Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રમણુભગવંતો
૪૦૯ જ્ઞાનવારિધિ ગુસ્વર્ય : તપોભૂતિ ધર્માત્મા : આગમપ્રભાકર પૂજ્ય મુનિવર શ્રી પુણ્યવિજયજી મહારાજ
અહિંસાલક્ષી જીવનસાધના અને સત્યલક્ષી જ્ઞાનપાસના એ જ જીવનને સત્-ચિતઆનંદમય બનાવવાને ઉપાય છે. જે સાધના અહિ સમ અને કરુણાનું માર્ગદર્શન ન કરે તે સાચી જીવનસાધના નહીં; અને જે ઉપાસના જીવનના સત્ય પારખવાની-પામવાની શક્તિ ન આપે તે જ્ઞાને પાસના નહીં. પ્રાતઃસ્મરણીય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ આવા જ એક મહાન જીવનસાધક ધર્મ પુરુષ હતા. તેઓશ્રીનું જીવન ધર્મની સર્વ મંગલકારી ભાવનાઓથી સુરભિત અને જ્ઞાનની જ્યોતિથી પ્રકાશિત હતું. પૂજ્યશ્રીના પરિચયમાં આવનાર એક ક્ષણ તે વિમાસી રહેતા કે, આ મહાપુરુષની સાધના વધે કે વિદ્વત્તા વધે? અને બીજી જ ક્ષણે તેઓશ્રી સાધુતા અને વિદ્વત્તાની સમન્વયમૂર્તિ સમા મહાપુરુષ રૂપે છવાઈ જતા. શ્રી આગમપ્રભાકરજી મહારાજના યશજજવલ વ્યક્તિત્વને વિચાર કરીએ તે તેમનામાં દુર્વતિના ત્યાગ અને ગુણગ્રહણની તત્પરતાનાં દર્શન થાય છે. તેમણે જીવનમાંથી વૈર, હિંસા, નિંદા, ઈર્ષા, અહંકાર, મેહ, પ્રમાદ, દંભ આદિ દુર્ગણોને તિલાંજલિ આપી હતી, અને વિનય, વિવેક, વિનમ્રતા, મૈત્રી, કરુણા, પરમાર્થ, તપ, સાધના, જ્ઞાને પાસના, સચ્ચારિત્ર, વત્સલતા, સરળતા, સંયમ, તિતિક્ષા આદિ ગુણોની વીકૃતિ કરી હતી. એવા એ ગુણગવા સાધુવર તપ, જ્ઞાન અને કળાના ત્રિવેણી સંગમ સમાં હતા અને દર્શન માત્રથી પ્રસન્નતાના પ્રેરક હતા.
પૂજ્યશ્રીના અંતરની વિશાળતા અને ઉદારતા મેટા મહેરામણનું સ્મરણ કરાવે એવી હતી. સૌ કેઈને અંતરના ઉમળકાથી આવકારતા. પૂજ્યશ્રી માટે કઈ પિતાનું કે પરાયું નહતું. તેઓશ્રી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ઊંડા જાણકાર હતા. માનવીને અને સમયને સારી રીતે ઓળખી જનારા વિચક્ષણ પુરુષ હતા. તેથી સર્વ સાધુ-સાધ્વીજી શ્રાવક-શ્રાવિકાઓના શિરછત્ર રૂપ બની રહેતા. તેઓશ્રીને કેઈ દિવસ સમુદાય, ગચ્છ, સંપ્રદાય, ધર્મ, સમાજ કે દેશનાં કઈ બંધને કે સીમાડાઓ નડડ્યાં ન હતાં. પરિણામે, અનેકેના વાત્સલ્યમૂર્તિ બનીને, તેમનાં દુઃખદર્દ દૂર કરી, સૌને કલ્યાણમાગે, સંયમમાગે, ભક્તિમાર્ગે વાળવામાં સફળ થતા હતા. તેમનું એવું જ મહાન પાસું જ્ઞાનવિદ્યા–અભ્યાસ-સંશોધન-સંપાદનના સમર્થ ઉપાસક તરીકેનું પણ હતું. આ યુગમાં શાના રક્ષક અને ઉદ્ધારક તરીકે તેમણે જે શતભક્તિ કરી છે તેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. ધર્મસાધના તેમ જ વિદ્યોપાસનામાં પણ પૂજ્યશ્રી સમાનભાવ ધરાવતા હતા. પરિણામે દેશ-વિદેશના જૈન-જૈનેતર સમુદાયમાં સમાન ચાહના અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શક્યા હતા. તેમણે પદ્ધતિસરનું શિક્ષણ લીધું ન હોવા છતાં દાદાગુરુ આદર્શ પ્રમણપ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ અને વિદ્યામૂર્તિ ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજની છત્રછાયામાં અધ્યયનવૃત્તિને કેળવી શાસ્ત્રોદ્ધારમાં અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા. વેરવિખેર થયેલા પ્રાચીન જ્ઞાનભંડારના વ્યવસ્થાપક તરીકે જૈન આગમસૂત્ર, અન્ય શ્ર. પર
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૦
શાસનપ્રભાવ
શાસ્ત્રીય ગ્રંથા તથા બીજા અનેક ગ્રંથેના સંશોધક–સ ́પાદક—ઉદ્ધારક તરીકે દાયકાઓ સુધી કામગીરી કરી તે તેમને અમરતા બન્ને એટલી મહાન છે,
એવા એ મહાત્માનું વતન કપડવંજ, એ નગર પહેલેથી જ ધર્મના રંગે રંગાયેલુ છે. એમાં ભાગ્યે જ એવું ઘર હશે, જ્યાંથી કેઈ ભાઈ કે બહેન સંયમમાગે સ`ચ્યુ ન હાય ! કેટલાંક દૃષ્ટાંતે તે એવાં છે કે એક કુટુંબના બધા જ સભ્યોએ સયમ સ્વીકાર્ય હાય ! ભૂતકાળમાં ડોકિયું કરીએ તે, આગમસૂત્રેામાંનાં નવ અંગસૂત્રો પર વિશદ ટીકા રચનાર શ્રી અભયદેવસૂરિજી મહારાજની એ નિર્વાણભૂમિ છે. અને વમાનમાં નિહાળીએ તે, બે સમ આગમાદ્વારકાની જન્મભૂમિ છે એમાંના એક તે પૂ. આગનેદ્ધારક આચાર્ય શ્રીમદ્ વિજયસાગરાન દસૂરિજી મહારાજ અને ખીજાતે પૂ. આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, પૂ. શ્રી પુણ્યવિજયજીના જન્મ ૧૯૫૬ના કારતક સુદ પાંચમ ( એટલે કે જ્ઞાનપાંચમ / લાભપાંચમ )ને દિવસે થયેા હતે. પિતાનુ નામ ડાહ્યાભાઈ અને માતાનું નામ માણેકબહેન હતુ. માણેકબહેનને પાંચ સંતાન થયેલાં; તેમાંથી આ એક પુત્ર જ ઊછર્યા હતા. તેમનું સાંસારી નામ મણિલાલ હતુ. મણિલાલ ચાર-છ મહિનાના હતા ત્યારે મહેલ્લામાં લાગેલી આગમાંથી આબાદ રીતે ઊગરી ગયા હતા. પરંતુ, તેમનું જીવન કોઈ અપૂર્વ ઘટના માટે જ ઊગયુ હોય તેમ, ૨૭ વર્ષની વયે માણેકબહેન વિધવા થયાં. જીવનયાપન માટે વૈરાગ્ય જ સાથે। માર્ગ છે એમ માનતાં—સ્વીકારતાં માણેકબહેનને ૧૪ વર્ષના મણિલાલની ચિંતા વળગેલી હતી. પરંતુ કઇ ધન્ય પળે એમનામાં વિચાર અમકથા કે, પુત્રને પણ ધમય સયમપથે સાથે શા માટે ન લેવે ? છેવટે અનેએ દીક્ષા લેવાનું નક્કી કર્યુ. સ. ૧૯૬૫ના મહા વદ પાંચમને શુભ દિવસે છાણી મુકામે પૂ. મુનિવÖશ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા લીધી. મણિલાલ મુનિ શ્રી પુણ્યવિજયજી અન્યા. બે દિવસ પછી ધર્મ પરાયણ માતાએ પણ પાલીતાણા મુકામે દીક્ષા લીધી અને સાધ્વીશ્ર રત્નશ્રીજી મહારાજ તરીકે ૫૭-૫૮ વના સુદીર્ઘ સુયમપર્યાય પાછી ઈ. સ. ૧૯૬૬માં અમદાવાદ મુકામે સ્વર્ગવાસ પામ્યાં.
દીક્ષા ગ્રહણ કરીને મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ અભ્યાસનિમગ્ન બની ગયા. એમાં દાદાગુરુ અને ગુરુવર્ય શ્રીની વિદ્યાનિષ્ઠાનું તેજ ભળ્યું. પૂજ્યશ્રીના શાસ્ત્રથાને ઉદ્ધાર કરવાને રસ વધુ ને વધુ કેળવાતા ગયા. અન્ય પાસેથી માદન મેળવવામાં કઈ નાનપ નહી, પડિતવ શ્રી સુખલાલજીને પોતાના વિદ્યાગુરુ કહેવામાં ગૌરવ અનુભવતા. આગળ જતાં, પ્રાચીન લિપિએ અને પ્રતાને ઉકેલવામાં પારંગત થયા. પાઠાંતરે નોંધવાં, પાડાંતાના નિર્ણય કરવા, પ્રેસકાપી તૈયાર કરવી, સમગ્ર ગ્રંથનુ સુયેગ્ય સકલન–સ'પાદન કરવું, પ્રકાશને કરવાં – એ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવા લાગ્યા. જૈન ધર્મના સિદ્ધાંતેની સ્પષ્ટતા માટે અન્ય ધર્મગ્રથાના પણ ઊંડા અભ્યાસ કર્યાં. ઔદ્ધ ધમ અને હિંદુ ધર્મના મુખ્ય ગ્ર'થાનુ' ગહન અધ્યયન કર્યું". પરિણામે, પૂજ્યશ્રી ભારતવષઁની સ`સ્કૃતિ, વિદ્યા, કળા, સાહિત્ય આદિના પ્રકાંડ પંડિત બની રહ્યા. તદુપરાંત, તેઓ જૈન આગમેના અજોડ અને સમ જ્ઞાતા અન્યા. જૈનસાહિત્યના આ વિશાળ
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવ તે
ક્ષેત્રના અનેક પ્રવાહો અને આંતર પ્રવાહીને તલસ્પર્શી અને સર્વગ્રાહી અભ્યાસ કર્યો. તેઓશ્રીની આ જ્ઞાનાપાસના સત્યશેાધક, દુરાગ્રહમુક્ત, સારગ્રાહી અને નિર્ભેળ હતી. આવી તટસ્થ, તુલનાત્મક અને ઐતિહાસિક દૃષ્ટિથી તેઓશ્રીએ પોતાના ગુરુદેવ સાથે અને અન્ય! સાથે તેમ જ સ્વતંત્રપણે પણ, જૈનસાહિત્યના વિવિધ વિષયના પ્રાચીન સંખ્યાબંધ ગ્રંથેનું આધુનિક વૈજ્ઞાનિક સ ંશોધનપદ્ધતિ પ્રમાણે નમૂનેદાર સશોધન-સ ંપાદન કર્યું. પૂજ્યશ્રીના આ અગાધ જ્ઞાન અને અથાગ પુરુષા ને અલિ રૂપે વડાદરાના શ્રીસ ંઘે તેમને ‘ આગમપ્રભાકર 'નું સાક બિરુદ આપ્યું હતું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે હાથ ધરેલી મૂળ આગમાને પ્રકાશિત કરવાની મેાટી યોજના તેઓશ્રીના અને પડિત દલસુખભાઇ માલવીયાના સંપાદન નીચે આગળ વધી. તે ઉપરાંત, પૂજ્યશ્રીની પ્રતિષ્ઠા પ્રાચીન જ્ઞાનભંડારાના ઉદ્ધારક તરીકે પણ છે. તેઓશ્રીએ અવિરત પુરુષાર્થ કરીને લીંબડી, પાટણ, ખંભાત, છાણી, વડેદરા, અમદાવાદ, જેસલમેર, બીકાનેર, જોધપુર વગેરે સ્થળેાના સાનભડારોને વ્યવસ્થિત કરીને જીવતદાન આપ્યુ. આ ગ્રંથભંડારાનો ઉપયોગ સહેલાઇથી થઈ શકે તેવી વ્યવથા કરી. શીત થયેલાં આ વિરલ ગ્રંથાની સાચવણીની બાબતમાં તેઓશ્રી સિદ્ધહસ્ત કલાવિશારદ હતા, તેમ કહેવામાં અતિશયેક્તિ નથી. જેમ જ્ઞાનેપાસના