Book Title: Pravruttilakshi Kalyanmarg Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ પ્રવૃત્તિલક્ષી કલ્યાણ માર્ગ કૃત્રિમ સપાટી ઉપર રમતું હોય છે અને પ્રવૃત્તિમાં મક્કમપણે સમજપૂર્વક ભાગ લઈ શકતું નથી; ને તે વિના રહી પણ શકતું નથી. એટલે તેની દશા ત્રિશંકુ જેવી બને છે. આવી ત્રિશંકુ દશા આખા ઈતિહાસકાળ દરમિયાન ઓછાવત્તા પ્રમાણમાં દેખાય છે. તેમાંથી ઉધરવાના પ્રયત્નો સાવ નથી થયા એમ તે નથી; પણ તે સમાજમાનસના મૂળ ઘડતરમાં વધારે ફેર પાડી શક્યા નથી. બૌદ્ધ, જૈન અને સંન્યાસ કે પરિવ્રાજક એ ત્રણ પરંપરાઓ મૂળે નિવૃત્તિલક્ષી છે. વૈયક્તિક મેને આદર્શ એ બધામાં એકસરખો હોવાથી એમાં વૈયક્તિક સુખ અને વૈયક્તિક ચારિત્રનું તત્ત્વજ્ઞાન પ્રધાન પદ ભગવે છે; જ્યારે પ્રવૃત્તિલક્ષી ધર્મમાં સામૂહિક સુખની દૃષ્ટિ મુખ્યપણે હેવાથી એમાં સામૂહિક ચારિત્રના ધડતર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. નિવૃત્તિધર્મ અને પ્રવૃત્તિધર્મનું તત્ત્વજ્ઞાન એ રીતે કાંઈક જુદું પડતું હોવાથી વ્યવહારમાં એનાં પરિણમે પણ જુદાં આવેલાં સેંધાયાં છે, અને અત્યારે પણ એ પરિણામો જુદાં આવતાં અનુભવાય છે. બૌદ્ધ પરંપરા મૂળે નિવૃત્તિલક્ષી હતી, છતાં તેમાં પ્રવૃત્તિધર્મનાં પિષક બીજો પ્રથમથી જ હતાં. તેને લીધે તે બહુ વિસ્તરી પણ શકી. અને એ વિસ્તારે જ તેને પ્રવૃત્તિધર્મનું કે મહાયાનનું રૂપ લેવાની ફરજ પાડી. જે ભાગ મહાયાનરૂપે અસ્તિત્વમાં આવ્યો તે જ પ્રવૃત્તિધર્મના આંતરિક બળને લીધે દૂર દૂર અતિ વિશાળ પ્રદેશ ઉપર ફરી વળ્યો અને લેકગમ્ય પણ બન્યો; જ્યારે બીજો નિવૃત્તિલક્ષી માર્ગ પ્રમાણમાં બહુ મર્યાદિત રહ્યો, જે હીનયાન તરીકે જાણીતા છે. નિવૃત્તિલક્ષી પરિવ્રાજક પરંપરામાં પણ ક્રાંતિ થઈ અને ગીતા જેવા અનુપમ ગ્રંથે એ નિવૃત્તિનું આખું સ્વરૂપ જ એવું બદલી નાખ્યું કે નિવૃત્તિ કાયમ રહે અને પ્રવૃત્તિને સંપૂર્ણ અવકાશ મળે. એ જ નિવૃત્તિ–પ્રવૃત્તિને ગીતાપ્રતિપાદિત સુભગ સમન્વય અનાસક્ત કમંગ તરીકે જાણીતું છે. એ કર્મવેગે બહુ મોટા માણસો નિપજાવ્યા પણ છે, અને આજે પણ એની અસર ચેમર વધતી જ દેખાય છે. બૌદ્ધ ઉપદેશમાં જે પ્રવૃત્તિધર્મનાં પિષક બીજો હતાં તેને ક્રાંતિકારી વિચારકોએ એવાં વિકસાવ્યાં, તેમ જ એ રીતે અમલમાં મૂક્યાં કે તેને લીધે નિવૃત્તિના હિમાયતી હીનભાગીઓ બહુ પાછા પડી ગયા. એ જ રીતે પરિવ્રાજક ધર્મના સૂત્રને અવલંબી જે અનાસક્ત કર્મયોગ વિકસ્ય તેને લીધે મૈિષ્કર્મસિદ્ધિને નિવૃત્તિલક્ષી શંકરાચાર્યપ્રતિપાદિત ભાર્ગ પાછળ પડી ગયો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5