Book Title: Punya sholak Vastupal na Jivan uper Ketlok Prakash
Author(s): Kaniyalal B Dave
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 5
________________ પુણ્યશ્લોક વસ્તુપાલના જીવન ઉપર કેટલાક પ્રકાશ : ૯૯ વસ્તુપાલ જૈનધર્મના ચુસ્ત ઉપાસક ભકત હોવા છતાં, તે સર્વ ધર્મ પ્રત્યે પ્રેમ અને માનની અપૂર્વ લાગણીઓ સેવતા. તે કાળમાં કદાચ જૈન અને માહેશ્વરીઓના સંઘર્ષો થતા હશે, પરંતુ સજજનો અને વિચારક જૈનજેતરોમાં ખાસ કરતા વર્તાતી નહિ હોય. આથી જ જૈનોની કન્યાઓ માહેશ્વરીઓમાં અને માહેશ્વરીઓની કન્યાઓ જેને સંપ્રદાયવાળા શ્રેષ્ઠીઓનાં ઘરમાં આપવા-લેવાની પ્રથા પરંપરાગત ચાલતી હોવાનું કેટલાંક પ્રબંધાત્મક સાધનો ઉપરથી જાણવા મળે છે. કેટલાંક કુટુંબોમાં તો એક ઘરમાં જૈન અને માહેશ્વરી સંપ્રદાયો જુદા જુદા ભાઈઓ પાળતા એમ શાહ આભડના ચરિત્ર ઉપરથી સમજાય છે. ૧૦ વસ્તુપાલ દરેક ધર્મ પ્રત્યે સદભાવ અને પ્રેમ રાખતા હતા. છતાં કેટલાક અસી માનવોને તે પસંદ નહિ હોય એમ પુરાતન પ્રબંધસંગ્રહના એક પ્રસંગ ઉપરથી જાણવા મળે છે.?? આ પ્રસંગ આ પ્રમાણે છે : “એક વખત મંત્રીકવરને ઘેર વિજયસેનસૂરિ ગયા. તે વખતે વસ્તુપાલ ઉપરના માળે કેટલાક વિદ્વાને સાથે સાહિત્યચર્ચા કરતા હતા. ઘરમાં તેમની માતાએ સૂરિજીનો સત્કાર કયાં અને વાંદ્યા, સૂરિજી ત્યાં થોડોક વખત બેઠા, પણ મંત્રીશ્વર વંદન કરવા આવ્યા નહિં તેથી તેમને હૃદયમાં ક્ષોભ થયો. વસ્તુપાલની માતાએ સૂરિજી આવ્યાના સમાચાર આપ્યા કે તુરત જ મંત્રીકવરે આવી વંદન કર્યું. સૂરિજી કાંઈ બોલ્યા નહિ તેથી વરતૃપાલને લાગ્યું કે, મુનિશ્રીને માઠું લાગ્યું છે. મંત્રીશ્વરે ફરીથી વંદન કરી સમાચાર પૂછગ્યા એટલે સૂરિજી હૃદયની સમગ્ર છા૫ રજૂ કરતાં બોલ્યા કે, હું આશરાજ જેવા ચુસ્ત જૈન શ્રેણીનું મકાન સમજી અહીં આવ્યો હતો, પણ મને કોઈ ઉશૃંખલ, મઘપીનું ઘર લાગ્યું. વસ્તુપાલે પૂછ્યું : શાથી? સૂરિજીએ કહ્યું: કેટલા સમયથી ઘરમાં આવ્યો હોવા છતાં, તમો વંઠ જનોથી વીંટળાઈ વાગ્વિલાસ કરવામાં નમસ્કાર કરવા પણ આવી શકતા નથી. વસ્તુપાલે ક્ષમા માગી, આથી સૂરિજીએ મિથ્યા વાગ્વિલાસ છોડી દેવા સૂચવ્યું.” આ હકીકત તત્કાલીન પ્રચલિત કેટલાક ચુસ્ત ધર્મવાદીઓની અસહિષ્ણુતા સૂચવે છે. પરંતુ વસ્તુપાલની પાસે જૈન તેમ જ જૈનેતર વિદ્વાનોનો મોટો સમૂહ તેના વિદ્યામંડળમાં હતો; જેમની સાથે તેઓ દરરોજ સાહિત્યગોષ્ટી કરતા અને સાથેસાથે શાસ્ત્રો , સાહિત્યક ગ્રંથોનું અવગાહન, તેમ જ નૂતન સર્જન-સંશોધન કરાવતા. લોકસમાજમાં પણ જૈન જૈનેતર પ્રત્યે સમભાવ રાખી દરેકના ઉત્સવો, યજ્ઞો અને ધર્મકાર્યોમાં એકરસ બની ભાગ લેતા. શંખપરાજય પછી ખંભાતના પરિજનોએ કરેલ વિજયોત્સવ, જે એકલ્લવીરામાતાજીના મંદિરમાં કર્યો હતો, તેનું ભાવવાહી વર્ણન કીતિકૌમુદીમાંથી મળે છે. તેમાં વસ્તુપાલે નગરજનો સાથે એકલવીરામાતાના દર્શને જઈ તે મહોત્સવ ભાવપૂર્વક ઉજવ્યો હોવાનું સુંદર વર્ણન છે. આમ મંત્રીશ્વર વસ્તુપાલ દરેક સંપ્રદાયના ઉત્સવોમાં રસપૂર્વક ભાગ લેતા હોવાના ઉલ્લેખો મળે છે એટલું જ નહિ, પણ તેઓ દરેક ધર્મવાળાને શક્ય તે મદદ કરતા હતા તેની નોંધ તેમના ચરિત્રાત્મક ગ્રંથોમાં લેવાઈ છે. જૈન ધર્મ પ્રત્યે તેમનો અપૂર્વ ભકિતભાવ હતો જ, પરંતુ અન્ય ધર્મો પ્રત્યે પણ તેમણે ખૂબ પ્રેમ અને રસ દાખવ્યો હોવાનું તેમના વિવિધ ધર્મકાર્યો સૂચવે છે. તેમની સર્વધર્મ પ્રત્યેની સમભાવના અને ઉદારતા માટે કવિવર સોમેશ્વરે જણાવ્યું છે કે, “નેમિ ભગવાનમાં અપૂર્વ ભક્તિભાવવાળા વસ્તુપાલે, શંકર અને કેશવનું ફક્ત પૂજન કર્યું નહતું, પણ જૈન છતાં વેદધર્મવાળાને પણ તે દાનનાં પાણુ આપે છે.”૧૩ આ સિવાય તેમણે કરેલ ધર્મકાર્યોની ૧૦ Kavyānusasana, 1st Ed.-Introduction. Page 228, By Rasiklal Parikh. પુરાતનપ્રબંધસંગ્રહ, પૃ. ૩૩. ૧૧ પુરાતનપ્રબંધસંગ્રહ, પૃ૦ ૫૫. ૧૨ કીર્તિકૌમુદી, સર્ગ ૬. १३ नानच भक्तिमान्नेमौ नेमी शंकरकेशवी। जैनोऽपि यः स वेदानां दानाम्भः कुरुते करे ॥ कीतिकौमुदी, सर्ग ४-४०. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7