Book Title: Punya sholak Vastupal na Jivan uper Ketlok Prakash
Author(s): Kaniyalal B Dave
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 4
________________ ૯૮ : શ્રી મહાવીર જન વિદ્યાલય સુવણમહોત્સવ પ્રસ્થ પોતાના વસ્તુપાલચરિતમાં વિસ્તારથી આપી છે તેમાંથી, અને આબુ ઉપર વસ્તુપાલે બંધાવેલ તેમના કીર્તિસ્તંભ જેવા ભવ્ય જિનાલય લૂણવસતિ પ્રસાદના શિલાલેખમાંથી, તેમનો વંશવિસ્તાર દરેકના નામ સાથે મળે છે; જેના આધારે તેમનાં કૌટુંબિક જનોનું વંશવૃક્ષ તૈયાર કરી શકાય તેમ છે. ઇતિહાસપ્રેમી શાંતમૂર્તિ સ્વ. જયંતવિજયજી મહારાજે “અબુંદ પ્રાચીન જૈન લેખ સંદોહ” નામક ગ્રંથમાં આવું એક વંશવૃક્ષ રજુ કર્યું છે. વસ્તુપાલને લણિગ, મલદેવ અને તેજપાળ નામે ત્રણ ભાઈઓ હતા. તે પૈકી લુણિગ બાલ્યાવસ્થામાં જ મરણ પામેલો. તેમને જદુ, માઉ, સાઉ, ધનદેવી, સોહગા, વજુકા અને પદ્મલદેવી નામે સાત બહેનો હતી. વસ્તુપાલના ભાઈ લુણિગ. તેની પત્ની લૂણદેવી. મલ્લદેવને બે સ્ત્રીઓ– લીલાદેવી તથા પ્રતાપદેવી–હોવાના ઉલ્લેખો મળે છે. વસ્તુપાલની પણ બે સ્ત્રીઓ, તે પૈકી એક લલિતાદેવી તથા બીજી વેજલદેવી યાને સોખકા જણાવી છે. લલિતાદેવીના પિતાનું નામ કાન્હડ અને માતાનું નામ રાણ. તેજપાલને બે પત્નીઓ : અનુપમાદેવી અને સુહડાદેવી. સુહાદેવીના પિતા પાટણના વતની મોટું વાણિયા ઝાલહણ. તેમની પત્ની આષા. અનુપમાના પિતા ચંદ્રાવતીનિવાસી ગાગાના પુત્ર ધરણીગ. તેમની ત્રી ત્રિભુવનદેવી. માલદેવને લીલાદેવીથી પુત્ર થયો તે પૂર્ણસિંહ. તેની પત્ની આહૂણદેવી. તેને પેથડ નામે પુત્ર હતો. માલદેવને બે પુત્રીઓ: સહજલદે અને સદમલદે. વસ્તુપાલને લલિતાદેવીથી જૈત્રસિંહ નામનો પુત્ર થયો, જે જયંતસિંહ તરીકે વિખ્યાત બન્યો. તેને ત્રણ સ્ત્રીઓ : જયતલદે, જમ્મણદે અને રૂપાંદે. ચૈત્રસિંહને પ્રતાપસિંહ નામે પુત્ર હતો. તેજપાલને અનુપમાદેવીથી પુત્ર થયો. તેનું નામ લૂણસિંહ કે લાવણ્યસિંહ. તેને બે સ્ત્રીઓ: રયણાદે અને લખમદે. આ લાવણ્યસિંહને રણાદેવીથી ગઉરેદે નામની પુત્રી હતી. તેજપાલને બીજી સ્ત્રી સુહડાદેવીથી સુહસિંહ નામનો પુત્ર હતો, જેને સુહડદે અને સલખણદે નામે પત્નીઓ હોવાનું જણાવ્યું છે. તેજપાલના પૌત્ર પેથડને વલાલદે નામક કન્યા હોવાની નોંધ મળે છે. શિલાલેખો અને સંસ્કૃત કાવ્યો સિવાય પાટણના કાલિકા માતાજીના મંદિરમાં બે સ્તંભો છે તે પૈકી એકમાં ચંડપ્રસાદસુત સોમ અને બીજામાં પૂનસિંહસુત આહણદેવીકુક્ષિભૂઃ પેથડના નામો કોતરેલ છે. આ બંને લેખો સંવત ૧૨૮૪માં લખાયા હોઈ તે વસ્તુપાલે બંધાવેલ કોઈ મહાપ્રસાદના હોવાનું સમજાય છે. આ પેથડ પછી તેના વંશની કોઈ હકીકત મળતી નથી, પરંતુ પાટણના પ્રાચીન ગોવર્ધનનાથજી–ગિરિધારીથી ઓળખાતા વૈષ્ણવોના મંદિરમાં યક્ષની એક સુંદર ધાતુપ્રતિમા છે. આ પ્રતિમાની પીઠિકામાં સંવત ૧૩૫રના કાર્તિક સુદ ૧૧ ગુવારનો એક પ્રતિમાલેખ કોતરેલ છે, જેમાં પેથડસુત સહકે આ મૂર્તિ કરાવ્યાનું સૂચવ્યું છે. આ લેખમાં પથડના પિતાનું નામ જણાવ્યું નથી, એટલે તે તેજપાલના પૌત્ર પેથડની હશે કે કેમ તે ચોક્કસ કહી શકાય નહિ. પરંતુ આ પ્રતિમાલેખ વસ્તુપાલના વંશજ પેથડને સમકાલીન હોવાથી તેજપાલના પૌત્ર પેથડે પોતાના ઘર-દેરાસરમાં પૂજવા આ પ્રતિમા કરાવી હોવાનું અનુમાન છે. વસ્તુપાલના પિતા, પિતામહ વગેરે ચૌલુક્યોના રાજકાળમાં મંત્રીઓ હોવાનું સંસ્કૃત કાવ્યોમાં જણાવ્યું છે, પરંતુ તે બધા કોઈ મહત્ત્વના સ્થાન ઉપર અધિકારી હતા કે કેમ તેના વિશે વિસ્તૃપાલની કાતિગાથા વર્ણવતા કોઈ કાવ્યમાંથી કે બીજા કોઈ એતિહાસિક ગ્રંથોમાંથી ઉલેખો મળતા નથી. આથી ચરિત્રનાયકનું મહત્વ રજૂ કરવા તત્કાલીન કવિવરોએ આવાં અલંકારિક વર્ણનો મૂક્યાં હોય તે સ્વાભાવિક છે. વસ્તુપાલના પિતા આશરાજે કુમારદેવી સાથે સંબંધ થતાં, પાટણ છોડી માંડળમાં નિવાસ કર્યો હોવાનું પાછળના ગ્રંથકારોએ નોંધ્યું છે. તે કાળમાં વાણિયા-બ્રાહ્મણ જેવા સમાજના ઉચ્ચ સ્તરમાં પુનવિવાહ કરવો તે એક મોટું કલંક ગણાતું. આથી જ આશરાજને સ્થળાંતર કરવાની ફરજ પડેલી. આમ તે યુગમાં નૈતિક ચારિત્ર્ય માટે સમાજમાં ઘણું જ કડક નિયમન પળાતું હશે એવું આ હકીકતથી જાણવા મળે છે. ૯ પ્રાચીન જૈન લેખ સંદાહ : આબુ, ભાગ ૨, ૫૦. ૪૦૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7