SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ દર્શન અને ચિંતન ધર્મવૃત્તિને સંતોષવાના પ્રયત્નમાંથી જ નિવૃત્તિ અને પ્રવૃત્તિની બે બાજુઓ ઊભી થાય છે. ક્યારેક બંને સાથે ચાલે છે, ક્યારેક એકનું પ્રાધાન્ય હેય છે તે ક્યારેક બંને પરસ્પર અથડાય છે. જૈન પરંપરા મૂળે અંતરલક્ષી અને તેથી કરીને વ્યક્તિગત નિવૃત્તિબાજુમાંથી શરૂ થઈ છે. હિંસા ન કરવી, ભનનો નિગ્રહ કર, ઉપવાસ અને બીજા એવા ત્રો દ્વારા તપ સાધવું એ બધું નિવૃત્તિમાં આવે છે. નિવૃત્તિનો આશય મૂળે તે ચિત્તગત દેને રોકવાને જ છે, પણ એવી સૂક્ષ્મ સમજ કાંઈ સૌને હોતી નથી; એટલે સામાન્ય રીતે નિવૃત્તિની શરૂઆત જુદી રીતે થાય છે. જે જે નિમિત્તે દેશના પિષક થવા સંભવ હોય તેને ત્યજવા એ નિવૃત્તિને સ્થૂળ અર્થ અસ્તિત્વમાં આવે છે. આ અર્થ સમાજગત રૂઢ થતાં કાંઈક એવું જ વાતાવરણ સર્જાય છે કે, જ્યારે કોઈને પણ ધર્મની ભૂખ જાગે ત્યારે પ્રથમ એવાં નિમિત્ત ત્યજવા તે તૈયાર થાય છે, પણું જેમ એક જ ફેક્સાથી જીવન સ્વસ્થપણે નથી ચાલતું, તેમ માત્ર તેવાં નિમિત્તે ટાળવાથી વૈયક્તિક કે સામાજિક ધર્મનું જીવન નિર્વિકારણે નથી ચાલતું. કારણ એ છે કે જે નિમિત્તે દેશના પિષક માની ત્યજવામાં આવે તે નિમિનો કાંઈ એકાંત દોષના પિષક બને જ એમ નથી હોતું. દોષનું મૂળ ચિત્તમાં હોય છે. જે એ મૂળ કાયમ હોય તો જ એવાં નિમિત્તે દેશનાં પિષક બને છે. જો એ મૂળ ચિત્તમાં ન હોય કે અલ્પ હોય તે તેટલા પ્રમાણમાં બહારનાં નિમિત્તો પણ દેશના પિષક નથી થતાં કે ઓછાં થાય છે. એ જ રીતે ચિતગત દો. ઓછા કરીએ તેની સાથે સાથે ચિત્તની શકિતઓને વિકસાવવા, અહલાવવા, અને તેનાં લેકહિતકારી પરિણામ લાવવા માટે પણ એ જ બાહ્ય નિમિત્તે ઉપયોગી બને છે. ચિત્તગત દોષને કારણે જે સાધનો વ્યક્તિ કે સમાજને નીચે પાડે છે તે જ સાધને ચિત્તશુદ્ધિ અને વિવેક જાગતાં વ્યકિત અને સમાજને ઉપકારક બને છે. આ વસ્તુ ભુલાઈ જવાથી નિવૃત્તિની બાજુ પ્રબળ થાય છે, ત્યારે બાહ્ય ત્યાગ ઉપર ભાર અપાય છે અને પરિણામે શક્તિવિકાસ રૂપાઈ જાય છે. એક બાજુથી અંતરગત દે કાયમ હોય છે અને બીજી બાજુથી જીવનની સાધક શક્તિઓને વિકસાવવા માટે જોઈતું પ્રવૃત્તિક્ષેત્ર મળતું નથી. જૈન પરંપરાના ઈતિહાસમાં, બીજી નિવૃત્તિલક્ષી પરંપરાઓની પેઠે, આ વસ્તુ અનેક રીતે જોવા મળે છે. કાંઈક સમાજમાનસ એવું ઘડાઈ જાય છે કે પછી તે પૂર્વ પરંપરા છેડી એકાએક પ્રવૃત્તિક્ષેત્ર પસંદ કરતું નથી અને નિવૃત્તિને સાચો ભાવ પચાવી શકતું નથી. તેને લીધે આવું માનસ નિવૃત્તિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249163
Book TitlePravruttilakshi Kalyanmarg
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy