SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણુભગવંતો ૪૦૯ જ્ઞાનવારિધિ ગુસ્વર્ય : તપોભૂતિ ધર્માત્મા : આગમપ્રભાકર પૂજ્ય મુનિવર શ્રી પુણ્યવિજયજી મહારાજ અહિંસાલક્ષી જીવનસાધના અને સત્યલક્ષી જ્ઞાનપાસના એ જ જીવનને સત્-ચિતઆનંદમય બનાવવાને ઉપાય છે. જે સાધના અહિ સમ અને કરુણાનું માર્ગદર્શન ન કરે તે સાચી જીવનસાધના નહીં; અને જે ઉપાસના જીવનના સત્ય પારખવાની-પામવાની શક્તિ ન આપે તે જ્ઞાને પાસના નહીં. પ્રાતઃસ્મરણીય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ આવા જ એક મહાન જીવનસાધક ધર્મ પુરુષ હતા. તેઓશ્રીનું જીવન ધર્મની સર્વ મંગલકારી ભાવનાઓથી સુરભિત અને જ્ઞાનની જ્યોતિથી પ્રકાશિત હતું. પૂજ્યશ્રીના પરિચયમાં આવનાર એક ક્ષણ તે વિમાસી રહેતા કે, આ મહાપુરુષની સાધના વધે કે વિદ્વત્તા વધે? અને બીજી જ ક્ષણે તેઓશ્રી સાધુતા અને વિદ્વત્તાની સમન્વયમૂર્તિ સમા મહાપુરુષ રૂપે છવાઈ જતા. શ્રી આગમપ્રભાકરજી મહારાજના યશજજવલ વ્યક્તિત્વને વિચાર કરીએ તે તેમનામાં દુર્વતિના ત્યાગ અને ગુણગ્રહણની તત્પરતાનાં દર્શન થાય છે. તેમણે જીવનમાંથી વૈર, હિંસા, નિંદા, ઈર્ષા, અહંકાર, મેહ, પ્રમાદ, દંભ આદિ દુર્ગણોને તિલાંજલિ આપી હતી, અને વિનય, વિવેક, વિનમ્રતા, મૈત્રી, કરુણા, પરમાર્થ, તપ, સાધના, જ્ઞાને પાસના, સચ્ચારિત્ર, વત્સલતા, સરળતા, સંયમ, તિતિક્ષા આદિ ગુણોની વીકૃતિ કરી હતી. એવા એ ગુણગવા સાધુવર તપ, જ્ઞાન અને કળાના ત્રિવેણી સંગમ સમાં હતા અને દર્શન માત્રથી પ્રસન્નતાના પ્રેરક હતા. પૂજ્યશ્રીના અંતરની વિશાળતા અને ઉદારતા મેટા મહેરામણનું સ્મરણ કરાવે એવી હતી. સૌ કેઈને અંતરના ઉમળકાથી આવકારતા. પૂજ્યશ્રી માટે કઈ પિતાનું કે પરાયું નહતું. તેઓશ્રી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ઊંડા જાણકાર હતા. માનવીને અને સમયને સારી રીતે ઓળખી જનારા વિચક્ષણ પુરુષ હતા. તેથી સર્વ સાધુ-સાધ્વીજી શ્રાવક-શ્રાવિકાઓના શિરછત્ર રૂપ બની રહેતા. તેઓશ્રીને કેઈ દિવસ સમુદાય, ગચ્છ, સંપ્રદાય, ધર્મ, સમાજ કે દેશનાં કઈ બંધને કે સીમાડાઓ નડડ્યાં ન હતાં. પરિણામે, અનેકેના વાત્સલ્યમૂર્તિ બનીને, તેમનાં દુઃખદર્દ દૂર કરી, સૌને કલ્યાણમાગે, સંયમમાગે, ભક્તિમાર્ગે વાળવામાં સફળ થતા હતા. તેમનું એવું જ મહાન પાસું જ્ઞાનવિદ્યા–અભ્યાસ-સંશોધન-સંપાદનના સમર્થ ઉપાસક તરીકેનું પણ હતું. આ યુગમાં શાના રક્ષક અને ઉદ્ધારક તરીકે તેમણે જે શતભક્તિ કરી છે તેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. ધર્મસાધના તેમ જ વિદ્યોપાસનામાં પણ પૂજ્યશ્રી સમાનભાવ ધરાવતા હતા. પરિણામે દેશ-વિદેશના જૈન-જૈનેતર સમુદાયમાં સમાન ચાહના અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શક્યા હતા. તેમણે પદ્ધતિસરનું શિક્ષણ લીધું ન હોવા છતાં દાદાગુરુ આદર્શ પ્રમણપ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ અને વિદ્યામૂર્તિ ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજની છત્રછાયામાં અધ્યયનવૃત્તિને કેળવી શાસ્ત્રોદ્ધારમાં અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા. વેરવિખેર થયેલા પ્રાચીન જ્ઞાનભંડારના વ્યવસ્થાપક તરીકે જૈન આગમસૂત્ર, અન્ય શ્ર. પર Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249107
Book TitlePunyavijayjimuni
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Story
File Size129 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy