SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ રાજા અને ગી 247 - યોગી યેગીની રીતે વિચારતા હતા; રાજા રાજાની રીતે વિચારતા હતા; બન્ને જાણે આવતી કાલે પોતાના મનની વાતને સાચી કરવા પિતાની જાતને સજજ કરી રહ્યા હતા. બીજે દિવસે મળ્યા ત્યારે રાજાએ પૂછયું : “કહે યોગી મહારાજ, મારી વાતને જવાબ?” એ આજ નિશામાં ચકચૂર હતે. ગીએ કહ્યું : " જવાબ એક જ આપની વાત આ૫ પાછી ખેંચી લે !" રાજા ઉશ્કેરાઈ ગયેઃ “આપ એક બાદશાહની વાતને ઈન્કાર કરે છે?” “આમાં આપની વાતનો ઈનકારને નહીં પણ મનની વાતનો સ્વીકારને સવાલ છે.” રાજાથી ન સહેવાયું : “આપે અમારી વાત માનવી જ પડશે.” ગીએ કહ્યું : “ઈને એના પ્રાણ આપવાની આજ્ઞા આપ કેવી રીતે કરી શકે?” નૂરજહાંએ જોયું કે વાત છેટી રીતે મમતે ચડી રહી છે. એણે ગીને સમજાવવા કહ્યું : “ભેગની ઉંમરમાં યોગ એ જિંદગીને બન્ને રીતે બરબાદ કરવાને રાહ છે. અત્યારે આપ બાદશાહ સલામતની વાત માની લ્ય; વખત થશે ત્યારે એને માર્ગે જતાં આપને કેઈ નહીં રેકે ! આ ઉંમરમાં સંયમ કરે શક્ય નથી.” મુનિએ કહ્યું: “આ જિંદગીને શે ભરે? અને આપ પોતે ક્યાં નથી જાણતા કે બખના રાજાએ ભરયુવાનીમાં જ સંયમનો માર્ગ સ્વીકાર્યો હતો. ઉંમર નાની હોય કે મોટી, એ કઈ મહત્ત્વની વાત નથી. મહત્ત્વની વાત છે મનની તૈયારી. અને આવી તૈયારી તે જેટલી નાની ઉંમરે થાય એટલી સારી, જેથી ભેગ-વિલાસમાં સમય અને શક્તિ બરબાદ થતાં અટકે. આપ આપની વાત જતી કરે અને મને મારા ગસાધનાના માર્ગે જવા દે. આપની પાસેથી તે ઊલટું મને મારી સાધનામાં મદદ મળવી ઘટે!” રાજા અને રાણી બને સમજી ગયા કે આ તે પાકું ગજવેલ છે. છતાં રાજા પિતાના મમતથી પાછા હઠવા તૈયાર ન હતો; એણે ગુસ્સામાં એટલું જ કહ્યું: “અમારે હકુમને અનાદર કરવાને અંજામ તો સમજે છે ને?” હું તે એટલું જ સમજું છું. મારા આત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં જે નુકસાન છે એના કરતાં આપના હકુમને નહીં માનવામાં ઓછું નુકસાન છે.”યેગીએ કહ્યું. યેગી, તમારું ભાવી તમને ભુલાવી રહ્યું લાગે છે!” રાજાએ તિરસ્કારમાં કહ્યું. રાજન, મને આમાં મારી ગસાધનાની કસોટી થતી લાગે છે. મારા દેવ-ગુરુ અને એ કસેટીમાં પાર ઉતારે ! બાકી તે, આપને હું શી રીતે રોકી શકું? પણ એટલું યાદ રાખજે કે આપની આજ્ઞામાં ન મારું ભલું છે, ન આપનું કે ન દુનિયાનું ભલું છે !" એક બાજુ રાજા હતો, બીજી બાજુ ભેગી હતે. કેઈ પિતાની વાત જતી કરવા તૈયાર ન હતા. રાજહઠ અને યોગીહઠ સામસામી ટકરાતી હતી; એને તણખા કેને નહીં દઝાડે ભલા ! “ઠીક ત્યારે, તમારી હઠને અંજામ ભેગવવા તૈયાર રહો !" અને રાજાએ રાજહસ્તીને તરત લઈ આવવા હુકમ કર્યો. મોતના અવતાર જે, મદઝરત હાથી સામે ખડો છે. નિશે કરાવીને એને પાગલ બનાવવામાં આવે છે. સામે શાંત-સ્વસ્થ યોગી ઊભે છે. મોતનો એને ડર નથી. જીવનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230216
Book TitleRaja ane Yogi
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Story
File Size721 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy