Book Title: Punyavijayjimuni
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 4
________________ શાસનપ્રભાવક 412 વિષયમાં પીએચ.ડી.ની પરીક્ષક તરીકે પણ તેઓશ્રીની નિમણૂક થયેલી હતી. આમ, પૂજ્યશ્રી વિદ્યાસાધનાના બહુમુખી કેન્દ્ર સમા બની રહ્યા હતા. પિતાની આ જ્ઞાનરાશિને સૌ કેઈન સરળતાથી અને સમભાવથી લાભ મળી રહે તેની તેઓશ્રી ખેવના કરતા. આ કાર્યમાં પણતા કે દીનતા રાખતા નહીં. ઊલટું, કીર્તિની કામના કર્યા વગર અન્યને ઉપગી થવામાં સાર્થકતા સમજતા. તેમ છતાં એટલા જ વિનયી અને વિનમ્ર રહેતા. આગમ-પ્રકાશનના પ્રથમ ગ્રંથના પ્રકાશન સમયે પૂજ્યશ્રીએ વિનમ્રભાવે કહ્યું હતું : “આ આગમાં તૈયાર કરીએ છીએ તે વિદ્વાને તપાસે. તપાસીને તેમાં અલને હેય કે સંપાદનપદ્ધતિમાં દોષ હોય તે તેનું ભાન કરાવશે તે અમે રાજી થઈશું. સ્તુતિ કરનાર તે ઘણુ મળે છે, પરંતુ ત્રુટિ દેખાડનારા વિદ્વાને ઓછા મળે છે. હું ઈચ્છું છું કે કઈ ત્રુટિઓ બતાવે. અમે એ લક્ષમાં લઈ ભવિષ્ય થનારાં સંપાદનમાં એને ઉપયોગ કરીશું.” આવી અનન્ય વિનમ્રતા જવલ્લે જ જોવા મળે! પૂજ્યશ્રીના આ કાર્યની મહત્તા દર્શાવતાં પંડિતવર્ય શ્રી સુખલાલજીએ એક સ્થળે કહ્યું હતું: “મુનિશ્રી પુણ્યવિજયજીનું અત્યાર સુધીનું કામ ન કેવળ જેન–પરંપરા સાથે જ સંબંધ રાખે છે, અને ન કેવળ ભારતીય સંસ્કૃતિ સાથે જ સંબંધ ધરાવે છે, બલ્ક, માનવસંસ્કૃતિની દષ્ટિએ પણ અત્યંત ઉપયેગી છે. જ્યારે હું એ વાતને વિચાર કરું છું કે તેઓનું આ કાર્ય અનેક સંશોધક વિદ્વાને માટે અનેકમુખી સામગ્રી રજૂ કરે છે અને અનેક વિદ્વાનોના પરિશ્રમને બચાવે છે ત્યારે એમના પ્રત્યેની કૃતજ્ઞતાથી હૈયું ભરાઈ જાય છે. એવા એ આજીવન જ્ઞાનતપસ્વી, શ્રતશીલવારિધિ, આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ મુંબઈ મુકામે કાળધર્મ પામ્યા ત્યારે અગણિત માનવસમુદાયની આંખો આંસુથી છલકાઈ ઊઠી હતી. તેમની અંતિમ યાત્રામાં દેશ દેશથી માનવ સમુદાય ઊમટ્યો હતે. પૂજ્યશ્રીની અનેક ગુણાનુવાદ સભાએ શહેરે શહેરમાં થઈ હતી. રાનગરવા વટવૃક્ષ સમા એ મુનિવર્યને કેટિ કેટિ વંદન! (સંકલન : સને ૧૯૭૧ના “જૈનસાપ્તાહિક પત્રના અંકમાંથી સાભાર) સાડથી વધુ મુમુક્ષુઓના દીક્ષાદાતાઃ “જૈન સંસ્કૃતિરક્ષક સભાના સ્થાપક : 175 ઉપરાંત જિનમંદિરના જીર્ણોદ્ધારક : પોતાના સમગ્ર કુટુંબને સંયમમાર્ગે વાળનાર પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ સમગ્ર ભારતવર્ષ આઝાદી માટેના નારાઓથી ગુંજતું હતું ત્યારે જિનશાસનનાં કેટલાંક તીર્થસ્થાને આઝાદી અને આબાદીના પંથે લઈ જવામાં અગ્રણી એવા ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજને જન્મ થયો હતે. ઉત્તર ગુજરાતનું ગામ ઉનાવા, ઊંઝા પાસેનું મીરાંદાતાર. ત્યાં પિતા નહાલચંદ અને માતા ખુશીબહેનને ઘરે સં. ૧૯૫૭ના ભાદરવા સુદ ૭ને દિવસે એક Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4