Book Title: Purusharth siddhi upay
Author(s): Amrutchandracharya, 
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય હું જિનમુદ્રાધારક જૈન નગ્ન દિગમ્બર મુનિને નમસ્કાર કરું છું કે જેઓ જ્ઞાન-ધ્યાનરૂપી ધન-સ્વરૂપમાં લીન છે, કામ, માન (ઘમંડ, કર્તૃત્વ, મમત્વ)થી રહિત, મેઘ સમાન ધર્મોપદેશની વૃષ્ટિ કરનારા, પાપરહિત અને ક્ષણકાય છે, અર્થાત્ કષાય અને કાયા ક્ષીણ છે તથા જ્ઞાનસ્વરૂપમાં બેહુદ પુષ્ટ છે. ૪. (કવિત્ત- સવૈયા મનહર ૩૧ વર્ણ ) કોઈ નર નિશ્ચયથી આતમાને શુદ્ધ માની, થયા છે સ્વછંદ ન પિછાને નિજ શુદ્ધતા; કોઈ વ્યવહાર દાન તપ શીલ ભાવને જ આતમાનું હિત માની છાંડે નહિ મૂઢતા; કોઈ વ્યવહારનય-નિશ્ચયના મારગને ભિન્નભિન્ન જાણીને કરે છે નિજ ઉદ્ધતા; જાણે જ્યારે નિશ્ચયના ભેદ વ્યવહાર સહુ, કારણને ઉપચાર માને ત્યારે બુદ્ધતા. ૫ (દોહા)– શ્રીગુરુ પરમ દયાળ થઈ દિયો સત્ય ઉપદેશ, જ્ઞાની માને જાણીને, મૂઢ ગ્રહે છે કલેશ. ૬ હવે ગ્રન્થકર્તા શ્રી અમૃતચન્દ્રાચાર્યદવ મંગલાચરણનિમિત્તે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને આ જીવનું પ્રયોજન સિદ્ધ થવાના કારણભૂત નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગની એકતારૂપ ઉપદેશ જેમાં છે એવા ગ્રન્થનો આરંભ કરે છે. सूत्रावतार : (આર્યા છન્દ) तज्जुयति परं ज्योति: समं समस्तैरनन्तपर्यायैः। दर्पणतल इव सकला प्रतिफलति पदार्थमालिका यत्र ।।१।। અન્વયાર્થઃ- [મંત્ર] જેમાં [૩ળતન રૂવ] દર્પણની સપાટીની પેઠે [ સના] બધા [પાર્થનિવેT] પદાર્થોનો સમૂહ [ સમસ્તેરન્તપર્યા. સમં ] અતીત, અનાગત અને વર્તમાનકાળના સમસ્ત અનંત પર્યાયો સહિત [ પ્રતિનિતિ] પ્રતિબિંબિત થાય છે, [ તત્] તે [પર જ્યોતિ] સર્વોત્કૃષ્ટ શુદ્ધચેતનાસ્વરૂપ પ્રકાશ [ નયતિ ] જયવંત વર્તો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 197