Book Title: Punya sholak Vastupal na Jivan uper Ketlok Prakash
Author(s): Kaniyalal B Dave
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230164/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય બ્લેક વસ્તુપાલના જીવન ઉપર કેટ લોક પ્રકાશ કનૈયાલાલ ભાઈશંકર દવે ગજરાતના ઈતિહાસમાં વસ્તુપાલનું સ્થાન એક સાહિત્યરસિક, સંસ્કૃતના મહાવિદ્વાન, કુબેર અને કર્ણ જેવા દાનેશ્વરી તેમ જ મહાન વીરપુરુષ તરીકે ખૂબ જાણીતું બનેલું છે. તેમના જાહેર જીવનને રજૂ કરતાં સંખ્યાબંધ કાવ્યો, પ્રબંધો, રાસાઓ અને ચરિત્રો રચાયાં છે, જેના ઉપરથી તે એક પુણ્યશ્લોક મહાપુરુષ સાહિત્યચૂડામણિ નરપુંગવ હતા એમ સમજી શકાય. આ બધા ચરિત્રાત્મક ગ્રંથો, એક યા બીજી રીતે, તેમના અભિનવ ગુણોની પ્રશસ્તિ ગાય છે, કેટલાક પ્રબંધો અને રાસાઓ તેમના જીવનવૃત્તની અપૂર્વ હકીકતો રજુ કરે છેપરંતુ તેમના ખાનગી જીવનનાં કેટલાંક પાસાંઓને તેમાં સ્પર્શ કરાયો હોય તેમ જણાતું નથી. આના કારણમાં એમ કહી શકાય કે આ મહાપુરુષના જીવનની સામાન્ય હકીકતો રજૂ કરવાનું આ બધા વિદ્વાનોને યોગ્ય નહિ લાગ્યું હોય; અને તેથી જ તેમના જીવનનાં કેટલાંક વિધાનો હજુ અસ્પર્શ જ રહ્યાં છે. વસ્તુપાલના પિતા, પિતામહ વગેરે પાટણમાં રહેતા હોવાનું જણાવી, ચંડપ નામે મહાપુરુષથી તેના જીવનની શરૂઆત કરી છે. કીતિકામુદીમાં કવિવર સોમેશ્વરે તેમની કૌટુંબિક વૃત્તાંત રજૂ કરતાં, તે બધા ઉત્તરોત્તર ચાલયોના રાજકાલ દરમિયાન કોઈ રાજકીય હોદા ધરાવતા હોવાનું સૂચવી, બધાને મંત્રી તરીકે સંબોધ્યા છે. સોમેશ્વર જેવો વસ્તુપાલનો પરમ મિત્ર અને વિદ્વાન કવિ તેના જીવનવૃત્તની જે જે હકીકતો નિરૂપે રજૂ કરે તે બધી પ્રામાણિત જ હોય તેમાં શંક રાખવાનું કારણ નથી. એટલે વસ્તુપાલના પૂર્વજો અણહિલપુરમાં રહેતા હતા એમ તે કાવ્યના કથન ઉપરથી સમજી શકાય. જયારે જિનહર્ષના વસ્તુપાલચરિત્રમાં વસ્તુપાલને તેના પિતા આશરાજ સાથે સંવાલક ગામમાં રહેતા હોવાનું સૂચવ્યું છે. વસ્તુપાલનું ચરિત્ર આલેખતા બધા ગ્રંથોમાં જિનહર્ષની આ ગ્રંથ વિગતવાર જીવનકથા ૧ કીર્તિકૌમુદી, સર્ગ ૩, શ્લોક પથી ૧૬. ૨ જિનહર્ષનું વસ્તુપાલચરિત, સર્ગ ૧, Page #2 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ રજૂ કરતો એક વિશિષ્ટ ચરિત્રાત્મક ગ્રંથ છે. જોકે તે વસ્તુપાલના અવસાન બાદ બે સૈકા પછી રચાયો હોવા છતાં, તેના ચરિત્રની જે કેટલીક અવનવી હકીકતો રજૂ કરે છે તે બીજા કોઈ ગ્રંથકારે સંગ્રહી નથી. ડૉ. ભોગીલાલ સાંડેસરાના શબ્દોમાં કહીએ તો, વરતુપાલના જીવન અને કાર્યને લગતા પોતાના સમયમાં ઉપલબ્ધ એવાં તમામ ઐતિહાસિક સાધનોનો જિન ઉપયોગ કર્યો હતો એમ જણાય છે. એટલે તેના આ કથન ઉપરથી વસ્તુપાલના પિતા અશ્વરાજ–આશરાજ સંહાલકમાં રહેતા હોવાનું કહી શકાય. જોકે આ ગામ ચૌલુક્યો તરફથી અશ્વરાજને, એની સેવાઓના બદલામાં, ભેટ તરીકે મળેલું એમ જિનહર્ષે નોંધ્યું છે. આ હકીકત ઉપરથી એટલું તો સ્પષ્ટ સમજી શકાય છે કે, તેના પિતા સંહાલક ગામમાં રહેતા હતા. જે આ ગામ પરંપરાગત વસ્તુપાલના પિતાને ઈનામમાં મળ્યું હતું તો પિતાના મરણ બાદ તે બધા પોતાની માતા સાથે માંડળમાં શા કારણથી ગયા? તે વખતે આ ગામ તત્કાલીન રાજેન્દ્ર પાછું લઈ લીધું કે કાયમ રાખ્યું હતું એવો પ્રશ્ન પણ ઉદ્ભવી શકે છે. આ હકીકતનો કોઈ પણ ખુલાસો તેમના ચરિત્રાત્મક ગ્રંથોમાંથી મળતો નથી એટલું જ નહિ, પણ આ ઍહાલક ગામ કયાં આવ્યું તે પણ જાણવા સાધન નથી. વસ્તુપાલ-તેજપાલના એક પ્રાચીન પ્રબંધમાં વસ્તુપાલના પિતા આશરાજ માલસમુદ્રમાં વસ્ત્ર-કાપડની દુકાન ચલાવતા હતા એવો ઉલ્લેખ મળે છે. જોકે આ ગ્રંથ ઘણો મોડો, આશરે ચારસોપાંચસો વર્ષ પછી, લખાયો છે, પરંતુ પ્રાચીન પ્રબંધકારી તેમ જ રાસાના કવિઓ, લોકસમાજમાં પ્રચલિત હકીકતોને ખાસ પોતાના કાવ્યમાં સંગ્રહી લેતા તેથી, આ હકીકતમાં પણ કાંઈક તથ્ય હશે એવું અનુમાન કરવાને અવકાશ રહે છે. આ “માલસમુદ્ર ” તે પાટણ નજદીક આશરે ૮થી ૧૦ માઈલ દૂર અડિયા પાસેનું હાલનું માલસંદ નામથી ઓળખાતું ગામ છે. સોમેશ્વર વગેરે સમકાલીન કવિઓએ વસ્તુપાલને પાટણના વતની જણાવી, તેમના પૂર્વજોને ચૌલુક્યોના કોઈ ખાતાના મંત્રી તરીકે જણાવ્યા છે તેમાં કેટલોક સત્યાંશ હશે, પરંતુ તેમના પૂર્વજે પાટણમાં કોઈ ગામડામાંથી આવી રહ્યા હોય તેમ લાગે છે. જોકે આ સંબંધમાં તે બધા સાહિત્યકારોએ મૌન સેવ્યું છે, પણ સમાજમાં પ્રચલિત તેમના આદિ વતન માટેની માન્યતા તેઓ ગામડાના નિવાસી હતા એમ સાબિત કરે છે. આથી જ કોઈમાં સ્હાલકના કે કોઈમાં માલસમદ્રના ઉલ્લેખો મળે છે. આ બેમાંથી તેમનું મૂળ નામ કર્યું હશે એવો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય. તેના માટે એવું બને કે, પોતાના મૂળ ગામ સ્હાલકમાં વ્યાપાર બરાબર ચાલતો ન હોય તો આજુબાજુના કોઈ મોટા ગામમાં–માલસમુદ્રમાં તે વ્યાપાર અર્થે રહેતા હોય. આ એક અનુમાન છે. પ્રાચીન કાળમાં માલસમુદ્ર (હાલનું માલસુંદ ગામ) એક મોટું સારી એવી વસતિ ધરાવતું ગામ હતું, જ્યાં જૈનોની પણ મોટી વસતિ હતી એમ કેટલાક ગ્રંથોની પુસ્તક-પ્રશસ્તિઓ ઉપરથી જાણી શકાય છે. આથી ઉપર્યુક્ત સંહાલક ગામ માલસમદ્ર-માલસંદ પાસે હોવાનો તર્ક કરી શકાય છે. આ માલસુંદ ગામ હારીજ તાલુકામાં અડિયા ગામ પાસે આવેલું છે, પરંતુ તેની આજુબાજુ કોઈ સંહાલક નામનું ગામ નથી. અયિા નજદીક આવેલ સવાળા ગામ કદાચ પ્રાચીન સંહાલક હોય તેવું મારું અનુમાન છે. આજે આ ગામ સેવા-સવાળાથી જાણીતું છે. માલસુંદથી ફક્ત પાંચછ માઈલ દૂર આ સવાળા ગામ વસ્તુપાલના પૂર્વજોનું સંહાલક હોય એમ માનવા પ્રેરે છે. આ ગામમાં વસ્તુપાલે જૈન મંદિર બંધાવ્યું હતું એમ મલધારી નરેન્દ્રપ્રભસૂરિવિરચિત એક પ્રશસ્તિમાં નોંધ્યું છે, જેના આધારે પણ આ ગામ તેમના ૩ મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ, તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો, પૃ. ૩૫, લેખક શ્રી ભોગીલાલ જે. સાંડેસરા. ૪ જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, સને ૧૯૧૫ વિશેષાંકમાં “તપાગચ્છ પટ્ટાવલીમાં વસ્તુપાલચરિત્ર”. ५/१ स्थापयन् सिंहुलग्राममण्डने जिनवेश्मनि । यः श्रीवीरजिनं विश्वप्रमोदमदजीवयत् ॥ ४७ ।। નરેદ્રપ્રભસૂરિકૃત વસ્તુપાલપ્રશરિત, વસ્તુપાલ પ્રશસ્તિ સંગ્રહ, ૫૦ ૨૬, Page #3 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશ્લોક વસ્તુપાલના જીવન ઉપર કેટલાક પ્રકાશ : ૯૭ પૂર્વજોનું આદિ વતન હશે એમ માનવા કારણ છે. આ ગામમાં પ્રાચીન છે, અને તેની ચારે બાજુ આજે દેખાતા ઊંચા ટેકરા તે પૂર્વકાળનું હશે એવી પ્રતીતિ આપે છે. વસ્તુપાલ જેવા મહાપુરુષ, મંત્રીશ્વર અને દાનવીર વિદ્વાનનાં પ્રશંસાત્મક કાવ્યોમાં, સમકાલીન વિદ્વાનો, તેમના પૂર્વજો ગામડાના રહેવાસી હતા એવી સુક હકીકત ન જ નોંધે એ સ્વાભાવિક છે. - આ સિવાય બીજાં પણ કેટલાંક પ્રમાણે એવાં મળે છે, જે વસ્તુપાલનું મુખ્ય વતન ગામડામાં હતું એ હકીકતને પુષ્ટિ આપે છે. વસ્તુપાલનું મૂળ વતન સુહાલક ગામ હતું એમ માનીએ તો તેમના બીજા કુટુંબીજનો અને સગાસંબંધીઓ પણ ત્યાં રહેતા હશે એમ માનવામાં વાંધો આવતો નથી. વસ્તુપાલનો પુત્ર જૈત્રસિંહ યાને જયંતસિંહ હતો, જેની નોંધ સોમેશ્વરે કીર્તિકૌમુદીમાં લીધી છે. આ જૈત્રસિંહને ત્રણ સ્ત્રીઓ હતી એમ આબુ ઉપર આવેલા લૂણસહિના લેખ ઉપરથી જાણવા મળે છે. આ સિવાય આ મંદિરની હસ્તિશાળામાં વસ્તુપાળના કુટુંબીજનોની જે મૂર્તિઓ છે તેમાં જૈત્રસિંહની સાથે તેની ત્રણે પત્નીની મૂર્તિઓ પણ બેસારેલી છે, જેનાં અનુક્રમે જયતલદેવી, જમ્મણદેવી અને રૂપાદેવી નામો તેની નીચે કોતર્યો છે. જયંતસિંહની ત્રણ પત્નીઓના શ્રેયાર્થે મંદિરમાં દેવકુલિકાઓ બનાવી છે, જેના શિલાલેખમાંથી જયંતસિંહ–જૈત્રસિંહની પત્નીઓનાં જયતલદેવી, સુહાદેવી અને રૂપાદેવી નામો મળ્યાં છે, પણ જમ્મણદેવીનું નામ મળતું નથી. આથી જમણુદેવીનું અપર નામ સુહાદેવી હશે એમ લાગે છે. વસ્તુપાલના પ્રાચીન વતન સુહાલકની યાને સવાળાની આજુબાજુ જે ગામો આવેલાં છે તે પૈકી કેટલાંક ગામોનાં નામ ધ્યાન ખેંચે તેવાં છે. આમાંના જમણપુર, રૂપપુર, ચંદ્રોન્માનપુર વગેરે નામો વસ્તુપાળનાં કુટુંબીજનોનાં નામ સાથે કેટલુંક સામ્ય સૂચવે છે. જેમકે જમ્મણદેવી ઉપરથી જમ્મણપુર, રૂપાદેવીના નામ ઉપરથી રૂપપુર અને વસ્તુપાલના આદિ પુરુષ ચંડપ કે ચંદ્રપ્રસાદના નામ ઉપરથી ચંદ્રોન્માનપુર. આથી એમ સમજી શકાય છે કે વસ્તુપાલે કે તેના વંશજોએ, પોતાના કૌટુંબિક વ્યક્તિઓના સ્મરણાર્થે, નવાં ગામો વસાવી આ નામો રાખ્યાં હોય. આ પૈકીનું ચંદ્રોન્માનપુર તે જ હાલનું ચંદ્રભાણું ગામ સંહાલક કે સવાળાથી ફક્ત બેત્રણ ગાઉ દૂર આવેલ છે; જ્યારે જમ્મણપુર અને રૂપપુર સવાળાથી પાંચછ ગાઉના ફેરમાં આવેલ હોઈ, તે પણ નજદીકમાં જ ગણી શકાય. આ lણે વસાવ્યાં, તેમ જ તેનો આવાં નામો કોણે રાખ્યો, તેનો સીધેસીધો કોઈ ઐતિહાસિક પુરાવો મળતો નથી, પરંતુ તત્કાલીન સમાજવ્યવસ્થા અને પ્રાચીન પરંપરાને અનુલક્ષી આવું અનુમાન રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. મધ્યકાળમાં સમાજના અગ્રગણ્ય મહાજનો, રાજપુરુષો અને રાજાઓ પોતાની પ્રતિષ્ઠા અને સ્મારકો રચવા વાવ, કૂવા, તલાવ, ગામ, મંદિરો, મહોલ્લા વગેરેને આવાં નામો આપી, તેમની કીતિ સ્થિર-પ્રતિષ્ઠિત કરતા હતા. આ જ વસ્તુને લક્ષમાં લઈ ઉપર્યુક્ત અનુમાન કર્યું છે, જે યોગ્ય સ્થાને અને સમયાનુરૂપ છે. આમ વસ્તુપાલના પૂર્વજોનું આદિસ્થાન પાટણ તાલુકાના નાના ગામડામાં હતું, જ્યાંથી તેઓ પોતાની વિદ્વતા, દાનશરતા અને પરાક્રમ તેમ જ વ્યવહારકુશળતાને લઈ ચૌલુક્યોના રાજયકાળે સારા હોદ્દાઓ પ્રાપ્ત કરી, પાટણમાં આવી વસેલા તેમ જ સારું સ્થાન પ્રાપ્ત કરીને પોતાની સર્વોદય સાધ્યો. બીજી વાત તેમના કૌટુંબિક જીવનની છે. તેમના પૂર્વજોનાં નામ કીર્તિકોમુદી, સુરથોત્સવ, સુકૃતસંકીર્તન, વસંતવિલાસ વગેરે કાવ્યગ્રંથોમાંથી મળે છે. પરંતુ તેમના કુટુંબની વિશેષ હકીકત જિનહ ૧/૨ કીર્તિકૌમુદી, સર્ગ ૩ શ્લો૦ ૪૦થી ૫૦. ૬ અબુંદ પ્રાચીન જૈન લેખ સંદોહ. લેખ નં૦ ૩૬૮, ૩૭૦, ૩૭ર. ૭ ઍજન. હસ્તિશાળાના લેખો નં. ૩૨૦. ૮ જુઓ દેવકુલિકાઓ નં. ૪૫, ૪૬, ૪૭ના શિલાલેખો. સુ ગ્રહ ૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૯૮ : શ્રી મહાવીર જન વિદ્યાલય સુવણમહોત્સવ પ્રસ્થ પોતાના વસ્તુપાલચરિતમાં વિસ્તારથી આપી છે તેમાંથી, અને આબુ ઉપર વસ્તુપાલે બંધાવેલ તેમના કીર્તિસ્તંભ જેવા ભવ્ય જિનાલય લૂણવસતિ પ્રસાદના શિલાલેખમાંથી, તેમનો વંશવિસ્તાર દરેકના નામ સાથે મળે છે; જેના આધારે તેમનાં કૌટુંબિક જનોનું વંશવૃક્ષ તૈયાર કરી શકાય તેમ છે. ઇતિહાસપ્રેમી શાંતમૂર્તિ સ્વ. જયંતવિજયજી મહારાજે “અબુંદ પ્રાચીન જૈન લેખ સંદોહ” નામક ગ્રંથમાં આવું એક વંશવૃક્ષ રજુ કર્યું છે. વસ્તુપાલને લણિગ, મલદેવ અને તેજપાળ નામે ત્રણ ભાઈઓ હતા. તે પૈકી લુણિગ બાલ્યાવસ્થામાં જ મરણ પામેલો. તેમને જદુ, માઉ, સાઉ, ધનદેવી, સોહગા, વજુકા અને પદ્મલદેવી નામે સાત બહેનો હતી. વસ્તુપાલના ભાઈ લુણિગ. તેની પત્ની લૂણદેવી. મલ્લદેવને બે સ્ત્રીઓ– લીલાદેવી તથા પ્રતાપદેવી–હોવાના ઉલ્લેખો મળે છે. વસ્તુપાલની પણ બે સ્ત્રીઓ, તે પૈકી એક લલિતાદેવી તથા બીજી વેજલદેવી યાને સોખકા જણાવી છે. લલિતાદેવીના પિતાનું નામ કાન્હડ અને માતાનું નામ રાણ. તેજપાલને બે પત્નીઓ : અનુપમાદેવી અને સુહડાદેવી. સુહાદેવીના પિતા પાટણના વતની મોટું વાણિયા ઝાલહણ. તેમની પત્ની આષા. અનુપમાના પિતા ચંદ્રાવતીનિવાસી ગાગાના પુત્ર ધરણીગ. તેમની ત્રી ત્રિભુવનદેવી. માલદેવને લીલાદેવીથી પુત્ર થયો તે પૂર્ણસિંહ. તેની પત્ની આહૂણદેવી. તેને પેથડ નામે પુત્ર હતો. માલદેવને બે પુત્રીઓ: સહજલદે અને સદમલદે. વસ્તુપાલને લલિતાદેવીથી જૈત્રસિંહ નામનો પુત્ર થયો, જે જયંતસિંહ તરીકે વિખ્યાત બન્યો. તેને ત્રણ સ્ત્રીઓ : જયતલદે, જમ્મણદે અને રૂપાંદે. ચૈત્રસિંહને પ્રતાપસિંહ નામે પુત્ર હતો. તેજપાલને અનુપમાદેવીથી પુત્ર થયો. તેનું નામ લૂણસિંહ કે લાવણ્યસિંહ. તેને બે સ્ત્રીઓ: રયણાદે અને લખમદે. આ લાવણ્યસિંહને રણાદેવીથી ગઉરેદે નામની પુત્રી હતી. તેજપાલને બીજી સ્ત્રી સુહડાદેવીથી સુહસિંહ નામનો પુત્ર હતો, જેને સુહડદે અને સલખણદે નામે પત્નીઓ હોવાનું જણાવ્યું છે. તેજપાલના પૌત્ર પેથડને વલાલદે નામક કન્યા હોવાની નોંધ મળે છે. શિલાલેખો અને સંસ્કૃત કાવ્યો સિવાય પાટણના કાલિકા માતાજીના મંદિરમાં બે સ્તંભો છે તે પૈકી એકમાં ચંડપ્રસાદસુત સોમ અને બીજામાં પૂનસિંહસુત આહણદેવીકુક્ષિભૂઃ પેથડના નામો કોતરેલ છે. આ બંને લેખો સંવત ૧૨૮૪માં લખાયા હોઈ તે વસ્તુપાલે બંધાવેલ કોઈ મહાપ્રસાદના હોવાનું સમજાય છે. આ પેથડ પછી તેના વંશની કોઈ હકીકત મળતી નથી, પરંતુ પાટણના પ્રાચીન ગોવર્ધનનાથજી–ગિરિધારીથી ઓળખાતા વૈષ્ણવોના મંદિરમાં યક્ષની એક સુંદર