Book Title: Pravruttilakshi Kalyanmarg
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ દર્શન અને ચિંતન અને શંકરાચાર્યના જ તત્વજ્ઞાન ઉપર અનાસક્ત કર્મયોગની સ્થાપના થઈ. આ રીતે બૌદ્ધ અને પરિવ્રાજક બન્ને નિવૃત્તિ-પરંપરાઓએ પ્રવૃત્તિને પુષ્કળ અવકાશ આવ્યો અને માનવીય સમગ્ર શક્તિઓને નવું નવું સર્જન કરવાની પૂરી તક આપી, જેનાં પરિણામો સાહિત્ય, કળા, રાજકારણ આદિ વિવિધ ક્ષેત્રે જાણીતાં છે. જૈન પરંપરાનું મૂળગત નિવૃત્તિલક્ષી દષ્ટિબિંદુ બદલાયું નહિ. કાળબળ અને બીજાં બળો જુદી અસર ઉપજાવવા મધ્યાં, પણ એમાં નિવૃત્તિલક્ષી ધર્મ એટલે બધે દમૂળ અને એકાંગી રહ્યું છે કે છેવટે તે પરિવર્તનકારી બળે ફાવ્યાં નથી અને કાવ્યાં હોય તો બહુ જુજ પ્રમાણમાં અને તે પણ કાયમી તે નહિ જ. આ વસ્તુસ્થિતિ આપણે ઈતિહાસ ઉપરથી જાણી શકીએ છીએ. રાજકારણમાં તિલકને અનેખું સ્થાન અપાવનાર એ તેમનો અવિચળ કર્મયોગ જ છે. ગાંધીજીનું, જીવનનાં સમગ્ર પાસાંઓને સ્પર્શતું, અદ્ભુત વ્યક્તિત્વ એ તેમના અનાસક્ત કર્મવેગને જ આભારી છે. શ્રી. વિનોબા વેદાંત અને શાંકર તત્ત્વજ્ઞાનના એકનિષ્ઠ અભ્યાસી છતાં જે લોકવ્યાપી વિચાર અને કાર્યની ક્રાંતિ કરી રહ્યા છે તેની પૃષ્ઠભૂમિકા કે તેનું પ્રેરકબળ એ તેમના ગીતાપ્રતિપાદિત અનાસક્ત કમંગમાં રહેલું છે શાંત રક્ષિત જેવા નાલંદા વિદ્યાપીઠના આચાર્ય એંસી વર્ષની ઉંમરે તિબેટ જેવા અતિ ઠંડા અને દુર્ગમ પ્રદેશમાં જઈ એક દશ વર્ષની ઉંમર લગી સતત કામ કરતા રહ્યા, એ મહાયાનની ભાવનાને સબળ પુરાવે છે. જૈન પરંપરામાં એવા પુરુષો પાકવાનો સંભવ જ નથી એમ માનવાને કોઈ કારણ નથી. ઊલટું એમ કહી શકાય કે જુદે જુદે સમયે એમાં પણ વિશિષ્ટ પુરવાથી વ્યક્તિઓ પિદા થઈ છે; ક્તાં એ પરંપરાનું મૂળ બંધારણ જ એવું છે કે કોઈ એક સમર્થ વ્યક્તિ કાંઈક કાંતિકારી કામ વિચારે કે પ્રારંભે ત્યાં તો તકાળ કે છેડા વખત પછી તેનાં મૂળ જ ઊખડી જવાનાં. આને લીધે જૈન પરંપરામાં જે નવા નવા ફટા કાળક્રમે પડતા ગયા તે બધા આત્યંતિક નિવૃત્તિ અને ક્રિયાકાંડના આધાર ઉપર જ પડયા છે. એક પણ એવો ફાંટો નથી પડ્યો કે જેના પુરસ્કર્તાએ જૈન પરંપરામાં નિવૃત્તિધર્મને પ્રવૃત્તિધર્મનું વ્યવસ્થિત રૂપ આપવાની હિમાયત કરી હેય. આને લીધે શક્તિશાળી માણસોની પ્રતિભાને પરંપરામાં સમગ્ર પ્રકારની વિધાયક પ્રવૃત્તિઓ વિકસાવવાની તક મળતી નથી અને તેથી તે પરંપરા ગાંધી કે વિનોબાની કોટિનાં માણસોને ભાગ્યે જ જન્માવી કે પિપી શકે. માનવતા કે રાષ્ટ્રીયતાની દૃષ્ટિએ પણ આ એક પ્રત્યવાય જ કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5