Book Title: Prit Kiye Dukh Hoy
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 98 સુંદરી, આ મીઠાઈ ખાઈને પછી ભણવા બેસ.” અમર, આજે કોના તરફથી આ ઉજાણી છે?' તારા તરફથી સુંદરી! “મારા તરફથી?' ‘હા, તારા તરફથી!” પણ હું તો જાણતી નથી... તો પછી મારા તરફથી કેવી રીતે? તારા તરફથી મેં ઉજાણી કરી! કેવી રીતે? તારા ઉત્તરીય વસ્ત્રના અંચલમાં સાત કોડી બાંધેલી હતી ને?' “હા!' “તે મેં લઈને મીઠાઈ મંગાવી હતી. આપણી પાઠશાળાના બધા વિદ્યાર્થીઓને આપી, તારો ભાગ રાખી મૂક્યો. કારણ કે તું નિદ્રાધીન હતી, હવે તું ખાઈ લે... પછી અભ્યાસ વાહ રે વાહ! ન જોયો હોય મોટો નવાઈનો શ્રેષ્ઠી! પારકા ધનથી ઉજાણી કરીને તેં મોટો જગન કરી દીધો? મને પૂછયા વિના બધાને વહેંચી પણ દીધી...? એ તો કહો મારા શ્રેષ્ઠી, આવી તસ્કરવિદ્યા કોણે શીખવી? મા એમ જાણે છે કે “મારો દીકરો સુપુત્ર છે!” અને દીકરાના આ ધંધા? આમ કરવાથી તારી કીર્તિ વધશે એમ હું માને છે? પરંતુ ધ્યાન રાખ, આમ કરવાથી તારી અપકીર્તિ થશે. પંડિતજીએ તને બુદ્ધિમાન સમજીને વિશેષ મહત્ત્વ આપ્યું એટલે તું બીજાઓની આ રીતે અવગણના કરવા માંડ્યો, એમ ને?' “સુંદરી, એક સામાન્ય વાતમાં તું આટલી બધી અકળાઈ ગઈ?” ‘તું આ વાતને સામાન્ય સમજે છે? ભલે સમજ, મારે મન આ મોટી વાત છે..” માત્ર સાત કોડી જ હતી ને? સાત કોડી મેં લઈ લીધી. તેમાં તું આટલું બધું મને સંભળાવે છે? સાત કોડીમાં શું તું રાજ લઈ લેવાની હતી? કે રાજ કુમારી છે એટલે આટલો ઘમંડ..!' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 307