Book Title: Pravruttilakshi Kalyanmarg
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ પ્રવૃત્તિલક્ષી કલ્યાણમાર્ગ [૧૨] સ્વસ્થ માણસને બે ફેફસાં હોય છે. બન્ને યોગ્ય રીતે કામ કરે ત્યારે જ જીવનને સંવાદ સચવાય છે. એક બગડે, નબળું પડે કે કાઢી નાખવામાં આવે ત્યારે જીવન ચાલતું હોય તેમ તે એક રીતે બહુ પામર ને પાંગળા જેવું બની જાય છે. વ્યક્તિ-ધર્મ અને સમાજધર્મની પણ કાંઈક એવી જ દશા છે. કોઈ વ્યક્તિ જ્યારે અંતર્મુખ થઈ પિતાની શક્તિઓને વિકસાવવા ઈચ્છે ત્યારે તેને માટે પહેલું કામ એ હેાય છે કે પિતાનામાં રહેલી ખામીઓને ટાળે, પણ સાથે જ તેણે ખરેખર શક્તિઓ વિકસાવવી હોય તે તેને બીજું એ કામ કરવાનું હોય છે કે, તે પિતામાં રહેલી શક્તિઓને વધારેમાં વધારે વિવેકપૂર્વક એગ્ય માર્ગે વાળે અને તેને ઉપગ કરે. આમ કરે તે જ એને વૈયક્તિક ધર્મ સચવાય અને વિકાસ પામે. સમાધર્મની પણ એ જ રીત છે. કોઈ પણ સમાજ સબળ થવા છે ત્યારે તેણે નબળાઈઓ ખંખેરવી જ રહી. પણ તે પરિસ્થિતિ પ્રમાણે શક્તિઓને કામમાં ન લે તે એ નબળાઈઓ ખંખેરતી દેખાય, છતાં પાક્લા બારણેથી તે દાખલ થતી જ રહે અને પરિણામે એ સમાજ ક્ષીણ જે જ બની રહે. ધર્મને ઈતિહાસ તપાસીએ તે એમ જણાય છે કે ક્યારેક તે વિશેષ બહિલક્ષી બને છે અને ક્યારેક અંતરલક્ષી. જ્યારે સાચા અર્થ માં ધર્મ અંતરલક્ષી હોય છે ત્યારે તે મુખ્યપણે વ્યક્તિમાં વિકાસ પામે છે. કોઈ એક વ્યક્તિ ખરેખર અંતરલક્ષી હોય ત્યારે એની આસપાસ સમાજ આકર્ષાય છે. સમાજમાનસ એવું છે કે તેને સતેજવા સ્થળ પણ રસદાયક પ્રવૃત્તિઓ જોઈએ. એ વલણમાંથી અંતરલક્ષી વ્યકિતની આસપાસ પણ ક્રિયાકાંડે, કિસ્સવો અને વિધિવિધાનની જમાવટ થાય જ છે. આ જમાવટનું જોર વધતાં જ્યારે અંતરલક્ષી વલણ મંદ થઈ જાય છે, કે કયારેક સાવ ભૂંસાઈ જાય છે, ત્યારે વળી કોઈ વિરલ વ્યકિત એવું વલણ આણવા પ્રયત્ન કરે છે. એ પ્રયત્નમાંથી પાછું એકાદ નવો ફાટે જન્મે છે અને કાળક્રમે તે ફાંટામાં પણ સમાજમાનસ પિતાને અનુકૂળ હોય એવા ક્રિયાકાંડે અને ઉત્સવો યોજે છે. આમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5