Book Title: Punya sholak Vastupal na Jivan uper Ketlok Prakash Author(s): Kaniyalal B Dave Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 7
________________ પુણ્યશ્લોક વસ્તુપાલના જીવન ઉપર કેટલાક પ્રકાશ H 101 પ્રતિમા પધરાવી. ધોળકામાં એક ધર્મશાળા બંધાવી. નીરીંદ્રા ગામે બોડા વાલિનાથનું મંદિર કરાવ્યું. ઉમાશવ અને બેદરકૂપમાં પ્રપા-પરબનાં મકાનો ઊભાં ક્ય. ખંભાતમાં ભીમેશ્વરદેવના મંદિર પાસે વટસાવિત્રીનું મંદિર બંધાવ્યું. કાસીંદ્રામાં અંબામાતાનું મંદિર કરાવ્યું. ભુવનપાલનું શિવમંદિર બંધાવ્યું, અને તેમાં દશે દિશાના દિકપાલોની પ્રતિષ્ઠા કરાવી. આ મંદિરના પટાંગણમાં એક દેવી મંદિર પણ બંધાવ્યું. અંકેવાલિયા ગામમાં મલદેવના શ્રેયાર્થે એક શિવમંદિર તથા પ્રપા-પરબ બંધાવી. વસાપથમાં ભવનાથને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, ઉપરાંત ક્ષેત્રપાલના મંદિરને કાલમેઘ તથા આશ્વિન મંડષો આ મહાપુરુષે બંધાવ્યા હતા. સ્વયંવર નામે એક ભવ્ય વાવ ખંભાતમાં બંધાવી, ત્યાં રાજગૃહ પાસે આરસની વૃષભંડપિકા, નંદિનો મંડપ બે માળયુકત સુવર્ણકલશોવાળો કરાવ્યો. ઔર અને રેવાના સંગમ પાસે કાલક્ષેત્રમાં રાણા વીરધવલના વીરેશ્વરનું મંદિર બંધાવ્યું. કુંભેશ્વરતીર્થમાં તપસ્વીઓ માટે સર્વસામગ્રીયુક્ત પાંચ મઠ બંધાવ્યા. ગાણેશર ગામમાં ગણેશ્વર દેવનો મંડપ, તેની આગળ તોરણ અને દરવાજો બંધાવ્યો. ખંભાત પાસે નગરા ગામમાં જ્યાદિત્યના મંદિરની અંદર રત્નાદેવીની પ્રતિમા પધરાવી. દ્વારિકાના યાત્રાળુઓ પાસેથી જે કર લેવામાં આવતો તે માફ કરાવ્યો. આ ઉપરાંત વસ્તુપાલ જ્યારે યાત્રાર્થે શત્રુંજય, ગિરનાર અને પ્રભાસ ગયેલા ત્યારે તેમણે સોમનાથનું પૂજન કરી પ્રિયમેલક તીર્થમાં સ્નાન તથા તુલાદાન કરી. બ્રાહ્મણોને સુવર્ણ તથા ઝવેરાતનાં દાનો આપ્યાની હકીકત વસંતવિલાસના કર્તા બાલચંદ્રસૂરિએ આપી છે. પ્રભાસના શૈવતીર્થને તેમણે દશ હજાર કમ્પોનું દાન આપ્યું હોવાનું ઉપદેશતરંગિણીકારે નોંધ્યું છે.૧૪ આ સિવાય પાટણમાં પણ તેમણે આવાં અનેક ધર્મકાર્યો કર્યો હશે એમ ચોક્કસ લાગે છે. ટૂંકમાં વસ્તુપાલે માટે કરોડો રૂપિયા ખર્ચ સતત દાનપ્રવાહ વહેવરાવ્યો હતો, તેવી જ રીતે જૈનતર ધમૉમાં પણ છૂટા હાથે પોતાની સલ્લમી વાપરી, સર્વધર્મ પ્રત્યેની સાર્વત્રિક ધર્મભાવના વ્યક્ત કરી હોવાનું સમજાય છે. પુરાતનપ્રબંધસંગ્રહમાં તેમની આવી સદ્ભાવના વ્યકત કરતાં જણાવ્યું છે કે, “વસ્તુપાલ બૌદ્ધોમાં બૌદ્ધ, વૈષ્ણવોમાં વિષ્ણુભક્ત, શિવોમાં શૈવ, યોગીઓમાં યોગસાધનવાળા, જૈનોમાં પૂર્ણજિનભક્ત એવા, સર્વ સવો-દેવોને પૂજનારા, સર્વ દેવો)ની સ્તુતિ કરે છે. 15 વસ્તુપાલના જાહેર જીવનની ચર્ચા કરતા સેંકડો પ્રબંધો, કાવ્યો અને રાસાઓ રચાયા છે. પરંતુ તેમના વૈયક્તિક જીવનમાં ડોકિયું કરતાં કેટલાક વિશિષ્ટ ગુણની પિછાન થાય છે એટલું જ નહિ, પણ તેમનું આદિવતન-ગામ, તેમના કુટુંબની વ્યક્તિવિશેષ વિચારણું અને અન્ય ધર્મો પ્રત્યેની સાર્વત્રિક સર્વધર્મ ભાવના–આ બધું આ નિબંધ દ્વારા યથાલભ્ય પ્રમાણે દ્વારા ચર્ચવાનો આછો ઘેરો પ્રયત્ન અહીં સાધ્યો છે; જોકે વિદ્વાને સાહિત્યકારોએ આ સંબંધી ખાસ વિવેચના કરી નથી, પરંતુ કેટલાંક તિહાસિક પ્રમાણોના આધારે તેમના જીવનનાં આ બધાં પાસાંઓને સ્પર્શ કરવાનું વિચાર્યું છે. 14 ઉપદેશતરંગણ, પૃ. 77. 15 થી વાતો વૈoviીર્વકકુમાર શી: વીવો વોnિfમારઃ . નૈનૈતાવીનોવેતિ કૃત્ય | સરવાષા: સૂયતે વસ્તુપ : 2 પુરાતનપ્રબંધસંગ્રહ, પૃ. 68. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7