Book Title: Pravruttilakshi Kalyanmarg
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249163/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિલક્ષી કલ્યાણમાર્ગ [૧૨] સ્વસ્થ માણસને બે ફેફસાં હોય છે. બન્ને યોગ્ય રીતે કામ કરે ત્યારે જ જીવનને સંવાદ સચવાય છે. એક બગડે, નબળું પડે કે કાઢી નાખવામાં આવે ત્યારે જીવન ચાલતું હોય તેમ તે એક રીતે બહુ પામર ને પાંગળા જેવું બની જાય છે. વ્યક્તિ-ધર્મ અને સમાજધર્મની પણ કાંઈક એવી જ દશા છે. કોઈ વ્યક્તિ જ્યારે અંતર્મુખ થઈ પિતાની શક્તિઓને વિકસાવવા ઈચ્છે ત્યારે તેને માટે પહેલું કામ એ હેાય છે કે પિતાનામાં રહેલી ખામીઓને ટાળે, પણ સાથે જ તેણે ખરેખર શક્તિઓ વિકસાવવી હોય તે તેને બીજું એ કામ કરવાનું હોય છે કે, તે પિતામાં રહેલી શક્તિઓને વધારેમાં વધારે વિવેકપૂર્વક એગ્ય માર્ગે વાળે અને તેને ઉપગ કરે. આમ કરે તે જ એને વૈયક્તિક ધર્મ સચવાય અને વિકાસ પામે. સમાધર્મની પણ એ જ રીત છે. કોઈ પણ સમાજ સબળ થવા છે ત્યારે તેણે નબળાઈઓ ખંખેરવી જ રહી. પણ તે પરિસ્થિતિ પ્રમાણે શક્તિઓને કામમાં ન લે તે એ નબળાઈઓ ખંખેરતી દેખાય, છતાં પાક્લા બારણેથી તે દાખલ થતી જ રહે અને પરિણામે એ સમાજ ક્ષીણ જે જ બની રહે. ધર્મને ઈતિહાસ તપાસીએ તે એમ જણાય છે કે ક્યારેક તે વિશેષ બહિલક્ષી બને છે અને ક્યારેક અંતરલક્ષી. જ્યારે સાચા અર્થ માં ધર્મ અંતરલક્ષી હોય છે ત્યારે તે મુખ્યપણે વ્યક્તિમાં વિકાસ પામે છે. કોઈ એક વ્યક્તિ ખરેખર અંતરલક્ષી હોય ત્યારે એની આસપાસ સમાજ આકર્ષાય છે. સમાજમાનસ એવું છે કે તેને સતેજવા સ્થળ પણ રસદાયક પ્રવૃત્તિઓ જોઈએ. એ વલણમાંથી અંતરલક્ષી વ્યકિતની આસપાસ પણ ક્રિયાકાંડે, કિસ્સવો અને વિધિવિધાનની જમાવટ થાય જ છે. આ જમાવટનું જોર વધતાં જ્યારે અંતરલક્ષી વલણ મંદ થઈ જાય છે, કે કયારેક સાવ ભૂંસાઈ જાય છે, ત્યારે વળી કોઈ વિરલ વ્યકિત એવું વલણ આણવા પ્રયત્ન કરે છે. એ પ્રયત્નમાંથી પાછું એકાદ નવો ફાટે જન્મે છે અને કાળક્રમે તે ફાંટામાં પણ સમાજમાનસ પિતાને અનુકૂળ હોય એવા ક્રિયાકાંડે અને ઉત્સવો યોજે છે. આમ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૭૮ દર્શન અને ચિંતન ધર્મવૃત્તિને સંતોષવાના પ્રયત્નમાંથી જ નિવૃત્તિ અને પ્રવૃત્તિની બે બાજુઓ ઊભી થાય છે. ક્યારેક બંને સાથે ચાલે છે, ક્યારેક એકનું પ્રાધાન્ય હેય છે તે ક્યારેક બંને પરસ્પર અથડાય છે. જૈન પરંપરા મૂળે અંતરલક્ષી અને તેથી કરીને વ્યક્તિગત નિવૃત્તિબાજુમાંથી શરૂ થઈ છે. હિંસા ન કરવી, ભનનો નિગ્રહ કર, ઉપવાસ અને બીજા એવા ત્રો દ્વારા તપ સાધવું એ બધું નિવૃત્તિમાં આવે છે. નિવૃત્તિનો આશય મૂળે તે ચિત્તગત દેને રોકવાને જ છે, પણ એવી સૂક્ષ્મ સમજ કાંઈ સૌને હોતી