ધાતુપ્રતિમા છે. આ પ્રતિમાની પીઠિકામાં સંવત ૧૩૫રના કાર્તિક સુદ ૧૧ ગુવારનો એક પ્રતિમાલેખ કોતરેલ છે, જેમાં પેથડસુત સહકે આ મૂર્તિ કરાવ્યાનું સૂચવ્યું છે. આ લેખમાં પથડના પિતાનું નામ જણાવ્યું નથી, એટલે તે તેજપાલના પૌત્ર પેથડની હશે કે કેમ તે ચોક્કસ કહી શકાય નહિ. પરંતુ આ પ્રતિમાલેખ વસ્તુપાલના વંશજ પેથડને સમકાલીન હોવાથી તેજપાલના પૌત્ર પેથડે પોતાના ઘર-દેરાસરમાં પૂજવા આ પ્રતિમા કરાવી હોવાનું અનુમાન છે. વસ્તુપાલના પિતા, પિતામહ વગેરે ચૌલુક્યોના રાજકાળમાં મંત્રીઓ હોવાનું સંસ્કૃત કાવ્યોમાં જણાવ્યું છે, પરંતુ તે બધા કોઈ મહત્ત્વના સ્થાન ઉપર અધિકારી હતા કે કેમ તેના વિશે વિસ્તૃપાલની કાતિગાથા વર્ણવતા કોઈ કાવ્યમાંથી કે બીજા કોઈ એતિહાસિક ગ્રંથોમાંથી ઉલેખો મળતા નથી. આથી ચરિત્રનાયકનું મહત્વ રજૂ કરવા તત્કાલીન કવિવરોએ આવાં અલંકારિક વર્ણનો મૂક્યાં હોય તે સ્વાભાવિક છે. વસ્તુપાલના પિતા આશરાજે કુમારદેવી સાથે સંબંધ થતાં, પાટણ છોડી માંડળમાં નિવાસ કર્યો હોવાનું પાછળના ગ્રંથકારોએ નોંધ્યું છે. તે કાળમાં વાણિયા-બ્રાહ્મણ જેવા સમાજના ઉચ્ચ સ્તરમાં પુનવિવાહ કરવો તે એક મોટું કલંક ગણાતું. આથી જ આશરાજને સ્થળાંતર કરવાની ફરજ પડેલી. આમ તે યુગમાં નૈતિક ચારિત્ર્ય માટે સમાજમાં ઘણું જ કડક નિયમન પળાતું હશે એવું આ હકીકતથી જાણવા મળે છે. ૯ પ્રાચીન જૈન લેખ સંદાહ : આબુ, ભાગ ૨, ૫૦. ૪૦૧. Page #5 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશ્લોક વસ્તુપાલના જીવન ઉપર કેટલાક પ્રકાશ : ૯૯ વસ્તુપાલ જૈનધર્મના ચુસ્ત ઉપાસક ભકત હોવા છતાં, તે સર્વ ધર્મ પ્રત્યે પ્રેમ અને માનની અપૂર્વ લાગણીઓ સેવતા. તે કાળમાં કદાચ જૈન અને માહેશ્વરીઓના સંઘર્ષો થતા હશે, પરંતુ સજજનો અને વિચારક જૈનજેતરોમાં ખાસ કરતા વર્તાતી નહિ હોય. આથી જ જૈનોની કન્યાઓ માહેશ્વરીઓમાં અને માહેશ્વરીઓની કન્યાઓ જેને સંપ્રદાયવાળા શ્રેષ્ઠીઓનાં ઘરમાં આપવા-લેવાની પ્રથા પરંપરાગત ચાલતી હોવાનું કેટલાંક પ્રબંધાત્મક સાધનો ઉપરથી જાણવા મળે છે. કેટલાંક કુટુંબોમાં તો એક ઘરમાં જૈન અને માહેશ્વરી સંપ્રદાયો જુદા જુદા ભાઈઓ પાળતા એમ શાહ આભડના ચરિત્ર ઉપરથી સમજાય છે. ૧૦ વસ્તુપાલ દરેક ધર્મ પ્રત્યે સદભાવ અને પ્રેમ રાખતા હતા. છતાં કેટલાક અસી માનવોને તે પસંદ નહિ હોય એમ પુરાતન પ્રબંધસંગ્રહના એક પ્રસંગ ઉપરથી જાણવા મળે છે.?? આ પ્રસંગ આ પ્રમાણે છે : “એક વખત મંત્રીકવરને ઘેર વિજયસેનસૂરિ ગયા. તે વખતે વસ્તુપાલ ઉપરના માળે કેટલાક વિદ્વાને સાથે સાહિત્યચર્ચા કરતા હતા. ઘરમાં તેમની માતાએ સૂરિજીનો સત્કાર કયાં અને વાંદ્યા, સૂરિજી ત્યાં થોડોક વખત બેઠા, પણ મંત્રીશ્વર વંદન કરવા આવ્યા નહિં તેથી તેમને હૃદયમાં ક્ષોભ થયો. વસ્તુપાલની માતાએ સૂરિજી આવ્યાના સમાચાર આપ્યા કે તુરત જ મંત્રીકવરે આવી વંદન કર્યું. સૂરિજી કાંઈ બોલ્યા નહિ તેથી વરતૃપાલને લાગ્યું કે, મુનિશ્રીને માઠું લાગ્યું છે. મંત્રીશ્વરે ફરીથી વંદન કરી સમાચાર પૂછગ્યા એટલે સૂરિજી હૃદયની સમગ્ર છા૫ રજૂ કરતાં બોલ્યા કે, હું આશરાજ જેવા ચુસ્ત જૈન શ્રેણીનું મકાન સમજી અહીં આવ્યો હતો, પણ મને કોઈ ઉશૃંખલ, મઘપીનું