________________ 246 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ કેવા સૌંદર્ય અને કેવા યૌવનની બક્ષિસ આપી છે. આ બધું કંઈ આ રીતે ગુમાવી દેવાનું ન હોય. જુવાની જશે, પછી એ પાછી આવવાની નથી.” બાદશાહે કહ્યું. મુનિને બાદશાહ અકળ લાગેઃ એ આજે કેવી કેવી વાત કરી રહ્યો હતો ! મુનિએ સમજાવ્યું: “શહેનશાહ, એ તો જેવી જેની પસંદગીઃ કેઈને ભેગ ગમે, કેઈને ગ ગમે. છેવટે તે બધી વાત મનની મુરાદની જ હોય છે. સારું મન માનવીને સારે બનાવે, નઠારું મન માનવીને નકારે બનાવે. અમે અમારા મનને ઘડવા આ ભેખ ધાર્યો છે. એમાં પછી નાની ઉંમર શું અને મોટી ઉંમર શું? જ્યારે જાગ્યા ત્યારથી સવાર!” બાદશાહે પિતાની વાત ટૂંકામાં પતાવતાં કહ્યું : “આપની આવી બધી વાતો નકામી છે. આ રીતે જુવાનીને વેડફી નાખવી અને કાયાને કરમાવી નાખવી એને કોઈ અર્થ નથી. વખત વખતનું કામ કરે એમ ઉંમર ઉંમરનું કામ કરે. આપણને તે ઉતાવળ ઘણી હોય, પણ એથી કંઈ આંબો જલદી પાકી જતો નથી ! એવું જ આ જિંદગીનું છે. ભેગની ઉમ્રમાં કેગ કેવો? ભેગના વખતે ભેગા શોભે, યેગના વખતે ગ! મારી તો એક જ વાત છે. આપને આ જોગ અને ત્યાગ-સંયમનો આ માર્ગ મને તો અકાળે આંબો પકવવાની મુરાદ જે નકામે લાગે છે. માટે એ બધી ઝંઝટ છેડી દ્યો અને બે ઘડીની જિંદગાનીની મજા લૂંટી લે. આપ આપને જો ગ તજીને અમારી સાથે આવીને હમેશાંને માટે રહે એવી અમારી મનસા છે. બેહિતની પરી જેવી સ્ત્રી અને જોઈએ તેટલી દૌલત આપવાનું અમે આપને વચન આપીએ છીએ. આપને કોઈ જાતની તકલીફ નહીં આવવા દઈએ. જિંદગીની મોજ માણવામાં હજી મેડું થયું નથી.” યુવાન મુનિ વિચારી રહ્યા: બાદશાહ આ શું કહેતે હતો? બાદશાહને આજે શું થયું હતું? મુનિએ હસન કહું : “આમાં તકલીફને કેઈ સવાલ નથી. અમારી સાધનામાં જે અમને તકલીફનો અનુભવ થતે હેત તે આ ભેગને ત્યાગ કરીને સંસારના સુખભેગમાં પડતાં અમને કેણ રોકવાનું હતું? પણ અમને કંઈ તકલીફ છે જ નહીં; ઊલટું આમાં જ અમને મેજ છે; પછી આ યોગને ત્યાગ કરીને બંને રીતે ભ્રષ્ટ થવાની શી જરૂર?” બાદશાહને જે મુશ્કેલ લાગતું હતું તે આ યુવાન યેગીને સહજ લાગતું હતું. પણ લીધી વાતને પડતી મૂકવાની આવડત જહાંગીરમાં ન હતી. જાણે છેવટની આજ્ઞા આપતો હોય એમ એણે કહ્યું: “આપની વાત અમને સમજાતી નથી. આપે અમારી વાત માનવા તૈયાર થવું જ પડશે.” સિદ્ધિચંદ્ર પિતાની વાતમાં મક્કમ હતા. એમણે એટલું જ કહ્યું: “આપની વાત ન માની શકાય એવી છે. આપને કોઈ અત્યારે યેગી બનવાનું કહે છે?” બાદશાહ વિશેષ આઘાત અનુભવી રહ્યો? મારી વાતને આ જવાબ ! પણ એ ગમ ખાઈ ગયે. એણે કહ્યું: “અચ્છા, અચ્છા, આપ અમારી વાતને વિચાર કરજે. આને ફેંસલે આપણે કાલે કરીશું.” યેગી વિદાય થયા. જાણે એમનું મન બોલી રહ્યું હતું આજની વાત આજે કાલની વાતને વિચાર કાલે કરીશું. અણુને ચૂક્યો સે વર્ષ જીવે! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org