Book Title: Purusharth siddhi upay Author(s): Amrutchandracharya, Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રસ્તાવના , આ ગ્રંથનું નામ ‘પુરુષાર્થસિદ્ધયુપાય ' અથવા ‘ જિનપ્રવચનરહસ્ય-કોષ' છે. પુરુષ અર્થાત આત્માના પ્રયોજનની સિદ્ધિનો ઉપાય અથવા જૈનસિદ્ધાંતનાં રહસ્યોનો ભંડાર-એવો તેનો અર્થ થાય છે. સમસ્ત દુઃખરૂપી સંસારનું મૂળ મિથ્યાશ્રદ્ધા છે અને સત્યસુખરૂપી ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક નિજાત્મસ્વરૂપમાં લીન થવું તે પુરુષાર્થની સિદ્ધિનો ઉપાય છે. અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની એક્તારૂપ મોક્ષમાર્ગ જ પુરુષાર્થસિદ્ધિ–ઉપાય છે. આ ગ્રન્થના રચયિતા શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ છે. આધ્યાત્મિક વિદ્વાનોમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય પછી જો કોઈનું નામ લેવામાં આવે તો તે શ્રી અમૃતચંદ્રાચાર્ય છે. આવા મહાન અને ઉત્તમ પ્રજ્ઞાવંત આચાર્યદેવના વિષયમાં તેમની સાહિત્ય-રચના સિવાય અન્ય કાંઈ પણ સામગ્રી ઉપલબ્ધ નથી. તેઓ આ ભરતક્ષેત્રમાં સ્વરૂપાનંદની મસ્તીમાં ઝુલતા, પ્રચુર સંવેદનસ્વરૂપ સ્વસંવેદનથી આત્મવૈભવ પોતામાં પ્રગટ કરનાર અનેક ઉત્તમ ગુણોના ધા૨ક મહાન સંત હતા. વળી તેઓ ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય વિરચિત પરમાગમ શ્રી સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્રના અદ્વિતીય ટીકાકાર તથા ‘કલિકાલ ગણધર' ની ઉપમાને પ્રાપ્ત હતા. ઉપરોક્ત શાસ્ત્રોની સંસ્કૃત ટીકા ઉપરાંત ‘તત્ત્વાર્થસાર’ અને ‘પુરુષાર્થસિદ્ધયુપાય ’ તેમની મૌલિક રચના છે. તેના અભ્યાસીઓ તેમની સર્વોત્તમ પ્રજ્ઞાની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. આત્મજ્ઞ સંત પૂજ્ય શ્રી કાનજીસ્વામી તો અનેક વખત ફરમાવે છે કે ‘ગણધરદેવ તુલ્ય તેમની સંસ્કૃત ટીકા ન હોત તો ભગવાન શ્રી કુંદકુંદાચાર્યનું હાર્દ સમજી શકાત નહિ. તેમણે સર્વજ્ઞ પરમાત્માની વાણીના અપૂર્વ, અચિંત્ય રહસ્ય ખોલ્યાં છે.' એવા મહાન યોગીશ્વરને અત્યંત ભક્તિભાવે નમસ્કાર હો ! પુરુષાર્થસિદ્ધયુપાય ઉપર ત્રણ ટીકાઓ ઉપલબ્ધ છે. પ્રથમ સંસ્કૃત ટીકા છે તેના કર્તા અજ્ઞાત છે, બીજી ટીકા પંડિતપ્રવર શ્રી ટોડરમલજી તથા પં. શ્રી દૌલતરામજી કૃત ઢૂંઢારી ભાષામાં છે ત્રીજી ટીકા પં. શ્રી ભૂધર મિશ્ર રચિત વ્રજભાષામાં છે. બીજી ટીકા પ્રસિદ્ધ ભાષાટીકાકાર પં. પ્રવર શ્રી ટોડરમલજીની અંતિમ કૃતિ હોય એમ લાગે છે કારણ કે તે અપૂર્ણ રહી ગઈ છે. જો તેઓ જીવિત હોત તો Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 197