ઘર લાગ્યું. વસ્તુપાલે પૂછ્યું : શાથી? સૂરિજીએ કહ્યું: કેટલા સમયથી ઘરમાં આવ્યો હોવા છતાં, તમો વંઠ જનોથી વીંટળાઈ વાગ્વિલાસ કરવામાં નમસ્કાર કરવા પણ આવી શકતા નથી. વસ્તુપાલે ક્ષમા માગી, આથી સૂરિજીએ મિથ્યા વાગ્વિલાસ છોડી દેવા સૂચવ્યું.” આ હકીકત તત્કાલીન પ્રચલિત કેટલાક ચુસ્ત ધર્મવાદીઓની અસહિષ્ણુતા સૂચવે છે. પરંતુ વસ્તુપાલની પાસે જૈન તેમ જ જૈનેતર વિદ્વાનોનો મોટો સમૂહ તેના વિદ્યામંડળમાં હતો; જેમની સાથે તેઓ દરરોજ સાહિત્યગોષ્ટી કરતા અને સાથેસાથે શાસ્ત્રો , સાહિત્યક ગ્રંથોનું અવગાહન, તેમ જ નૂતન સર્જન-સંશોધન કરાવતા. લોકસમાજમાં પણ જૈન જૈનેતર પ્રત્યે સમભાવ રાખી દરેકના ઉત્સવો, યજ્ઞો અને ધર્મકાર્યોમાં એકરસ બની ભાગ લેતા. શંખપરાજય પછી ખંભાતના પરિજનોએ કરેલ વિજયોત્સવ, જે એકલ્લવીરામાતાજીના મંદિરમાં કર્યો હતો, તેનું ભાવવાહી વર્ણન કીતિકૌમુદીમાંથી મળે છે. તેમાં વસ્તુપાલે નગરજનો સાથે એકલવીરામાતાના દર્શને જઈ તે મહોત્સવ ભાવપૂર્વક ઉજવ્યો હોવાનું સુંદર વર્ણન છે. આમ મંત્રીશ્વર વસ્તુપાલ દરેક સંપ્રદાયના ઉત્સવોમાં રસપૂર્વક ભાગ લેતા હોવાના ઉલ્લેખો મળે છે એટલું જ નહિ, પણ તેઓ દરેક ધર્મવાળાને શક્ય તે મદદ કરતા હતા તેની નોંધ તેમના ચરિત્રાત્મક ગ્રંથોમાં લેવાઈ છે. જૈન ધર્મ પ્રત્યે તેમનો અપૂર્વ ભકિતભાવ હતો જ, પરંતુ અન્ય ધર્મો પ્રત્યે પણ તેમણે ખૂબ પ્રેમ અને રસ દાખવ્યો હોવાનું તેમના વિવિધ ધર્મકાર્યો સૂચવે છે. તેમની સર્વધર્મ પ્રત્યેની સમભાવના અને ઉદારતા માટે કવિવર સોમેશ્વરે જણાવ્યું છે કે, “નેમિ ભગવાનમાં અપૂર્વ ભક્તિભાવવાળા વસ્તુપાલે, શંકર અને કેશવનું ફક્ત પૂજન કર્યું નહતું, પણ જૈન છતાં વેદધર્મવાળાને પણ તે દાનનાં પાણુ આપે છે.”૧૩ આ સિવાય તેમણે કરેલ ધર્મકાર્યોની ૧૦ Kavyānusasana, 1st Ed.-Introduction. Page 228, By Rasiklal Parikh. પુરાતનપ્રબંધસંગ્રહ, પૃ. ૩૩. ૧૧ પુરાતનપ્રબંધસંગ્રહ, પૃ૦ ૫૫. ૧૨ કીર્તિકૌમુદી, સર્ગ ૬. १३ नानच भक्तिमान्नेमौ नेमी शंकरकेशवी। जैनोऽपि यः स वेदानां दानाम्भः कुरुते करे ॥ कीतिकौमुदी, सर्ग ४-४०. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ સૂચિ ઉપરથી પણ તે હકીક્તને પુષ્ટિ મળે છે, જેની યથાલભ્ય નોંધ અત્રે રજૂ કરવામાં આવી છે. જૈનસંપ્રદાયમાં તો તેમણે લાખો-કરોડોનાં દાન કરી, દેવમંદિરો, જેન ઉત્સવો, જૈનાચાર્યોના ધર્મોત્સવો, વાવો. કવાઓ. તલાવો તેમ જ દેવપ્રતિષ્ઠાઓ વગેરે પૂર્ણ ભક્તિભાવે કરી. છ હાથે પોતાની લક્ષ્મી વાપરી હોવાના સંખ્યાબંધ વર્ણનો, પ્રશરિતઓ, પ્રબંધો, રાસાઓ અને શિલાલેખોમાંથી મળે છે. અહીં તો તેમણે જૈનેતર ધર્મો પ્રત્યે સભાવનાથી કરેલ ધર્મકાર્યોની નોંધ, તેમની સાર્વત્રિક ધર્મભાવના દર્શાવવા રજૂ કરવાની હોવાથી, જૈન સંપ્રદાયનાં સુકૃત કાર્યોના ઉલ્લેખો આપ્યા નથી. વસ્તુપાલનાં દાનકાર્યો ફક્ત ગુજરાત પૂરતાં જ મર્યાદિત ન હતાં, પણ સારાએ ભારતનાં અનેક તીર્થોમાં તેમણે દાનનો પ્રવાહ વહેવરાવ્યો હતો. દાનનો આ પ્રવાહ દક્ષિણમાં શ્રીલ, પશ્ચિમમાં પ્રભ ઉત્તરમાં કેદાર અને પૂર્વમાં કાશી સુધી ફેલાયો હોવાનું સમજાય છે. સોમનાથ મહાદેવના મંદિરને દર વર્ષે