Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રવાસના કેટલાક અનુભવે
[૪]
ચિરપરિચિત કાશીનું સ્મરણ તાજી કરવાની લાંબા વખતની તીવ્ર ઇચ્છા અને મારા પૂજ્ય વિદ્યાગુરુને મળવાની લાલચ એ એ ન હેાત તે મિત્રાને ઘણા આગ્રહ અને મારી પોતાની વૃત્તિ છતાં આ વખતે કલકત્તા જવાને વિચાર અમલમાં મૂકી શકયો ન હાત. માર્ચની સેાળમી તારીખે કલકત્તા જવા નીકળ્યે. રેલવેનું વર્ણન હવે પુનર્સાકેત જેવું લાગે છે, છતાં એ ત્રણ દિવસને અનુભવ તદ્દન ફેંકી દેવા જેવે તો નથી જ. ચાલતી ગાડીએ ખીજા પાસે પુસ્તકે વંચાવી સાંભળવાં એ સહેલુ નથી અને કાંઈ પણ માસિક ખારાક મેળવ્યા સિવાય વખત બરબાદ કરવા એ ઓછું કષ્ટદાયક નથી, તેથી એ વખતને ઉપયોગ કરી લેવાની વૃત્તિ સ્વાભાવિક રીતે જ મને હતી. બીજા પ્રસંગે જતા કરી આપણા જર સમાજનેt ખ્યાલ આપે એવા એકાદ વાસ્તવિક સામાજિક પ્રસંગનું જ વર્ણન આપી ઉં એટલે પુનરુક્તિ વિના રેલવેના ત્રણ દિવસેાનુ સ્વપ વર્ણન આવી જાય.
મારા એક સ્નેહી અને હિંદી પત્રપત્રિકાઓના જાણીતા લેખક કન્તુમલ્લજી એમ.એ.એ ઘેાડા દિવસ પહેલાં લગ્ન કર્યું. એ વાત મેં છાપાં દ્વારા જાણી હતી. મને થયું કે આવા શિક્ષિત અને ધવલપુરના ન્યાયાધીશ તેમ જ શિક્ષણ વિભાગના એક વડા અધિકારીએ પચાસ વર્ષ (પાહાથી માલૂમ પડ્યું કે તેમની ઉમર ૫૭ વર્ષની હતી) લગ્ન કર્યુ” એ હિંદુ સમાજનું કેવું દુર્ભાગ્ય ! (દુર્ભાગ્ય એટલા માટે જ કે કન્યા ભાગ્યે જ પંદર વર્ષની હાય અને વળી પુનર્લગ્નના સખત પ્રતિબંધ; ઉપરાંત પડદાની પ્રથા.) પરંતુ ખુશીની વાત એટલી જ કે એ શિક્ષિત મહાશયે લગ્ન કર્યાં છતાં જ્યારે કેટલાક મિત્રોએ તેમને પૂછ્યું ત્યારે તેમણે જરા પણ બચાવ કર્યા વિના પેાતાની નબળાઈ સ્વીકારી અને માત્ર વાસના ખાતર એક કન્યાને આજન્મ કારાગૃહમાં નાખવાની પેાતાની ભૂલ શરમપૂર્વક કબૂલ કરી. પણ મેં જે એક કિસ્સા રેલવેમાં અનુભવ્યા તે આથી તદ્દન જુદે છે. એક સિધ્ધપુરના ઔદિચ્ય બ્રાહ્મણ ઘણાં વર્ષો થયાં કલકત્તામાં રહેછે અને વ્યાપાર કરે છે. પૈસેટકે સુખી છે, પહેલી સ્ત્રી હયાત છે, ખીજી વરસેક
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રવાસના કેટલાક અનુભવે
[૨૨૭, અગાઉ મરી ગયેલી. આજે એ ભાઈની ઉંમરે તેમને કહ્યા મુજબ ૫૪ વર્ષની ખરી (જો કે મને તો તેથી વધારે જ લાગેલી). એ ભાઈ ત્રીજી સ્ત્રી પરણી તુરતમાં કલકત્તા પાછા ફરેલા અને દિલ્હી પછી રેલવેમાં ભેટ થ. નીચેની હકીકત એ ભાઈ અને ગુજરાતના એક બ્રાહ્મણ વૃદ્ધ બહેન જે કલકત્તા જતાં હતાં તેઓ વચ્ચે થયેલી વાતચીતના અતિ ટૂંક સાર રૂપે આપું છું. તે ઉપરથી હિંદુ સમાજની ઉચ્ચ મનાતી અગર પિતાને ઉચ્ચ માનતી જ્ઞાતિઓનો અને તેમના સામાજિક વ્યવહારોને ખ્યાલ આવશે:
મને તો ખબર જ ન હતી પણ અચાનક તાર આવવાથી સિદ્ધપુર પહોંચ્યો અને જોઉં છું તો મારે માટે એક કન્યા નેહીઓએ તૈયાર રાખી છે. કન્યાની પસંદગી મારે કરવાની હતી. ચારે બાજુથી કાણીના ને આધળીના બૂમાટ છતાં મેં પરીક્ષા કરી અને મને તેટલું બધું ન લાગ્યું. છેવટે કન્યાના વડીલે સાથે મસલત કરી દસ્તાવેજ કરાવી લીધું કે જે કન્યા આંધળી નીકળે તે હું તેનું ભરણપોષણ કરવા બંધાતો નથી. બીજે જ દિવસે લગ્ન કર્યું. એકીબેકીની રમતમાં કન્યા પિતા અને રૂપિયાનો ભેદ જઈને પારખી ગઈ, અને બીજી રીતે પણ તે જોઈ શકે છે એ મારી ખાતરી લગ્નક્રિયામાં જ થઈ ઘણું ખર્ચ કરી મેં તેને સંતોષ્યા અને ચીડિયા સ્વભાવની હમેશાં લડાઈમાં મુકાદમનું કામ કરનારી, એ પહેલી સ્ત્રીને પણ પૈસાની ખાનપાનની ભેટ ધરી સંતોષી અને લગ્ન કરી તરત જ કલકત્તા પાછો જાઉં છું.
નવવધૂ એના વડીલ સાથે તુરત જ આવનાર છે. આવશે ત્યારે જરૂર તમે રહીઓને ત્યાં લાવીશું. આટલી ઉંમરે લગ્ન ન કરત પણ મરી ગયેલ બીજી સ્ત્રીની એક નાની બાળકીને ઉછેરવાનો સવાલ છે. વંશની પણ ચિંતા છે. મેળવેલા પૈસાનો પણ કાંઈક ઉપયોગ થવો જોઈએ. ઘડપણમાં અંગત સિવાય ખરી સેવા કેઈ ન કરે. અને છેડી ઘણી હરકત હશે તો એમાં કાંઈ ખોટું નથી; કારણ કે એવી સ્ત્રી કુળનિંદા નહિ કરાવે અને કૂતરાં નહિ ભરાવે. ઈત્યાદિ.
આ બધી વાત એ ભાઈ એટલા ઉત્સાહ, બળ અને વિશ્વાસપૂર્વક કરી રહ્યા હતા કે તે બધું જોઈ મને બ્રાહ્મણોનું લાડુ ભોજન અને લાડુમાં પણ ધૃતનું રાજ્ય અને તેથી વધતું બુદ્ધિબળ એ બધું સ્મરણમાં તાજું થતું હતું; છતાં મેં વીસ કલાકથી વધારે સંયમ રાખી એક તટસ્થ
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૨૮]
દર્શન અને ચિંતા પિસેન્જર રૂપે એ વાત સાંભળ્યા જ કરી, પણ બર્દવાન રટેશન જે કલકત્તાની નજીક છે ત્યાં પહોંચતાં અચાનક મન તૂટયું અને એ ભાઈ મારી પાસે આવ્યા. વળી વાત શરૂ થઈ. તેમણે કહ્યું: “જે ગાંધીજીએ એક ભૂલ ન કરી હેત તે જરૂર સ્વરાજ્ય મળ્યું હતું. અને તે એ કે, બારડોલીને ઠરાવ, અમે બધા ગાંધીજીને ખૂબ માનીએ છીએ, ખાદી માટે તેમણે બહુ કર્યું છે, વગેરે.” મેં કહ્યું કે “ગાંધીજી વૃદ્ધ-લગ્ન વિરુદ્ધ બહુ લખે છે અને તેને પરિણામે હમણ કેટલાંક વૃદ્ધ-લગ્ન થતાં પણ અટક્યાં છે ત્યારે તમે આટલી ઉંમરે ગાંધીજીને સમજવા છતાં શા માટે પરણ્યા?” મારા આ પ્રશ્ન તેમની બુદ્ધિ શક્તિને ખૂબ વેગ આપે. જેમ કોઈ દલીલબાજ વકીલ એક પછી એક દલીલ દીધે જ જાય છે તેમ તે ભાઈએ પિતાની દલીલબાણાવલિથી