Book Title: Premavatar Author(s): Jaibhikkhu Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 2
________________ પ્રેમાવતાર જયભિખ્ખ બેકકવર ટાઇટલ ભાગ-૧ દેશની અને આત્માની આઝાદીને વર્ણવતી પ્રેમાવતાર (ભા. ૧-૨) નવલકથાએ જયભિખ્ખની નવલ કથા સૃષ્ટિમાં આગવું સ્થાન ધરાવે છે. આ નવલકથાના કેન્દ્રમાં આજ ની વર્તમાન પરિસ્થિતિના સૂર સંભળાય છે. ઇચ્છાથી કે અનિચ્છાથી યુદ્ધની વિભીષિકા તરફ ધકેલાતા સમાજની શારીરિક-માનસિક બેહાલી દર્શાવવામાં આવી છે. નેમનાથના જીવનને કથાવિષય બનાવીને આ કૃતિમાં અણુયુગની ભીષણ વિનાશકતા તરફ ધકેલાય જતી માનવસૃષ્ટિને અહિંસા પરમો ધર્મનો સંદેશ આપ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના કાકા રાજા સમુદ્રવિજયના ક્ષત્રિય પુત્ર નેમ ક્ષત્રિય-પ્રકૃતિથી વિપરીત વ્યક્તિત્વ ધરાવતા હતા અને જગતના પ્રાણીમાત્ર તરફ ચાહવાની વૃત્તિથી જીવો અને જીવવા દોનો સંદેશ આપતા હતા. દ્વાપર અને કલિયુગના સંધિકાળે જન્મેલા ભગવાન અરિષ્ટનેમી અર્થાત્ નેમનાથના જીવનને આવરી લેતી આ કૃતિમાં કર્મયોગી શ્રીકૃષ્ણ અને મહારથી બલરામના જીવનને પણ ગૂંથવામાં આવ્યું છે. આજના વૈજ્ઞાનિકયુગના બુદ્ધિજીવીઓને ગળે ઊતરે એ રીતે આ પૌરાણિક કથાવસ્તુનું લેખકે કરેલા નવા અર્થઘટનો ધ્યાન ખેંચે છે. ક શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 234