દસ લાખ, કાશીમાં વિશ્વનાથને એક લાખ; તેવી જ રીતે દ્વારિકા, પ્રયાગરાજ, ગંગાતીર્થ અને આબુ ઉપર અચલેશ્વરને એક લાખ દર વર્ષે આપવામાં આવતા હોવાનું જણાવેલ છે. જો કે આમાં કદાચ અતિશયોક્તિ હશે, છતાં, તેમના તરફથી આ બધાં પ્રસિદ્ધ મંદિરોને થોડીઘણી મદદ આપવામાં આવતી હશે એમ ચોકકસ લાગે છે. તેમનાં સત્કાર્યોની નોંધ સંખ્યાબંધ ગ્રંથોમાંથી મળે છે, પરંતુ કેટલાકે તો એકબીજાને અનુકરણ કર્યું હોય તેમ કેટલાક ગુજરાતી રાસાઓ ઉપરથી જણાય છે; જ્યારે પ્રાચીન કાવ્યોમાં જે જે નોંધો લેવામાં આવી છે તે તત્કાલીન સમાજમાં પ્રચલિત માન્યતાઓ તેમ જ ઐતિહાસિક ઉલેખો– જેવા કે શિલાલેખો, પ્રશસ્તિઓ વગેરેના આધારે લેવામાં આવી છે. આ નોંધમાં જૈનેતર વિદ્વાનોના ઉલ્લેખ કરતાં, જૈન વિદ્વાનોએ આપેલ જૈનેતર સત્કાર્યોની સૂચિ ખાસ આપવા પ્રયત્ન કર્યો છે. તીર્થક૯૫ તેમના સત્કાર્યો માટે જણાવે છે કે તેણે ૭૦૦ બ્રહ્મશાલા, ૭૦૦ સત્રાગાર, ૭૦૦ તપસ્વી તથા કાપાલિકોના ભઠી, ૩૦૦૨ મહેશ્વરાયતનો-શિવમંદિરો તથા ૫૦૦ વેદપાઠી બ્રાહ્મણને (નિર્વાહનાં સાધનો વડે) સત્કાર્યા હતા. આ સિવાય તેમણે ૮૪ તલાવો, ૪૬૪થી પણ વિશેષ વાવો, ૩૨ પાષાણપથદુ અને ૬૪ મસ્જિદો પણ બંધાવી હતી. તીર્થકલ્પની આ સૂચિ કદાચ અતિશયોક્તિવાળી હશે, છતાં જિનપ્રભસૂરિ જેવા ઈતિહાસપ્રેમી વિદ્વાનના હાથે લેવાયેલ આ હકીકતમાં કેટલીક સત્યતા હશે એમ માનવામાં વાંધો આવતો નથી. કોઈ જૈનેતર વિદ્વાને આવી નોંધ આપી હોત તો, કેવળ પક્ષપાતથી વસ્તુપાલને પોતાના સંપ્રદાય ઉપર વધુ અનુરાગ હોવાના કારણે તેણે આવું સૂચવ્યું હોય તેમ માની શકાય; પરંતુ જૈન વિદ્વાનો વસ્તુપાલે કરેલ અન્ય ધર્મનાં આટલાં બધાં ધર્મકાર્યોની હકીક્ત રજૂ કરે તે વસ્તુપાલની સર્વ ધર્મ પ્રત્યેની સમભાવનાનો અપ્રતિમ પુરાવો છે. આ જ પ્રમાણે બીજા પણ કેટલાક જૈન વિદ્વાનોએ રચેલ વસ્તુપાલના ચરિત્રામક ગ્રંથો પૈકી અલંકારમહોદધિ, વસ્તુપાલપ્રશસ્તિ, વસ્તુપાલચરિત્ર, વસંતવિલાસ, સુકૃતકીર્તિ કલ્લોલિની, સુતસંકીર્તન વગેરે જાણીતા ઐતિહાસિક ગ્રંથો મળે છે, જેમાં તેમણે કરેલ જેનેતર સત્કર્મોની ઠીકઠીક યાદી આપી છે. આ યાદીમાં મુખ્ય મુખ્ય કાર્યો નીચે પ્રમાણે ગણાવી શકાય ? વસ્તુપાલે ખંભાતમાં ભીમેશ્વરના મંદિર ઉપર સુવર્ણકલશો ચડાવ્યા તેમ જ વૃષભ-નંદિની સ્થાપના કરી. ભટ્ટાદિત્ય નામક સૂર્યમંદિર પાસે ઉત્તાનપટ્ટ ઊભો કર્યો અને તેને સુવર્ણહાર ચઢાવ્યો. ભટ્ટાર્કવાહક નામે વનમંદિરમાં કૂવો બંધાવ્યો. બકુલસ્વામી સૂર્યમંદિરનો મંડપ બંધાવ્યો. વૈદ્યનાથનું મંદિર તથા મંડપનો જીર્ણોદ્ધાર કરાવ્યો. છાશ અને દહીં આપવા માટે મંડપિકાઓ બંધાવી. પ્રપા-પરબો માટેના આગાર-મંડપ કરાવ્યા. ભટ્ટાર્કરાણક( સૂર્યમંદિર)નો જીર્ણોદ્ધાર કરાવ્યો. અંકેવાલિયા ગામ પાસે એક તલાવ બંધાવ્યું. પાલિતાણુ નજદીક પોતાની પત્નીને શ્રેયાર્થે લલિતાસરોવર કરાવ્યું. ડભોઈમાં વૈદ્યનાથના શિવમંદિર ઉપરથી માલવાનો રાજા સુવર્ણકલશો લઈ ગયો હતો તે બધા (કુલ એકવીસ) ફરીથી મુકાવ્યા તથા સૂર્યની Page #7 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશ્લોક વસ્તુપાલના જીવન ઉપર કેટલાક પ્રકાશ H 101 પ્રતિમા પધરાવી. ધોળકામાં એક ધર્મશાળા