નથી; એટલે સામાન્ય રીતે નિવૃત્તિની શરૂઆત જુદી રીતે થાય છે. જે જે નિમિત્તે દેશના પિષક થવા સંભવ હોય તેને ત્યજવા એ નિવૃત્તિને સ્થૂળ અર્થ અસ્તિત્વમાં આવે છે. આ અર્થ સમાજગત રૂઢ થતાં કાંઈક એવું જ વાતાવરણ સર્જાય છે કે, જ્યારે કોઈને પણ ધર્મની ભૂખ જાગે ત્યારે પ્રથમ એવાં નિમિત્ત ત્યજવા તે તૈયાર થાય છે, પણું જેમ એક જ ફેક્સાથી જીવન સ્વસ્થપણે નથી ચાલતું, તેમ માત્ર તેવાં નિમિત્તે ટાળવાથી વૈયક્તિક કે સામાજિક ધર્મનું જીવન નિર્વિકારણે નથી ચાલતું. કારણ એ છે કે જે નિમિત્તે દેશના પિષક માની ત્યજવામાં આવે તે નિમિનો કાંઈ એકાંત દોષના પિષક બને જ એમ નથી હોતું. દોષનું મૂળ ચિત્તમાં હોય છે. જે એ મૂળ કાયમ હોય તો જ એવાં નિમિત્તે દેશનાં પિષક બને છે. જો એ મૂળ ચિત્તમાં ન હોય કે અલ્પ હોય તે તેટલા પ્રમાણમાં બહારનાં નિમિત્તો પણ દેશના પિષક નથી થતાં કે ઓછાં થાય છે. એ જ રીતે ચિતગત દો. ઓછા કરીએ તેની સાથે સાથે ચિત્તની શકિતઓને વિકસાવવા, અહલાવવા, અને તેનાં લેકહિતકારી પરિણામ લાવવા માટે પણ એ જ બાહ્ય નિમિત્તે ઉપયોગી બને છે. ચિત્તગત દોષને કારણે જે સાધનો વ્યક્તિ કે સમાજને નીચે પાડે છે તે જ સાધને ચિત્તશુદ્ધિ અને વિવેક જાગતાં વ્યકિત અને સમાજને ઉપકારક બને છે. આ વસ્તુ ભુલાઈ જવાથી નિવૃત્તિની બાજુ પ્રબળ થાય છે, ત્યારે બાહ્ય ત્યાગ ઉપર ભાર અપાય છે અને પરિણામે શક્તિવિકાસ રૂપાઈ જાય છે. એક બાજુથી અંતરગત દે કાયમ હોય છે અને બીજી બાજુથી જીવનની સાધક શક્તિઓને વિકસાવવા માટે જોઈતું પ્રવૃત્તિક્ષેત્ર મળતું નથી. જૈન પરંપરાના ઈતિહાસમાં, બીજી નિવૃત્તિલક્ષી પરંપરાઓની પેઠે, આ વસ્તુ અનેક રીતે જોવા મળે છે. કાંઈક સમાજમાનસ એવું ઘડાઈ જાય છે કે પછી તે પૂર્વ પરંપરા છેડી એકાએક પ્રવૃત્તિક્ષેત્ર પસંદ કરતું નથી અને નિવૃત્તિને સાચો ભાવ પચાવી શકતું નથી. તેને લીધે આવું માનસ નિવૃત્તિની Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિલક્ષી કલ્યાણ માર્ગ કૃત્રિમ સપાટી ઉપર રમતું હોય છે અને પ્રવૃત્તિમાં મક્કમપણે સમજપૂર્વક ભાગ લઈ શકતું નથી; ને તે વિના રહી પણ શકતું નથી. એટલે તેની દશા ત્રિશંકુ જેવી બને છે. આવી ત્રિશંકુ દશા આખા ઈતિહાસકાળ દરમિયાન ઓછાવત્તા પ્રમાણમાં દેખાય છે. તેમાંથી ઉધરવાના પ્રયત્નો સાવ નથી થયા એમ તે નથી; પણ તે સમાજમાનસના મૂળ ઘડતરમાં વધારે ફેર પાડી શક્યા નથી. બૌદ્ધ, જૈન અને સંન્યાસ કે પરિવ્રાજક એ ત્રણ પરંપરાઓ મૂળે નિવૃત્તિલક્ષી છે. વૈયક્તિક મેને આદર્શ એ બધામાં એકસરખો હોવાથી એમાં વૈયક્તિક સુખ અને વૈયક્તિક ચારિત્રનું તત્ત્વજ્ઞાન પ્રધાન પદ ભગવે છે; જ્યારે પ્રવૃત્તિલક્ષી ધર્મમાં સામૂહિક સુખની દૃષ્ટિ મુખ્યપણે હેવાથી એમાં સામૂહિક ચારિત્રના ધડતર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. નિવૃત્તિધર્મ અને પ્રવૃત્તિધર્મનું તત્ત્વજ્ઞાન એ રીતે કાંઈક જુદું પડતું હોવાથી વ્યવહારમાં એનાં પરિણમે પણ જુદાં આવેલાં સેંધાયાં છે, અને અત્યારે પણ એ પરિણામો જુદાં આવતાં અનુભવાય છે. બૌદ્ધ પરંપરા મૂળે નિવૃત્તિલક્ષી હતી, છતાં તેમાં પ્રવૃત્તિધર્મનાં પિષક બીજો પ્રથમથી જ હતાં. તેને લીધે તે બહુ વિસ્તરી પણ શકી. અને એ વિસ્તારે જ તેને પ્રવૃત્તિધર્મનું કે મહાયાનનું રૂપ લેવાની ફરજ પાડી. જે ભાગ મહાયાનરૂપે અસ્તિત્વમાં આવ્યો તે જ પ્રવૃત્તિધર્મના આંતરિક બળને લીધે દૂર દૂર અતિ વિશાળ પ્રદેશ ઉપર ફરી વળ્યો અને લેકગમ્ય પણ બન્યો; જ્યારે બીજો નિવૃત્તિલક્ષી માર્ગ પ્રમાણમાં બહુ મર્યાદિત રહ્યો, જે હીનયાન તરીકે જાણીતા છે. નિવૃત્તિલક્ષી પરિવ્રાજક પરંપરામાં પણ ક્રાંતિ થઈ અને ગીતા જેવા અનુપમ ગ્રંથે એ નિવૃત્તિનું આખું સ્વરૂપ જ એવું બદલી નાખ્યું કે નિવૃત્તિ કાયમ રહે અને પ્રવૃત્તિને સંપૂર્ણ અવકાશ મળે. એ જ નિવૃત્તિ–પ્રવૃત્તિને ગીતાપ્રતિપાદિત સુભગ સમન્વય અનાસક્ત કમંગ તરીકે જાણીતું છે. એ કર્મવેગે બહુ મોટા માણસો નિપજાવ્યા પણ છે, અને આજે પણ એની અસર ચેમર વધતી જ દેખાય છે. બૌદ્ધ ઉપદેશમાં જે પ્રવૃત્તિધર્મનાં પિષક બીજો હતાં તેને ક્રાંતિકારી વિચારકોએ એવાં વિકસાવ્યાં, તેમ જ એ રીતે અમલમાં મૂક્યાં કે તેને લીધે નિવૃત્તિના હિમાયતી હીનભાગીઓ બહુ પાછા પડી ગયા. એ જ રીતે પરિવ્રાજક ધર્મના સૂત્રને અવલંબી જે અનાસક્ત કર્મયોગ વિકસ્ય તેને લીધે મૈિષ્કર્મસિદ્ધિને નિવૃત્તિલક્ષી શંકરાચાર્યપ્રતિપાદિત ભાર્ગ પાછળ પડી ગયો, Page #4 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન અને શંકરાચાર્યના જ તત્વજ્ઞાન ઉપર અનાસક્ત કર્મયોગની સ્થાપના થઈ. આ રીતે બૌદ્ધ અને પરિવ્રાજક બન્ને નિવૃત્તિ-પરંપરાઓએ પ્રવૃત્તિને પુષ્કળ અવકાશ આવ્યો અને માનવીય સમગ્ર શક્તિઓને નવું નવું સર્જન કરવાની પૂરી તક આપી, જેનાં પરિણામો સાહિત્ય, કળા, રાજકારણ આદિ વિવિધ ક્ષેત્રે જાણીતાં છે. જૈન પરંપરાનું મૂળગત નિવૃત્તિલક્ષી દષ્ટિબિંદુ બદલાયું નહિ. કાળબળ અને બીજાં બળો જુદી અસર ઉપજાવવા મધ્યાં, પણ એમાં નિવૃત્તિલક્ષી ધર્મ એટલે બધે દમૂળ અને એકાંગી રહ્યું છે કે છેવટે તે પરિવર્તનકારી બળે ફાવ્યાં નથી અને કાવ્યાં હોય તો બહુ જુજ પ્રમાણમાં અને તે પણ કાયમી તે નહિ જ. આ વસ્તુસ્થિતિ આપણે ઈતિહાસ ઉપરથી જાણી શકીએ છીએ. રાજકારણમાં તિલકને અનેખું સ્થાન અપાવનાર એ તેમનો અવિચળ કર્મયોગ જ છે. ગાંધીજીનું, જીવનનાં સમગ્ર પાસાંઓને સ્પર્શતું, અદ્ભુત વ્યક્તિત્વ એ તેમના અનાસક્ત કર્મવેગને જ આભારી છે. શ્રી. વિનોબા વેદાંત અને શાંકર તત્ત્વજ્ઞાનના એકનિષ્ઠ અભ્યાસી છતાં જે લોકવ્યાપી વિચાર અને કાર્યની ક્રાંતિ કરી રહ્યા છે તેની પૃષ્ઠભૂમિકા કે તેનું પ્રેરકબળ એ તેમના ગીતાપ્રતિપાદિત અનાસક્ત કમંગમાં રહેલું છે શાંત રક્ષિત જેવા નાલંદા વિદ્યાપીઠના આચાર્ય એંસી વર્ષની ઉંમરે તિબેટ જેવા અતિ ઠંડા અને દુર્ગમ પ્રદેશમાં જઈ એક દશ વર્ષની ઉંમર લગી સતત કામ કરતા રહ્યા, એ મહાયાનની ભાવનાને સબળ પુરાવે છે. જૈન પરંપરામાં એવા પુરુષો પાકવાનો સંભવ જ નથી એમ માનવાને કોઈ કારણ નથી. ઊલટું એમ કહી શકાય કે જુદે જુદે સમયે એમાં પણ વિશિષ્ટ પુરવાથી વ્યક્તિઓ પિદા થઈ છે; ક્તાં એ પરંપરાનું મૂળ બંધારણ જ એવું છે કે કોઈ એક સમર્થ વ્યક્તિ કાંઈક કાંતિકારી કામ વિચારે કે પ્રારંભે ત્યાં તો તકાળ કે છેડા વખત પછી તેનાં મૂળ જ ઊખડી જવાનાં. આને લીધે જૈન પરંપરામાં જે નવા નવા ફટા કાળક્રમે પડતા ગયા તે બધા આત્યંતિક નિવૃત્તિ અને ક્રિયાકાંડના આધાર ઉપર જ પડયા છે. એક પણ એવો ફાંટો નથી પડ્યો કે જેના પુરસ્કર્તાએ જૈન પરંપરામાં નિવૃત્તિધર્મને પ્રવૃત્તિધર્મનું વ્યવસ્થિત રૂપ આપવાની હિમાયત કરી હેય. આને લીધે શક્તિશાળી માણસોની પ્રતિભાને પરંપરામાં સમગ્ર પ્રકારની વિધાયક પ્રવૃત્તિઓ વિકસાવવાની તક મળતી નથી અને તેથી તે પરંપરા ગાંધી કે વિનોબાની કોટિનાં માણસોને ભાગ્યે જ જન્માવી કે પિપી શકે. માનવતા કે રાષ્ટ્રીયતાની દૃષ્ટિએ પણ આ એક પ્રત્યવાય જ કહેવાય. Page #5 -------------------------------------------------------------------------- ________________ 8i1 પ્રવૃત્તિલક્ષી કલ્યાણમા આપણે જોઈએ છીએ કે સંતબાલે વિચાર અને વિવેકપૂર્વક પ્રવૃત્તિમ સ્વીકાર્યો છે, પણ નિવૃત્તિને સાચો અર્થ નહિ સમજનાર જૈન સમાજ તેમને ભાગ્યે જ સાથ આપે છે. આચાર્ય તુલસીગણિ માનવધર્મ લેખે અણુવ્રતના વ્યાપક વિચાર રજૂ કરે છે, તેમાં પણ તેમને પ્રવૃત્તિની કોઈ પણ વિધાયક બાજુ રજૂ કરતાં ખચકાવું પડે છે. જે એકાંગી નિવૃત્તિ સંસ્કારને સાંપ્રદાયિક વળગાડ આડે ન આવતા હતા તે, એ જ તુલસીગણિનાં વિધાનો અને તેમની પ્રવૃત્તિ કઈ જુદા જ રૂપમાં હેત એમ કલ્પી શકાય. મુનિ સમતભકજી, જે હમણું જ દિગંબર મુનિ બન્યા છે અને જેમણે આખી જિંદગી સમજણપૂર્વક કેળવણીનું ઉદાત કાર્ય કર્યું છે, તેઓ જે પોતાના ઉદાત્ત ધ્યેયને વધારે વ્યાપક અને અસાંપ્રદાયિક બનાવવા બાહ્ય દિગંબરત્વમાં જ કૌપીન પૂરત ફેરફાર કરે અને અત્યારે છે તેનાં કરતાં પણ અંતરત્યાગ વધારે કેળવે, તોય તેમને સમાજ મુનિ તરીકે ફેંકી દેવાને અને તેમની શકિતનું કે કાર્યનું મૂલ્યાંકન નહિ કરવાને. આ ધારણ જે સાચી હોય તે એમ કહેવું જોઈએ કે જૈન પરંપરામાં પ્રચલિત નિવૃત્તિધર્મની એકાંગી કલ્પના હવે નભાવવા જેવી નથી અને નભે તે તેને આશરે સર્વાગી વિકાસની શક્યતા પણ નથી. –પ્રબુદ્ધજીવન સપ્ટેમ્બર 54