________________
પુણ્ય બ્લેક વસ્તુપાલના જીવન ઉપર કેટ લોક પ્રકાશ
કનૈયાલાલ ભાઈશંકર દવે
ગજરાતના ઈતિહાસમાં વસ્તુપાલનું સ્થાન એક સાહિત્યરસિક, સંસ્કૃતના મહાવિદ્વાન, કુબેર અને કર્ણ
જેવા દાનેશ્વરી તેમ જ મહાન વીરપુરુષ તરીકે ખૂબ જાણીતું બનેલું છે. તેમના જાહેર જીવનને રજૂ કરતાં સંખ્યાબંધ કાવ્યો, પ્રબંધો, રાસાઓ અને ચરિત્રો રચાયાં છે, જેના ઉપરથી તે એક પુણ્યશ્લોક મહાપુરુષ સાહિત્યચૂડામણિ નરપુંગવ હતા એમ સમજી શકાય. આ બધા ચરિત્રાત્મક ગ્રંથો, એક યા બીજી રીતે, તેમના અભિનવ ગુણોની પ્રશસ્તિ ગાય છે, કેટલાક પ્રબંધો અને રાસાઓ તેમના જીવનવૃત્તની અપૂર્વ હકીકતો રજુ કરે છેપરંતુ તેમના ખાનગી જીવનનાં કેટલાંક પાસાંઓને તેમાં સ્પર્શ કરાયો હોય તેમ જણાતું નથી. આના કારણમાં એમ કહી શકાય કે આ મહાપુરુષના જીવનની સામાન્ય હકીકતો રજૂ કરવાનું આ બધા વિદ્વાનોને યોગ્ય નહિ લાગ્યું હોય; અને તેથી જ તેમના જીવનનાં કેટલાંક વિધાનો હજુ અસ્પર્શ જ રહ્યાં છે.
વસ્તુપાલના પિતા, પિતામહ વગેરે પાટણમાં રહેતા હોવાનું જણાવી, ચંડપ નામે મહાપુરુષથી તેના જીવનની શરૂઆત કરી છે. કીતિકામુદીમાં કવિવર સોમેશ્વરે તેમની કૌટુંબિક વૃત્તાંત રજૂ કરતાં, તે બધા ઉત્તરોત્તર ચાલયોના રાજકાલ દરમિયાન કોઈ રાજકીય હોદા ધરાવતા હોવાનું સૂચવી, બધાને મંત્રી તરીકે સંબોધ્યા છે. સોમેશ્વર જેવો વસ્તુપાલનો પરમ મિત્ર અને વિદ્વાન કવિ તેના જીવનવૃત્તની જે જે હકીકતો નિરૂપે રજૂ કરે તે બધી પ્રામાણિત જ હોય તેમાં શંક રાખવાનું કારણ નથી. એટલે વસ્તુપાલના પૂર્વજો અણહિલપુરમાં રહેતા હતા એમ તે કાવ્યના કથન ઉપરથી સમજી શકાય. જયારે જિનહર્ષના વસ્તુપાલચરિત્રમાં વસ્તુપાલને તેના પિતા આશરાજ સાથે સંવાલક ગામમાં રહેતા હોવાનું સૂચવ્યું છે. વસ્તુપાલનું ચરિત્ર આલેખતા બધા ગ્રંથોમાં જિનહર્ષની આ ગ્રંથ વિગતવાર જીવનકથા
૧ કીર્તિકૌમુદી, સર્ગ ૩, શ્લોક પથી ૧૬. ૨ જિનહર્ષનું વસ્તુપાલચરિત, સર્ગ ૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org