________________
પત્રાંક-૬૯૪ આહારાદિ તો આ બાજુ છે. તો બે ઉપયોગ કરવા પડશે. અહીંથી ઉપયોગ ફેરવવો પડશે. એ તો કાંઈ બનવા યોગ્ય લાગતું નથી, એમ કહે છે. આત્માને જાણતા લોકાલોક જણાય છે એ બેસે છે એટલા માટે કે આત્માને આત્મામાં જાણવું છે અને લોકાલોકને પણ આત્મામાં જાણે છે. લોકાલોકને લોકાલોકમાં નથી જાણતા. એ તો છદ્મસ્થ પણ પરણેયને પરમાં નથી જાણતો. પરણેયને સ્વમાં જાણે છે. ખરેખર તો જાણવું તો સ્વમાં જ થાય છે, જાણવું પરમાં નથી થતું.
સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળીને હોય તે કેવળી સિદ્ધાને કહીએ તો સંભવિત થવા યોગ્ય ગણાય; કેમકે તેને યોગધારીપણું કહ્યું નથી. સર્વ દેશ કાળાદિનું જ્ઞાન કેવળીને હોય તે કેવળી સિદ્ધને કહીએ. યોગધારીપણાવાળાને ન કહીએ, અરિહંતને ન કહીએ પણ સિદ્ધને કહીએ તો સંભવિત થવા યોગ્ય ગણાય. કેમકે તેને યોગધારીપણું કહ્યું નથી.” પણ હજી અહીંયાં પ્રશ્ન થાય છે.
‘આમાં પણ પ્રશ્ન થવા યોગ્ય છે, તથાપિ યોગધારીની અપેક્ષાથી સિદ્ધને વિષે તેવા કેવળજ્ઞાનની માન્યતા હોય, તો યોગરહિતપણું હોવાથી તેમાં સંભવી શકે છે, એટલું પ્રતિપાદન કરવાને અર્થે લખ્યું છે, સિદ્ધને તેવું જ્ઞાન હોય જ એવો અર્થ પ્રતિપાદન કરવાને લખ્યું નથી.' ફરીથી, શું કહે છે? આમાં પણ પ્રશ્ન થવા યોગ્ય છે....” થવા યોગ્ય છે એટલે શું કે જે વાત કરી એમાં પણ. તોપણ. ‘તથાપિ...” એટલે તોપણ. “યોગધારીની અપેક્ષાથી સિદ્ધને વિષે તેવા કેવળજ્ઞાનની માન્યતા હોય, તો..” કેમકે ઓલાને તો યોગધારીપણું છે. એટલે યોગધારીપણું હોય તો એને આહાર લેવો જ પડે. શરીર હોય તો શરીરને આહાર જોઈએ જ. એમ. શરીર હોય અને આહાર ન જોઈએ એ વાત કાંઈ બેસતી નથી. માટે સિદ્ધને એવું કેવળજ્ઞાન આપણે વિચારીએ કે સિદ્ધપદમાં એવું કેવળજ્ઞાન હોય, યોગધારીપણામાં એવું ન હોય.
તો યોગરહિતપણું હોવાથી તેમાં સંભવી શકે છે....... એને તો ઉપયોગ દેવાનો સવાલ રહેતો નથી આહારને. ત્યાં તો કેવળજ્ઞાનમાં બાધા આવતી નથી. એટલું પ્રતિપાદન કરવાને અર્થે લખ્યું છે, સિદ્ધને તેવું જ્ઞાન હોય જ એવો અર્થ પ્રતિપાદન કરવાને લખ્યું નથી.” ખાલી આ આહારના પ્રશ્નનો નિકાલ લાવવા માટે એમ લખ્યું છે. કાંઈ કેવળજ્ઞાનની સિદ્ધિ કરવા માટે એમ