________________
૧૩૫
પત્રાંક-૬૯૮ બરાબર નથી એમ છે.
હવે એક પંક્તિમાં એક જ વાક્યમાં માર્ગદર્શન આપે છે. પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ દઢ સાધનસહિત, મુમુક્ષુએ સદ્ગઆશાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે.” દ્રવ્યાનુયોગના શાસ્ત્રો મુમુક્ષુજીવ વાંચી લે અને એમ માને કે મને પણ સમજાય છે. એવો ઉતાવળથી સમજણનો અભિપ્રાય બાંધવા જેવો નથી. સદ્ગુરુની નિશ્રામાં, સદ્ગુરુની આજ્ઞાએ, સદ્ગુરુના ચરણમાં પ્રત્યક્ષ રહીને, દૂર રહીને નહિ, પ્રત્યક્ષ રહીને ભક્તિ અને વૈરાગ્ય. દઢ ભક્તિ અને દઢ વૈરાગ્યરૂપી સાધન. આ બે સાધન તો મુમુક્ષુને હોવા જ જોઈએ. નહિતર જે પરિણતિ ઊભી છે એ દેહાત્મબુદ્ધિની ઊભી છે, રાગના એકત્વની જે પરિણતિ છે
એ પરિણતિની આડે પાછા વૈરાગ્ય અને ભક્તિ પણ નથી. પછી તો હવે કોઈ ઉપદેશ પરિણમવાનો અવકાશ પણ નથી.
છ દ્રવ્ય સમજાયા હોય એમ જીવ ભલે માને. પણ એ છ દ્રવ્યનું જ્ઞાન ખરેખર પ્રયોજનભૂતપણે ત્યાં થતું નથી. અપ્રયોજનભૂતપણે એમ થાય છે કે મને જ્ઞાન થયું છે, મને સમજાય ગયું છે, મને સમજાણું છે, હવે મને વાંધો નથી. એ જીવ તો એક નવી મુશ્કેલીમાં આવેલો જીવ છે. અત્યારે ભલે ન દેખાય પણ ખરેખર એ નવી મુશ્કેલીમાં આવેલો જીવ છે.
પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ દઢ સાધનસહિત.... આ ઉપરાંત મુમુક્ષુની ભૂમિકાની જુદી જગ્યાએ એક વાત કરે છે. કે પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્ય...” અને સરળતાદિ “દઢ સાધનસહિત,...” સરળતાદિ દઢ સાધનસહિત “મુમુક્ષુએ સદ્ગઆજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે.” એમનેમ દ્રવ્યાનુયોગ વિચારી લે, વાંચી લે, સાંભળી લે તો એને એ પાત્રતા અથવા યોગ્યતા નહિ હોવાથી લાભ થવાને બદલે નુકસાનનું કારણ થઈ જાય છે. એટલો સંક્ષેપમાં ઉત્તર એમણે પૂરો કરીને આટલી દ્રવ્યાનુયોગના સિદ્ધાંતની જ્યારે ચર્ચા પોતે જ કરી છે તો સાથે સાથે આ સૂચના પણ મૂકી દીધી છે. છેલ્લે છેલ્લે એનું મહત્વ બતાવ્યું છે. એમનેએમ આ વાંચી લેવા જેવું નથી, એમને એમ સમજી લેવા જેવું નથી.
મુમુક્ષુ :- આ જગ્યાએ હજી બહુ સમજાયું નથી. આ જગ્યાએ વિશેષ સ્પષ્ટતા જરૂરી છે.