________________ 8i1 પ્રવૃત્તિલક્ષી કલ્યાણમા આપણે જોઈએ છીએ કે સંતબાલે વિચાર અને વિવેકપૂર્વક પ્રવૃત્તિમ સ્વીકાર્યો છે, પણ નિવૃત્તિને સાચો અર્થ નહિ સમજનાર જૈન સમાજ તેમને ભાગ્યે જ સાથ આપે છે. આચાર્ય તુલસીગણિ માનવધર્મ લેખે અણુવ્રતના વ્યાપક વિચાર રજૂ કરે છે, તેમાં પણ તેમને પ્રવૃત્તિની કોઈ પણ વિધાયક બાજુ રજૂ કરતાં ખચકાવું પડે છે. જે એકાંગી નિવૃત્તિ સંસ્કારને સાંપ્રદાયિક વળગાડ આડે ન આવતા હતા તે, એ જ તુલસીગણિનાં વિધાનો અને તેમની પ્રવૃત્તિ કઈ જુદા જ રૂપમાં હેત એમ કલ્પી શકાય. મુનિ સમતભકજી, જે હમણું જ દિગંબર મુનિ બન્યા છે અને જેમણે આખી જિંદગી સમજણપૂર્વક કેળવણીનું ઉદાત કાર્ય કર્યું છે, તેઓ જે પોતાના ઉદાત્ત ધ્યેયને વધારે વ્યાપક અને અસાંપ્રદાયિક બનાવવા બાહ્ય દિગંબરત્વમાં જ કૌપીન પૂરત ફેરફાર કરે અને અત્યારે છે તેનાં કરતાં પણ અંતરત્યાગ વધારે કેળવે, તોય તેમને સમાજ મુનિ તરીકે ફેંકી દેવાને અને તેમની શકિતનું કે કાર્યનું મૂલ્યાંકન નહિ કરવાને. આ ધારણ જે સાચી હોય તે એમ કહેવું જોઈએ કે જૈન પરંપરામાં પ્રચલિત નિવૃત્તિધર્મની એકાંગી કલ્પના હવે નભાવવા જેવી નથી અને નભે તે તેને આશરે સર્વાગી વિકાસની શક્યતા પણ નથી. –પ્રબુદ્ધજીવન સપ્ટેમ્બર 54 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org