________________
પત્રાંક-૭૦૨
૧૭૩ “નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો ભાવ” રૂઢિધર્મ. હું જેન છું, હું મુમુક્ષુ છું, મારે ફલાણું કરવું જોઈએ, મારે આમ કરવું જોઈએ, મારે વાંચન કરવું જોઈએ. પૂજા-ભક્તિ કરવી જોઈએ, દયા-દાન કરવા જોઈએ. રૂઢિગતપણે. કેમકે હું ગૃહસ્થ છું, હું મુમુક્ષુ છું, ફલાણું છું. અથવા ફલાણા સંપ્રદાય અનુસાર આપણામાં આમ છે માટે આપણે આમ કરાય. આપણામાં સામાયિકનું હોય તો સામાયિક વધારે કરાય, પ્રતિક્રમણનું વધારે હોય તો પ્રતિક્રમણનું કરાય, વાંચનનું વધારે હોય તો વાંચન વધારે કરાય. એ રૂઢિમાં આવી ગયો એ બધા એક જ Line માં છે. સામાયિકપ્રતિક્રમણવાળા અને વાંચન કરવામાં કાંઈ બીજો ફેર નથી.
નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકેઆ રીતે ધર્મના ક્ષેત્રમાં રૂઢિધર્મ પ્રમાણે અથવા તો આત્મકલ્યાણ. રૂઢિધર્મ પ્રમાણે નહિ પણ સમજણ અનુસાર ઓઘસંજ્ઞા છોડીને જે પારમાર્થિક માર્ગ છે એ સંબંધીના પરિણામ જીવને ક્યારેક જ એને લક્ષ ઉપર આવ્યા છે. ક્યારેક જ થોડીક એ બાજુની રુચિ થઈ છે. ક્યારેક થોડી સમજ આવી છે. બાકી તો રૂઢિ પ્રમાણે અનુસરે છે. જે સંપ્રદાયમાં, જે ટોળામાં, જે જગ્યાએ પોતે જે સંયોગોમાં હોય ત્યાં જે પદ્ધતિ હોય એ પદ્ધતિને અનુસરવાની રૂઢિ થઈ જાય છે.
મુમુક્ષ :- વિચાર વગર એમાં પણ થોડું થોડું કાંઈક સમજવાનું મળે તેમાંથી કેમ રૂઢિમાં જાય છે ?
પૂજ્ય ભાઈશ્રી :- એ તો શું છે કે પોતે સ્વતંત્રપણે પરમાર્થમાર્ગને શોધીને એ માર્ગે ન ચડે એટલે રૂઢિમાં ફસાયા વિના રહે જ નહિ. બીજો એનો વિકલ્પ જ નથી. કાં તો રૂઢિધર્મમાં આવી જાય અને કાં તો પછી સ્વતંત્ર રીતે મોક્ષમાર્ગને ખોજ કરીને અંતર્મુખ થાય અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરી લે.
મુમુક્ષુ:- ત્રણેમાં ..
પૂજ્ય ભાઈશ્રી :- બીજા કરતા આ વિશેષ માર્ગે છે તોપણ એ અવકાશ અહીંયાં રહેલો છે કે અહીંયાં પણ રૂઢિમાં આવી જાય. જો સાચા માર્ગે ન ચડે તો.
મુમુક્ષુ – નિષ્કામ ભક્તિ કરીએ તો ?