કરતાં કરતાં અન્ય ધર્મ શાસ્ત્રામાં પારંગત બન્યા હતા, તેમ જ્ઞાનભડારાની વ્યવસ્થા કરતાં કરતાં પ્રાચીન ચિત્રકળા, લિપિશાસ્ત્ર, શિલ્પ, સ્થાપત્ય, સિક્કા, મૂર્તિએ આદિ વિષયક પુરાતત્ત્વશાસ્ત્રનું પણ વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યુ' હતુ. અને પ્રાચીન ગ્રંથ, ચિત્ર, શિલ્પ, સ્થાપત્યની મુલવણી કરવામાં નિપુણ બન્યા હતા. પૂજ્યશ્રીના સમગ્ર જીવનના સારરૂપે કહી શકાય કે પ્રાચીન ગ્રંથેાના ઉદ્ધાર માટે જ તેઓશ્રીએ અવતાર ધારણ કર્યું હતુ. સ. ૧૯૯૫માં સંઘયણીને ઉગ્ર વ્યાધિ થઈ આબ્યા ત્યારે પણ તેઓશ્રી તે અડગ નિશ્ચલતાથી સંશોધનકાર્ય માં વ્યસ્ત રહેતા. પાહેર વર્ષોંની વૃદ્ધાવસ્થાએ ‘ કથારત્નકા ' જેવા મહાગ્રંથનુ' અને ' નિશીથણ ' જેવા નિ ગ્રંથનુ અધ્યયન કરતા હતા. આ સ તેઓશ્રીની વિદ્યોપાસના અને ધમ સાધનાનાં ઉત્તમ ઉદાહરણા છે. જેસલમેરના જ્ઞાનભંડારોના ઉદ્ધાર માટે પૂજ્યશ્રીએ વેઠેલી વિપત્તિઓ અને સાળ મહિનાના અગાધ પુરુષાને વીસરાય તેમ નથી. તે સમયે અમદાવાદથી જેસલમેર જતાં વહેલી પરોઢે ૧૫-૧૭ ફૂટ નીચે પટકાઈ પડચા હતા. જેસલમેરની કામગીરીથી પ્રભાવિત થઈ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદજીએ · પ્રાકૃત ટેકસ્ટ્સ સેસાયટી 'ની સ્થાપના કરવામાં રસ લીધા હતા. દરમિયાન શેડ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ત્યાં ગયા હતા. તે પણ મહારાજશ્રીની આ પ્રવૃત્તિથી અત્યંત પ્રભાવિત થયા અને સને ૧૯૫૭માં અમદાવાદમાં તેમણે ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામ ંદિર ’ની સ્થાપના કરી, જે સંસ્થા આજે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે. એવી જ રીતે, પૂજ્યશ્રીની પ્રેરણાથી પાટણમાં સ’. ૧૯૯૫માં ‘શ્રી હેમચદ્રાચાય જૈન જ્ઞાનમંદિર 'ની સ્થાપના થઈ. આવી અસાધારણ જ્ઞાનેપાસનાના પરિણામ સ્વરૂપ ઇ. સ. ૧૯૫૯માં અમદાવાદમાં ચેાજાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષસ્થાને વરાયા હતા. ઈ. સ. ૧૯૬૧માં કાશ્મીરમાં મળેલી એલ ઇન્ડિયા આરિએન્ટલ કોન્ફરન્સમાં જૈન અને પ્રાકૃત સાહિત્ય વિભાગના પ્રમુખ નિમાયા હતા. પ્રાચીન શાસ્ત્રાનાં
2010_04
Page #4
--------------------------------------------------------------------------
________________ શાસનપ્રભાવક 412 વિષયમાં પીએચ.ડી.ની પરીક્ષક તરીકે પણ તેઓશ્રીની નિમણૂક થયેલી હતી. આમ, પૂજ્યશ્રી વિદ્યાસાધનાના બહુમુખી કેન્દ્ર સમા બની રહ્યા હતા. પિતાની આ જ્ઞાનરાશિને સૌ કેઈન સરળતાથી અને સમભાવથી લાભ મળી રહે તેની તેઓશ્રી ખેવના કરતા. આ કાર્યમાં પણતા કે દીનતા રાખતા નહીં. ઊલટું, કીર્તિની કામના કર્યા વગર અન્યને ઉપગી થવામાં સાર્થકતા સમજતા. તેમ છતાં એટલા જ વિનયી અને વિનમ્ર રહેતા. આગમ-પ્રકાશનના પ્રથમ ગ્રંથના પ્રકાશન સમયે પૂજ્યશ્રીએ વિનમ્રભાવે કહ્યું હતું : “આ આગમાં તૈયાર કરીએ છીએ તે વિદ્વાને તપાસે. તપાસીને તેમાં અલને હેય કે સંપાદનપદ્ધતિમાં દોષ હોય તે તેનું ભાન કરાવશે તે અમે રાજી થઈશું. સ્તુતિ કરનાર તે ઘણુ મળે છે, પરંતુ ત્રુટિ દેખાડનારા વિદ્વાને ઓછા મળે છે. હું ઈચ્છું છું કે કઈ ત્રુટિઓ બતાવે. અમે એ લક્ષમાં લઈ ભવિષ્ય થનારાં સંપાદનમાં એને ઉપયોગ કરીશું.” આવી અનન્ય વિનમ્રતા જવલ્લે જ જોવા મળે! પૂજ્યશ્રીના આ કાર્યની મહત્તા દર્શાવતાં પંડિતવર્ય શ્રી સુખલાલજીએ એક સ્થળે કહ્યું હતું: “મુનિશ્રી પુણ્યવિજયજીનું અત્યાર સુધીનું કામ ન કેવળ જેન–પરંપરા સાથે જ સંબંધ રાખે છે, અને ન કેવળ ભારતીય સંસ્કૃતિ સાથે જ સંબંધ ધરાવે છે, બલ્ક, માનવસંસ્કૃતિની દષ્ટિએ પણ અત્યંત ઉપયેગી છે. જ્યારે હું એ વાતને વિચાર કરું છું કે તેઓનું આ કાર્ય અનેક સંશોધક વિદ્વાને માટે અનેકમુખી સામગ્રી રજૂ કરે છે અને અનેક વિદ્વાનોના પરિશ્રમને બચાવે છે ત્યારે એમના પ્રત્યેની કૃતજ્ઞતાથી હૈયું ભરાઈ જાય છે. એવા એ આજીવન જ્ઞાનતપસ્વી, શ્રતશીલવારિધિ, આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ મુંબઈ મુકામે કાળધર્મ પામ્યા ત્યારે અગણિત માનવસમુદાયની આંખો આંસુથી છલકાઈ ઊઠી હતી. તેમની અંતિમ યાત્રામાં દેશ દેશથી માનવ સમુદાય ઊમટ્યો હતે. પૂજ્યશ્રીની અનેક ગુણાનુવાદ સભાએ શહેરે શહેરમાં થઈ હતી. રાનગરવા વટવૃક્ષ સમા એ મુનિવર્યને કેટિ કેટિ વંદન! (સંકલન : સને ૧૯૭૧ના “જૈનસાપ્તાહિક પત્રના અંકમાંથી સાભાર) સાડથી વધુ મુમુક્ષુઓના દીક્ષાદાતાઃ “જૈન સંસ્કૃતિરક્ષક સભાના સ્થાપક : 175 ઉપરાંત જિનમંદિરના જીર્ણોદ્ધારક : પોતાના સમગ્ર કુટુંબને સંયમમાર્ગે વાળનાર પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ સમગ્ર ભારતવર્ષ આઝાદી માટેના નારાઓથી ગુંજતું હતું ત્યારે જિનશાસનનાં કેટલાંક તીર્થસ્થાને આઝાદી અને આબાદીના પંથે લઈ જવામાં અગ્રણી એવા ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજને જન્મ થયો હતે. ઉત્તર ગુજરાતનું ગામ ઉનાવા, ઊંઝા પાસેનું મીરાંદાતાર. ત્યાં પિતા નહાલચંદ અને માતા ખુશીબહેનને ઘરે સં. ૧૯૫૭ના ભાદરવા સુદ ૭ને દિવસે એક 2010_04