Book Title: Pravasna Ketlak Anubhavo
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ પ્રવાસના કેટલાક અનુભવે [૨૨૭, અગાઉ મરી ગયેલી. આજે એ ભાઈની ઉંમરે તેમને કહ્યા મુજબ ૫૪ વર્ષની ખરી (જો કે મને તો તેથી વધારે જ લાગેલી). એ ભાઈ ત્રીજી સ્ત્રી પરણી તુરતમાં કલકત્તા પાછા ફરેલા અને દિલ્હી પછી રેલવેમાં ભેટ થ. નીચેની હકીકત એ ભાઈ અને ગુજરાતના એક બ્રાહ્મણ વૃદ્ધ બહેન જે કલકત્તા જતાં હતાં તેઓ વચ્ચે થયેલી વાતચીતના અતિ ટૂંક સાર રૂપે આપું છું. તે ઉપરથી હિંદુ સમાજની ઉચ્ચ મનાતી અગર પિતાને ઉચ્ચ માનતી જ્ઞાતિઓનો અને તેમના સામાજિક વ્યવહારોને ખ્યાલ આવશે: મને તો ખબર જ ન હતી પણ અચાનક તાર આવવાથી સિદ્ધપુર પહોંચ્યો અને જોઉં છું તો મારે માટે એક કન્યા નેહીઓએ તૈયાર રાખી છે. કન્યાની પસંદગી મારે કરવાની હતી. ચારે બાજુથી કાણીના ને આધળીના બૂમાટ છતાં મેં પરીક્ષા કરી અને મને તેટલું બધું ન લાગ્યું. છેવટે કન્યાના વડીલે સાથે મસલત કરી દસ્તાવેજ કરાવી લીધું કે જે કન્યા આંધળી નીકળે તે હું તેનું ભરણપોષણ કરવા બંધાતો નથી. બીજે જ દિવસે લગ્ન કર્યું. એકીબેકીની રમતમાં કન્યા પિતા અને રૂપિયાનો ભેદ જઈને પારખી ગઈ, અને બીજી રીતે પણ તે જોઈ શકે છે એ મારી ખાતરી લગ્નક્રિયામાં જ થઈ ઘણું ખર્ચ કરી મેં તેને સંતોષ્યા અને ચીડિયા સ્વભાવની હમેશાં લડાઈમાં મુકાદમનું કામ કરનારી, એ પહેલી સ્ત્રીને પણ પૈસાની ખાનપાનની ભેટ ધરી સંતોષી અને લગ્ન કરી તરત જ કલકત્તા પાછો જાઉં છું. નવવધૂ એના વડીલ સાથે તુરત જ આવનાર છે. આવશે ત્યારે જરૂર તમે રહીઓને ત્યાં લાવીશું. આટલી ઉંમરે લગ્ન ન કરત પણ મરી ગયેલ બીજી સ્ત્રીની એક નાની બાળકીને ઉછેરવાનો સવાલ છે. વંશની પણ ચિંતા છે. મેળવેલા પૈસાનો પણ કાંઈક ઉપયોગ થવો જોઈએ. ઘડપણમાં અંગત સિવાય ખરી સેવા કેઈ ન કરે. અને છેડી ઘણી હરકત હશે તો એમાં કાંઈ ખોટું નથી; કારણ કે એવી સ્ત્રી કુળનિંદા નહિ કરાવે અને કૂતરાં નહિ ભરાવે. ઈત્યાદિ. આ બધી વાત એ ભાઈ એટલા ઉત્સાહ, બળ અને વિશ્વાસપૂર્વક કરી રહ્યા હતા કે તે બધું જોઈ મને બ્રાહ્મણોનું લાડુ ભોજન અને લાડુમાં પણ ધૃતનું રાજ્ય અને તેથી વધતું બુદ્ધિબળ એ બધું સ્મરણમાં તાજું થતું હતું; છતાં મેં વીસ કલાકથી વધારે સંયમ રાખી એક તટસ્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7