SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ 248 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવગ્રંથ એને મોહ નથી. એને આજે પિતાને વેગ સફળ થતો લાગે છે. એ પિતાના ઈષ્ટદેવના રટનમાં લીન બની ગયો છે. એનું રમમ એક જ આંતર નાદથી ગુંજી રહ્યું છે : અરિહંત સરણે પવજામિ, સિદ્ધ સરણું પવજામિ, સાહુ સરખું પવનજામિ, કેવલપન્નૉ ધ સરણે પવનજામિ. પહાડ જે હાથી છી કેટા મારી રહ્યો છે. રાજાજીની આજ્ઞા થાય એટલી જ વાર છેઃ યેગીની મનહર કાયા પળવારમાં ધરતી સાથે રોટલે ! આવા તે કંઈક માનવીઓ મેતને ઘાટ ઊતરી ગયા હતા! યેગી પણ સામે ખડકની જેમ અડગ બનીને ખડે છે. બાદશાહે જોયું કે એનું અસ્ત્ર નકામું ગયું! એને નશે કંઈક ઊતરી ગયો હતો અને એનામાં માણસાઈ જાગી ઊઠી હતી. એ જાગૃતિએ એને મિત્ર જેવા ગીની હત્યાના પાતકથી ઊગારી લીધો. છેવટે એણે ગર્જના કરીને કહ્યું : “ગજરાજને પાછા લઈ જાઓ! અને ગીરાજ, સાંભળે, આપને અમારા રાજ્યમાંથી આજથી દેશનિકાલ કરવામાં આવે છે. સાથે સાથે, એક આપના ગુરુ ભાનુ ચંદ્રને મૂકીને, આપના ધર્મના બધા સાધુઓ-મુમુક્ષુઓને પણ દેશનિકાલ કરવામાં આવે છે.” ભેગી કસોટી પાર કર્યાને પરમ સંતોષ અનુભવી રહ્યો. એણે કહ્યું : “મંજૂર!” અને સિદ્ધિચંદ્ર બાદશાહ જહાંગીરનું રાજ્ય છોડીને માલપુરમાં માસું રહ્યા. ઘરના ત્યાગીને તે સંસાર આખો ઘર હતું, પછી ચિંતા શી હતી? મનમાં એક જ દુઃખ હતું ? જીવનદાતા ગુરુને વિયેગ થયું હતું. પણ એ પણ ગમાર્ગના સાધકની એક કસોટી હતી. એ પાર કરીને સાધનાના સુવર્ણને વધુ ઉજજ્વળ કરવું રહ્યું. ઉપાધ્યાય ભાનુચંદ્ર પણ ભારે સાધક પુરુષ હતા. કાળજાની કેર જેવા શિષ્યને, પિતાના સ્વજન જેવા રાજાને જ હાથે, વગર વાંકે સજા થઈ હતી અને પિતાને એને વિયોગ થયે હતો, એનું દુખ કંઈ ઓછું ન હતું. પણ સંસારના રંગને એ બરાબર સમજતા હતા. એમને વિશ્વાસ હતો કે છેવટે સત્યને જય થયા વગર નહીં રહે. એ તે ળિાવતા જ રહ્યા. અને એક દિવસ સાચે જ, શહેનશાહ જહાંગીરનું અંતર જાગી ઊઠયું. તે દિવસે મુનિ ભાનુચંદ્રને ઉદાસ જોઈને બાદશાહે પૂછયું : “મહારાજ, આપ આજે ઉદાસ કેમ છે?” ભાનુચંદ્રજીએ કશે જવાબ ન આપે; એ મૌન રહ્યા. જાણે પિોતે જ પોતાના સવાલને જવાબ આપતા હોય એમ બાદશાહે લાગણીપૂર્વક કહ્યું: “ઉદાસીનતા કેમ ન હોય ? કલેજા જેવા શિષ્યને વિયેગ કોને ન સતાવે? " | અને બાદશાહ જહાંગીરે યોગીરાજ સિદ્ધિચંદ્રને આદર-માન સાથે પિતાના રાજ્યમાં તેડી લાવવા તરત જ કાસદને રવાના કર્યો. અંતરાયને અંત આવ્યો હતો; દુઃસ્વપ્ન દૂર થયું હતું. 'રાજા અને યેગી ફરી પાછા ધર્મમિત્ર બની રહ્યા! માદલપુર, અમદાવાદ-૬; તા. 21-2-18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230216
Book TitleRaja ane Yogi
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Story
File Size721 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy