનાને જ ઝંખ્યા કરતા. બાળયેાગીનુ' રૂપ જોતાં તા માનવી છેતરાઈ જતા કે કયાં આવું અદ્ભુત રૂપ અને કયાં સાધુજીવનની કાર જીવનસાધના ! ઘણાને આ વાતને મેળ બેસતા ન લાગતા. પણ જે આ બાળમુનિને નજીકથી સમજવાના અને એના અંતરમાં ડોકિયું કરવાના અવસર મળી જતા તેા એને લાગતુ` કે આ નયન-મનહર દેહમાં જ્ઞાન અને ચારિત્રની ઝ'ખના કરતા કાઈ મનમસ્ત ચેાગીના આત્મા નિવાસ કરતા હતા. પણ એટલી ઝીણવટથી જેનારા કેટલા ? રાજકુમારો તેા ઉસ્તાદજી પાસે મનમેાજ મુજબ ભણતા, પણ મુનિ સિદ્ધિચ'દ્ર તેા આવ્યા અવસર ખેાવા માગતા ન હતા. જે કંઈ વિદ્યા મેળવી શકાય એમ હતું તે એમણે દિલ દઈને મેળવી લીધી. તેમાંય ફારસી ભાષાનું જ્ઞાન એવું સારું મેળવ્યું કે એ નાના રાજકુમારોને કથારેક કયારેક ફારસી ભાષાનાં પુસ્તકાના સાર સમજાવતા. આ અધ્યયન દરમ્યાન ખાલયેાગીને રાજકુમાર સલીમ વગેરેને પરિચય થયા. શહેનશાહની પ્રસન્નતા તે વરસી હતી, પણ ગુરુને ચિ'તા રહેતી કે આ મેાતી કચાંય ખાટું-ટિકયુ ન નીવડે; ત્યાગમાગ ના પ્રવાસી શિષ્ય રખે ને રાજસ'પકથી ભાગમાના પથિક ન બની જાય, અને પેાતાને અને જિનશાસનને ખેાટ ખમવાના વખત ન આવે! પણ આ મેતી જેવું ચમકદાર હતું એવું જ આખદાર નીવડયું. રાજકુટુંબના પરિચય સિદ્ધિચ’દ્રના સંયમને કશી હાનિ પહાંચાડી ન શકયો; ઊલટું આવી અગ્નિપરીક્ષાથી ગુરુને પેાતાનુ' ગુરુપદ ચરિતાર્થ થયુ' લાગ્યુ.. એ અંતરના સ ંતાષ અનુભવી રહ્યા. * સમ્રાટ અકબરને સ્વર્ગવાસ થયા. સલીમ જહાંગીરનું નામ ધારણ કરી સમ્રાઢ બન્યા. સિદ્ધિચન્દ્રને એની સાથે અકબર કરતાંય ગાઢ સ્નેહ ખોંધાયા હતા. યૌવન જેમ પાંગરતું ગયું તેમ મુનિનું સૌંદય અને પાંડિત્ય પણ પાંગરતુ' ગયુ.. એની સાથે વાતા કરવાનું જાણે બાદશાહને વ્યસન પડી ગયુ હતુ; નૂરજહાં પણ આ યુવાન સાધુ ઉપર ખુશ હતી. મુનિ સિદ્ધિચન્દ્રની પિછાન તે વર્ષોં જૂની હતી, પણ વિલાસના ભાગી રાજા મુનિના દિલને પિછાની ન શકયો! એ મુનિને જોતા અને એને પળે પળે એમ જ લાગ્યા કરતું Page #5 -------------------------------------------------------------------------- ________________ 245 શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ રાજા અને યોગી આ યૌવનમાં આ ત્યાગ ! આવી સૌંદર્યઝરતી સુકુમાર કાયાનું આવું દમન ! ક્યારેક તો જુવાન જોગી પિતાની ધર્મકથા સંભળાવીને વિદાય થાય તે પછી પણ બાદશાહને આ વિચારો જ સતાવ્યા કરતા. ત્યાગીને ત્યાગ ભેગીને મન અકળ કેયડો બની ગયા હતા. પાંગળો સીધાં ચઢાણ કેવી રીતે ચડી શકે? બાદશાહ પોતાના મનની વાત નૂરજહાંને કરતે. સ્વર્ગની અપ્સરા સમી એ નારીને પણ આવા જેગીને આવો ભેખ ન સમજાતો. એને પણ લાગ્યા કરતું કે સિદ્ધિચંદ્રને સમજાવીને આવા દેહદમનથી પાછા વાળવા જોઈએ. પણ એ કામ કરવું કેવી રીતે? જહાંગીર આખરે રાજા હતો. એને ન્યાય તે વખણાતો પણ એને સ્વભાવ ઉતાવળિયો હો : એને રીઝતાંય વાર ન લાગતી અને ખીજતાં વાર ન લાગતી. અને કોઈ વિચારને વધુ વખત સુધી મનમાં ને મનમાં સંઘરી રાખવાનું એનું ગજું જ ન હતું ? વિચાર આવ્યું કે તડ ને ફડ એને નિકાલ! છતાં સિદ્ધિચંદ્ર માટે વિચાર એણે ઘણા વખત સુધી મનમાં સંઘરી રાખ્યો હતો. પણ એક દિવસ જાણે એનીય હદ આવી ગઈ! - આજે સિદ્ધિચં ખૂબ સરસ વાતો કરી હતી. બાદશાહ અને બેગમ બને ખૂબ ખુશ હતાં. સિદ્ધિચંદ્રને પણ થયું કે આજે માતા શારદાની મારા ઉપર વધુ કૃપા વરસી. વાત પૂરી થઈ અને મુનિ રવાના થવા તૈયાર થયા. બાદશાહે વિચાર્યું કે અત્યારે આવું સરસ વાતાવરણ છે તે મુનિને પિતાના મનની વાત કરી જ દેવી જોઈએ. એમણે મુનિને કહ્યું : “આજે તો આપે કમાલ કરી ! જવાની આટલી બધી શી ઉતાવળ છે? વાતને આ રંગ ક્યારેક જ જામે છે. થોડી વાર રોકાઈ જાઓ.” મુનિએ સહજ ભાવે કહ્યું : “બાદશાહ, વખતનાં કાન વખતસર થવાં જોઈએ. અમારે અમારાં ધર્મકાર્યોને અમારા મનના માલિકને હિસાબ આપવાનું હોય છે. આળસ કરીએ તો ફરજ ચૂકી જઈએ. એમાંય અમારો માર્ગ તે સંયમને. એ માટે જે સદા જાગ્રત ન રહીએ તો એમાં ખામી આવતાં વાર ન લાગે. આપણને મળવાની ક્યાં નવાઈ છે? ફરી મળીશું ત્યારે ફરી વાત કરીશું. આજ તે હવે સમય થઈ ગયો છે.” બાદશાહને આ નવો અનુભવ હતો. મુનિનો જવાબ સાંભળી એ કંઈક આઘાત અનુભવી રહ્યો : બાદશાહ જે બાદશાહ ખુશ થઈને આવી મામૂલી માગણી કરે, એને આ ઈનકાર ! પણ આજે પોતાની વાત કર્યા વગર એને જંપ વળે એમ ન હતું. અને આકળા થઈને વાત કરવામાં તો મજા ન હતી. એણે ખામોશી પકડીને કહ્યું : “આજે ડીક વાત કરવાનું મન છે. ભલે થોડું મોડું સહી.” મુનિ બાદશાહના મનને ન સમજી શક્યા, પણ એ શેકાઈ ગયા. પળવાર તે જહાંગીરનું મન સંકોચ અનુભવી રહ્યું. આવી વાત કેવી રીતે કરવી ? પણ પછી એણે હસીને કહ્યું: “ભલા, આપની ઉમ્ર કેટલી થઈ?” “પચીસ.મુનિએ કહ્યું, પણ એમને બાદશાહના સવાલનો હેતુ ન સમજાય. “આટલી યુવાન ઉંમરમાં આવો ત્યાગ અને સંયમ સ્વીકારવાની શી જરૂર પડી? એ બધું તો ઘડપણમાં શેલે ! અત્યારે તે સુખભેગ-વિલાસ એ જ હોય. કુદરતે આપને Page #6 -------------------------------------------------------------------------- ________________ 246 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ કેવા સૌંદર્ય અને કેવા યૌવનની બક્ષિસ આપી છે. આ બધું કંઈ આ રીતે ગુમાવી દેવાનું ન હોય. જુવાની જશે, પછી એ પાછી આવવાની નથી.” બાદશાહે કહ્યું. મુનિને બાદશાહ અકળ લાગેઃ એ આજે કેવી કેવી વાત કરી રહ્યો