Book Title: Punyavijayjimuni Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 3
________________ શ્રમણભગવ તે ક્ષેત્રના અનેક પ્રવાહો અને આંતર પ્રવાહીને તલસ્પર્શી અને સર્વગ્રાહી અભ્યાસ કર્યો. તેઓશ્રીની આ જ્ઞાનાપાસના સત્યશેાધક, દુરાગ્રહમુક્ત, સારગ્રાહી અને નિર્ભેળ હતી. આવી તટસ્થ, તુલનાત્મક અને ઐતિહાસિક દૃષ્ટિથી તેઓશ્રીએ પોતાના ગુરુદેવ સાથે અને અન્ય! સાથે તેમ જ સ્વતંત્રપણે પણ, જૈનસાહિત્યના વિવિધ વિષયના પ્રાચીન સંખ્યાબંધ ગ્રંથેનું આધુનિક વૈજ્ઞાનિક સ ંશોધનપદ્ધતિ પ્રમાણે નમૂનેદાર સશોધન-સ ંપાદન કર્યું. પૂજ્યશ્રીના આ અગાધ જ્ઞાન અને અથાગ પુરુષા ને અલિ રૂપે વડાદરાના શ્રીસ ંઘે તેમને ‘ આગમપ્રભાકર 'નું સાક બિરુદ આપ્યું હતું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે હાથ ધરેલી મૂળ આગમાને પ્રકાશિત કરવાની મેાટી યોજના તેઓશ્રીના અને પડિત દલસુખભાઇ માલવીયાના સંપાદન નીચે આગળ વધી. તે ઉપરાંત, પૂજ્યશ્રીની પ્રતિષ્ઠા પ્રાચીન જ્ઞાનભંડારાના ઉદ્ધારક તરીકે પણ છે. તેઓશ્રીએ અવિરત પુરુષાર્થ કરીને લીંબડી, પાટણ, ખંભાત, છાણી, વડેદરા, અમદાવાદ, જેસલમેર, બીકાનેર, જોધપુર વગેરે સ્થળેાના સાનભડારોને વ્યવસ્થિત કરીને જીવતદાન આપ્યુ. આ ગ્રંથભંડારાનો ઉપયોગ સહેલાઇથી થઈ શકે તેવી વ્યવથા કરી. શીત થયેલાં આ વિરલ ગ્રંથાની સાચવણીની બાબતમાં તેઓશ્રી સિદ્ધહસ્ત કલાવિશારદ હતા, તેમ કહેવામાં અતિશયેક્તિ નથી. જેમ જ્ઞાનેપાસના કરતાં કરતાં અન્ય ધર્મ શાસ્ત્રામાં પારંગત બન્યા હતા, તેમ જ્ઞાનભડારાની વ્યવસ્થા કરતાં કરતાં પ્રાચીન ચિત્રકળા, લિપિશાસ્ત્ર, શિલ્પ, સ્થાપત્ય, સિક્કા, મૂર્તિએ આદિ વિષયક પુરાતત્ત્વશાસ્ત્રનું પણ વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યુ' હતુ. અને પ્રાચીન ગ્રંથ, ચિત્ર, શિલ્પ, સ્થાપત્યની મુલવણી કરવામાં નિપુણ બન્યા હતા. પૂજ્યશ્રીના સમગ્ર જીવનના સારરૂપે કહી શકાય કે પ્રાચીન ગ્રંથેાના ઉદ્ધાર માટે જ તેઓશ્રીએ અવતાર ધારણ કર્યું હતુ. સ. ૧૯૯૫માં સંઘયણીને ઉગ્ર વ્યાધિ થઈ આબ્યા ત્યારે પણ તેઓશ્રી તે અડગ નિશ્ચલતાથી સંશોધનકાર્ય માં વ્યસ્ત રહેતા. પાહેર વર્ષોંની વૃદ્ધાવસ્થાએ ‘ કથારત્નકા ' જેવા મહાગ્રંથનુ' અને ' નિશીથણ ' જેવા નિ ગ્રંથનુ અધ્યયન કરતા હતા. આ સ તેઓશ્રીની વિદ્યોપાસના અને ધમ સાધનાનાં ઉત્તમ ઉદાહરણા છે. જેસલમેરના જ્ઞાનભંડારોના ઉદ્ધાર માટે પૂજ્યશ્રીએ વેઠેલી વિપત્તિઓ અને સાળ મહિનાના અગાધ પુરુષાને વીસરાય તેમ નથી. તે સમયે અમદાવાદથી જેસલમેર જતાં વહેલી પરોઢે ૧૫-૧૭ ફૂટ નીચે પટકાઈ પડચા હતા. જેસલમેરની કામગીરીથી પ્રભાવિત થઈ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદજીએ · પ્રાકૃત ટેકસ્ટ્સ સેસાયટી 'ની સ્થાપના કરવામાં રસ લીધા હતા. દરમિયાન શેડ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ત્યાં ગયા હતા. તે પણ મહારાજશ્રીની આ પ્રવૃત્તિથી અત્યંત પ્રભાવિત થયા અને સને ૧૯૫૭માં અમદાવાદમાં તેમણે ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામ ંદિર ’ની સ્થાપના કરી, જે સંસ્થા આજે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે. એવી જ રીતે, પૂજ્યશ્રીની પ્રેરણાથી પાટણમાં સ’. ૧૯૯૫માં ‘શ્રી હેમચદ્રાચાય જૈન જ્ઞાનમંદિર 'ની સ્થાપના થઈ. આવી અસાધારણ જ્ઞાનેપાસનાના પરિણામ સ્વરૂપ ઇ. સ. ૧૯૫૯માં અમદાવાદમાં ચેાજાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષસ્થાને વરાયા હતા. ઈ. સ. ૧૯૬૧માં કાશ્મીરમાં મળેલી એલ ઇન્ડિયા આરિએન્ટલ કોન્ફરન્સમાં જૈન અને પ્રાકૃત સાહિત્ય વિભાગના પ્રમુખ નિમાયા હતા. પ્રાચીન શાસ્ત્રાનાં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4