બંધાવી. નીરીંદ્રા ગામે બોડા વાલિનાથનું મંદિર કરાવ્યું. ઉમાશવ અને બેદરકૂપમાં પ્રપા-પરબનાં મકાનો ઊભાં ક્ય. ખંભાતમાં ભીમેશ્વરદેવના મંદિર પાસે વટસાવિત્રીનું મંદિર બંધાવ્યું. કાસીંદ્રામાં અંબામાતાનું મંદિર કરાવ્યું. ભુવનપાલનું શિવમંદિર બંધાવ્યું, અને તેમાં દશે દિશાના દિકપાલોની પ્રતિષ્ઠા કરાવી. આ મંદિરના પટાંગણમાં એક દેવી મંદિર પણ બંધાવ્યું. અંકેવાલિયા ગામમાં મલદેવના શ્રેયાર્થે એક શિવમંદિર તથા પ્રપા-પરબ બંધાવી. વસાપથમાં ભવનાથને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, ઉપરાંત ક્ષેત્રપાલના મંદિરને કાલમેઘ તથા આશ્વિન મંડષો આ મહાપુરુષે બંધાવ્યા હતા. સ્વયંવર નામે એક ભવ્ય વાવ ખંભાતમાં બંધાવી, ત્યાં રાજગૃહ પાસે આરસની વૃષભંડપિકા, નંદિનો મંડપ બે માળયુકત સુવર્ણકલશોવાળો કરાવ્યો. ઔર અને રેવાના સંગમ પાસે કાલક્ષેત્રમાં રાણા વીરધવલના વીરેશ્વરનું મંદિર બંધાવ્યું. કુંભેશ્વરતીર્થમાં તપસ્વીઓ માટે સર્વસામગ્રીયુક્ત પાંચ મઠ બંધાવ્યા. ગાણેશર ગામમાં ગણેશ્વર દેવનો મંડપ, તેની આગળ તોરણ અને દરવાજો બંધાવ્યો. ખંભાત પાસે નગરા ગામમાં જ્યાદિત્યના મંદિરની અંદર રત્નાદેવીની પ્રતિમા પધરાવી. દ્વારિકાના યાત્રાળુઓ પાસેથી જે કર લેવામાં આવતો તે માફ કરાવ્યો. આ ઉપરાંત વસ્તુપાલ જ્યારે યાત્રાર્થે શત્રુંજય, ગિરનાર અને પ્રભાસ ગયેલા ત્યારે તેમણે સોમનાથનું પૂજન કરી પ્રિયમેલક તીર્થમાં સ્નાન તથા તુલાદાન કરી. બ્રાહ્મણોને સુવર્ણ તથા ઝવેરાતનાં દાનો આપ્યાની હકીકત વસંતવિલાસના કર્તા બાલચંદ્રસૂરિએ આપી છે. પ્રભાસના શૈવતીર્થને તેમણે દશ હજાર કમ્પોનું દાન આપ્યું હોવાનું ઉપદેશતરંગિણીકારે નોંધ્યું છે.૧૪ આ સિવાય પાટણમાં પણ તેમણે આવાં અનેક ધર્મકાર્યો કર્યો હશે એમ ચોક્કસ લાગે છે. ટૂંકમાં વસ્તુપાલે માટે કરોડો રૂપિયા ખર્ચ સતત દાનપ્રવાહ વહેવરાવ્યો હતો, તેવી જ રીતે જૈનતર ધમૉમાં પણ છૂટા હાથે પોતાની સલ્લમી વાપરી, સર્વધર્મ પ્રત્યેની સાર્વત્રિક ધર્મભાવના વ્યક્ત કરી હોવાનું સમજાય છે. પુરાતનપ્રબંધસંગ્રહમાં તેમની આવી સદ્ભાવના વ્યકત કરતાં જણાવ્યું છે કે, “વસ્તુપાલ બૌદ્ધોમાં બૌદ્ધ, વૈષ્ણવોમાં વિષ્ણુભક્ત, શિવોમાં શૈવ, યોગીઓમાં યોગસાધનવાળા, જૈનોમાં પૂર્ણજિનભક્ત એવા, સર્વ સવો-દેવોને પૂજનારા, સર્વ દેવો)ની સ્તુતિ કરે છે. 15 વસ્તુપાલના જાહેર જીવનની ચર્ચા કરતા સેંકડો પ્રબંધો, કાવ્યો અને રાસાઓ રચાયા છે. પરંતુ તેમના વૈયક્તિક જીવનમાં ડોકિયું કરતાં કેટલાક વિશિષ્ટ ગુણની પિછાન થાય છે એટલું જ નહિ, પણ તેમનું આદિવતન-ગામ, તેમના કુટુંબની વ્યક્તિવિશેષ વિચારણું અને અન્ય ધર્મો પ્રત્યેની સાર્વત્રિક સર્વધર્મ ભાવના–આ બધું આ નિબંધ દ્વારા યથાલભ્ય પ્રમાણે દ્વારા ચર્ચવાનો આછો ઘેરો પ્રયત્ન અહીં સાધ્યો છે; જોકે વિદ્વાને સાહિત્યકારોએ આ સંબંધી ખાસ વિવેચના કરી નથી, પરંતુ કેટલાંક તિહાસિક પ્રમાણોના આધારે તેમના જીવનનાં આ બધાં પાસાંઓને સ્પર્શ કરવાનું વિચાર્યું છે. 14 ઉપદેશતરંગણ, પૃ. 77. 15 થી વાતો વૈoviીર્વકકુમાર શી: વીવો વોnિfમારઃ . નૈનૈતાવીનોવેતિ કૃત્ય | સરવાષા: સૂયતે વસ્તુપ : 2 પુરાતનપ્રબંધસંગ્રહ, પૃ. 68.