હતો ! મુનિએ સમજાવ્યું: “શહેનશાહ, એ તો જેવી જેની પસંદગીઃ કેઈને ભેગ ગમે, કેઈને ગ ગમે. છેવટે તે બધી વાત મનની મુરાદની જ હોય છે. સારું મન માનવીને સારે બનાવે, નઠારું મન માનવીને નકારે બનાવે. અમે અમારા મનને ઘડવા આ ભેખ ધાર્યો છે. એમાં પછી નાની ઉંમર શું અને મોટી ઉંમર શું? જ્યારે જાગ્યા ત્યારથી સવાર!” બાદશાહે પિતાની વાત ટૂંકામાં પતાવતાં કહ્યું : “આપની આવી બધી વાતો નકામી છે. આ રીતે જુવાનીને વેડફી નાખવી અને કાયાને કરમાવી નાખવી એને કોઈ અર્થ નથી. વખત વખતનું કામ કરે એમ ઉંમર ઉંમરનું કામ કરે. આપણને તે ઉતાવળ ઘણી હોય, પણ એથી કંઈ આંબો જલદી પાકી જતો નથી ! એવું જ આ જિંદગીનું છે. ભેગની ઉમ્રમાં કેગ કેવો? ભેગના વખતે ભેગા શોભે, યેગના વખતે ગ! મારી તો એક જ વાત છે. આપને આ જોગ અને ત્યાગ-સંયમનો આ માર્ગ મને તો અકાળે આંબો પકવવાની મુરાદ જે નકામે લાગે છે. માટે એ બધી ઝંઝટ છેડી દ્યો અને બે ઘડીની જિંદગાનીની મજા લૂંટી લે. આપ આપને જો ગ તજીને અમારી સાથે આવીને હમેશાંને માટે રહે એવી અમારી મનસા છે. બેહિતની પરી જેવી સ્ત્રી અને જોઈએ તેટલી દૌલત આપવાનું અમે આપને વચન આપીએ છીએ. આપને કોઈ જાતની તકલીફ નહીં આવવા દઈએ. જિંદગીની મોજ માણવામાં હજી મેડું થયું નથી.” યુવાન મુનિ વિચારી રહ્યા: બાદશાહ આ શું કહેતે હતો? બાદશાહને આજે શું થયું હતું? મુનિએ હસન કહું : “આમાં તકલીફને કેઈ સવાલ નથી. અમારી સાધનામાં જે અમને તકલીફનો અનુભવ થતે હેત તે આ ભેગને ત્યાગ કરીને સંસારના સુખભેગમાં પડતાં અમને કેણ રોકવાનું હતું? પણ અમને કંઈ તકલીફ છે જ નહીં; ઊલટું આમાં જ અમને મેજ છે; પછી આ યોગને ત્યાગ કરીને બંને રીતે ભ્રષ્ટ થવાની શી જરૂર?” બાદશાહને જે મુશ્કેલ લાગતું હતું તે આ યુવાન યેગીને સહજ લાગતું હતું. પણ લીધી વાતને પડતી મૂકવાની આવડત જહાંગીરમાં ન હતી. જાણે છેવટની આજ્ઞા આપતો હોય એમ એણે કહ્યું: “આપની વાત અમને સમજાતી નથી. આપે અમારી વાત માનવા તૈયાર થવું જ પડશે.” સિદ્ધિચંદ્ર પિતાની વાતમાં મક્કમ હતા. એમણે એટલું જ કહ્યું: “આપની વાત ન માની શકાય એવી છે. આપને કોઈ અત્યારે યેગી બનવાનું કહે છે?” બાદશાહ વિશેષ આઘાત અનુભવી રહ્યો? મારી વાતને આ જવાબ ! પણ એ ગમ ખાઈ ગયે. એણે કહ્યું: “અચ્છા, અચ્છા, આપ અમારી વાતને વિચાર કરજે. આને ફેંસલે આપણે કાલે કરીશું.” યેગી વિદાય થયા. જાણે એમનું મન બોલી રહ્યું હતું આજની વાત આજે કાલની વાતને વિચાર કાલે કરીશું. અણુને ચૂક્યો સે વર્ષ જીવે! Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ રાજા અને ગી 247 - યોગી યેગીની રીતે વિચારતા હતા; રાજા રાજાની રીતે વિચારતા હતા; બન્ને જાણે આવતી કાલે પોતાના મનની વાતને સાચી કરવા પિતાની જાતને સજજ કરી રહ્યા હતા. બીજે દિવસે મળ્યા ત્યારે રાજાએ પૂછયું : “કહે યોગી મહારાજ, મારી વાતને જવાબ?” એ આજ નિશામાં ચકચૂર હતે. ગીએ કહ્યું : " જવાબ એક જ આપની વાત આ૫ પાછી ખેંચી લે !" રાજા ઉશ્કેરાઈ ગયેઃ “આપ એક બાદશાહની વાતને ઈન્કાર કરે છે?” “આમાં આપની વાતનો ઈનકારને નહીં પણ મનની વાતનો સ્વીકારને સવાલ છે.” રાજાથી ન સહેવાયું : “આપે અમારી વાત માનવી જ પડશે.” ગીએ કહ્યું : “ઈને એના પ્રાણ આપવાની આજ્ઞા આપ કેવી રીતે કરી શકે?” નૂરજહાંએ જોયું કે વાત છેટી રીતે મમતે ચડી રહી છે. એણે ગીને સમજાવવા કહ્યું : “ભેગની ઉંમરમાં યોગ એ જિંદગીને બન્ને રીતે બરબાદ કરવાને રાહ છે. અત્યારે આપ બાદશાહ સલામતની વાત માની લ્ય; વખત થશે ત્યારે એને માર્ગે જતાં આપને કેઈ નહીં રેકે ! આ ઉંમરમાં સંયમ કરે શક્ય નથી.” મુનિએ કહ્યું: “આ જિંદગીને શે ભરે? અને આપ પોતે ક્યાં નથી જાણતા કે બખના રાજાએ ભરયુવાનીમાં જ સંયમનો માર્ગ સ્વીકાર્યો હતો. ઉંમર નાની હોય કે મોટી, એ કઈ મહત્ત્વની વાત નથી. મહત્ત્વની વાત છે મનની તૈયારી. અને આવી તૈયારી તે જેટલી નાની ઉંમરે થાય એટલી સારી, જેથી ભેગ-વિલાસમાં સમય અને શક્તિ બરબાદ થતાં અટકે. આપ આપની વાત જતી કરે અને મને મારા ગસાધનાના માર્ગે જવા દે. આપની પાસેથી તે ઊલટું મને મારી સાધનામાં મદદ મળવી ઘટે!” રાજા અને રાણી બને સમજી ગયા કે આ તે પાકું ગજવેલ છે. છતાં રાજા પિતાના મમતથી પાછા હઠવા તૈયાર ન હતો; એણે ગુસ્સામાં એટલું જ કહ્યું: “અમારે હકુમને અનાદર કરવાને અંજામ તો સમજે છે ને?” હું તે એટલું જ સમજું છું. મારા આત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં જે નુકસાન છે એના કરતાં આપના હકુમને નહીં માનવામાં ઓછું નુકસાન છે.”યેગીએ કહ્યું. યેગી, તમારું ભાવી તમને ભુલાવી રહ્યું લાગે છે!” રાજાએ તિરસ્કારમાં કહ્યું. રાજન, મને આમાં મારી ગસાધનાની કસોટી થતી લાગે છે. મારા દેવ-ગુરુ અને એ કસેટીમાં પાર ઉતારે ! બાકી તે, આપને હું શી રીતે રોકી શકું? પણ એટલું યાદ રાખજે કે આપની આજ્ઞામાં ન મારું ભલું છે, ન આપનું કે ન દુનિયાનું ભલું છે !" એક બાજુ રાજા હતો, બીજી બાજુ ભેગી હતે. કેઈ પિતાની વાત જતી કરવા તૈયાર ન હતા. રાજહઠ અને યોગીહઠ સામસામી ટકરાતી હતી; એને તણખા કેને નહીં દઝાડે ભલા ! “ઠીક ત્યારે, તમારી હઠને અંજામ ભેગવવા તૈયાર રહો !" અને રાજાએ રાજહસ્તીને તરત લઈ આવવા હુકમ કર્યો. મોતના અવતાર જે, મદઝરત હાથી સામે ખડો છે. નિશે કરાવીને એને પાગલ બનાવવામાં આવે છે. સામે શાંત-સ્વસ્થ યોગી ઊભે છે. મોતનો એને ડર નથી. જીવનને Page #8 -------------------------------------------------------------------------- ________________ 248 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવગ્રંથ એને મોહ નથી. એને આજે પિતાને વેગ સફળ થતો લાગે છે. એ પિતાના ઈષ્ટદેવના રટનમાં લીન બની ગયો છે. એનું રમમ એક જ આંતર નાદથી ગુંજી રહ્યું છે : અરિહંત સરણે પવજામિ, સિદ્ધ સરણું પવજામિ, સાહુ સરખું પવનજામિ, કેવલપન્નૉ ધ સરણે પવનજામિ. પહાડ જે હાથી છી કેટા મારી રહ્યો છે. રાજાજીની આજ્ઞા થાય એટલી જ વાર છેઃ યેગીની મનહર કાયા પળવારમાં ધરતી સાથે રોટલે ! આવા તે કંઈક માનવીઓ મેતને ઘાટ ઊતરી ગયા હતા! યેગી પણ સામે ખડકની જેમ અડગ બનીને ખડે છે. બાદશાહે જોયું કે એનું અસ્ત્ર નકામું ગયું! એને નશે કંઈક ઊતરી ગયો હતો અને એનામાં માણસાઈ જાગી ઊઠી હતી. એ જાગૃતિએ એને મિત્ર જેવા ગીની હત્યાના પાતકથી ઊગારી લીધો. છેવટે એણે ગર્જના કરીને કહ્યું : “ગજરાજને પાછા લઈ જાઓ! અને ગીરાજ, સાંભળે, આપને અમારા રાજ્યમાંથી આજથી દેશનિકાલ કરવામાં આવે છે. સાથે સાથે, એક આપના ગુરુ ભાનુ ચંદ્રને મૂકીને, આપના ધર્મના બધા સાધુઓ-મુમુક્ષુઓને પણ દેશનિકાલ કરવામાં આવે છે.” ભેગી કસોટી પાર કર્યાને પરમ સંતોષ અનુભવી રહ્યો. એણે કહ્યું : “મંજૂર!” અને સિદ્ધિચંદ્ર બાદશાહ જહાંગીરનું રાજ્ય છોડીને માલપુરમાં માસું રહ્યા. ઘરના ત્યાગીને તે સંસાર આખો ઘર હતું, પછી ચિંતા શી હતી? મનમાં એક જ દુઃખ હતું ? જીવનદાતા ગુરુને વિયેગ થયું હતું. પણ એ પણ ગમાર્ગના સાધકની એક કસોટી હતી. એ પાર કરીને સાધનાના સુવર્ણને વધુ ઉજજ્વળ કરવું રહ્યું. ઉપાધ્યાય ભાનુચંદ્ર પણ ભારે સાધક પુરુષ હતા. કાળજાની કેર જેવા શિષ્યને, પિતાના સ્વજન જેવા રાજાને જ હાથે, વગર વાંકે સજા થઈ હતી અને પિતાને એને વિયોગ થયે હતો, એનું દુખ કંઈ ઓછું ન હતું. પણ સંસારના રંગને એ બરાબર સમજતા હતા. એમને વિશ્વાસ હતો કે છેવટે સત્યને જય થયા વગર નહીં રહે. એ તે ળિાવતા જ રહ્યા. અને એક દિવસ સાચે જ, શહેનશાહ જહાંગીરનું અંતર જાગી ઊઠયું. તે દિવસે મુનિ ભાનુચંદ્રને ઉદાસ જોઈને બાદશાહે પૂછયું : “મહારાજ, આપ આજે ઉદાસ કેમ છે?” ભાનુચંદ્રજીએ કશે જવાબ ન આપે; એ મૌન રહ્યા. જાણે પિોતે જ પોતાના સવાલને જવાબ આપતા હોય એમ બાદશાહે લાગણીપૂર્વક કહ્યું: “ઉદાસીનતા કેમ ન હોય ? કલેજા જેવા શિષ્યને વિયેગ કોને ન સતાવે? " | અને બાદશાહ જહાંગીરે યોગીરાજ સિદ્ધિચંદ્રને આદર-માન સાથે પિતાના રાજ્યમાં તેડી લાવવા તરત જ કાસદને રવાના કર્યો. અંતરાયને અંત આવ્યો હતો; દુઃસ્વપ્ન દૂર થયું હતું. 'રાજા અને યેગી ફરી પાછા ધર્મમિત્ર બની રહ્યા! માદલપુર, અમદાવાદ-૬; તા. 21-2-18