મને વીંધ્યા જે કરી નાખે. તેમણે કહ્યું: “આ લગ્નમાં મારે મુખ્ય હેતુ એક બ્રાહ્મણકન્યાના ઉદ્ધારને છે. એને કન્યાકાળ વીતી ગયે એથી એનાં મા-બાપ, લાગતા વળગતાં તેમ જ એ કન્યા એટલાં બધાં દુઃખી થતાં અને લેકનિંદાથી ઘવાયેલાં તે ગમે ત્યાં એ કન્યાને આપી દેવા તરફડી રહ્યાં હતાં. એ બધાનું દુઃખ મેં દૂર કર્યું, અને તેથી વધારે ઉપકાર તે એ કન્યા ઉપર મેં કર્યો છે. એ આંખમાં ફૂલવાળી કન્યાને કોઈ હાથ નહોતું પકડતું ત્યારે મેં કોઈની પરવા કર્યા સિવાય એને બચાવી લીધી છે. ખરી રીતે મેં આ લગ્ન કરીને એક બ્રાહ્મણુકન્યાને અભયદાન આપ્યું છે. બાકી અત્યારે મને લગ્ન કરવાની તૃષ્ણ ન હતી.” મેં પૂછ્યું, “ઉંમર કેટલી ?” ઉત્તર મળે, “ચેપન થયાં હશે.” “શું તમે ન પરણ્યા હેત તે એ કન્યા રિબાત?' મેં પૂછયું. “અવશ્ય, તેનું જીવન એળે જાત. નાત નાની, કન્યાકાળ ગયેલે, આંખે ઝૂલું, પછી તે કોણ? આપણે તે છીએ ઘરડા, એટલે એમ માની લઈએ કે જુગતું જ થયું છે. જે રૂપાળી અને સર્વાંગસુંદર કન્યા મળી હોત તો તે અભિમાની હેવા ઉપરાંત પાછળથી સાચવવી પણ મુશ્કેલ પડત, આ તે ઠીક છે; નહિ ફાવે ત્યારે ખાવા જેટલું આપવાથી ગમે ત્યાં ઘરને ખૂણે પડી રહેશે.” વગેરે.
કનુભલ્લજી અને આ સિદ્ધપુરવાળા ઠાકર બન્નેએ વૃદ્ધ-લગ્ન કર્યા, પણ પહેલાએ ખી નબળાઈ સ્વીકારી, બીજાએ બહુ જ કુશળતાથી બળપૂર્વક બચાવ કર્યો, એટલું જ નહિ પણ પિતાની પરેપકાર–વૃત્તિ બતાવી. આમાં તથ્ય શું છે અને કેટલું છે એ બતાવવું એ આ ઘટના આલેખવાને ‘ઉદ્દેશ નથી, પણ આ ઉપરથી સ્પષ્ટ થતો એક આર્યસિદ્ધાંત અહીં સૂચવી
Page #4
--------------------------------------------------------------------------
________________
[૨૨૯
પ્રવાસના. કેટલાક અનુભવે દેવાનો હેતુ છે અને તે એ કે વર્માનુરે ળિ સુ કર્મ એટલે સંસ્કાર, અગર વાસના. સંસ્કાર જે કરવા પ્રેરે તે તરફ ભાણસ ઢળે, અને જે તેને બુદ્ધિ હોય તે તે વૃત્તિનું સમર્થન કરે ને તેના ઉપર ઓ૫ ચડાવે. સંસ્કાર શુભ અગર શુદ્ધ હોય તે બુદ્ધિ તેની વકીલાત કરી પ્રતિષ્ઠા મેળવે. સંસ્કાર નબળો હોય તે બુદ્ધિ તેને પક્ષ લઈ કદાચ વિજય મેળવે પણ પ્રતિષ્ઠા ન મેળવે. એવા પ્રકારના માણસો ચાલાક કહેવાય છે. અને તેવા ચાલાકમાં પિલા ઠાકોરભાઈની ગણતરી કરવી જોઈએ. અલબત્ત કોઈવાર બુથનુસારી પણ કામ હોય છે. બુદ્ધિ બતાવે તે રીતે માણસ ચાલે એવા માણસો પુરુષાથી હોય છે. કેઈ વાર બુદ્ધિ પરિમાર્જિત ન હોય તો એને પુરુષાર્થ સત્પરિણામ ન લાવે, પણ જે બુદ્ધિ શુદ્ધ હોય અને તે પ્રમાણે પુસ્વાર્થ કરવામાં આવે તે તેથી તે મહાન બને. આપણે આ કટિમાં મહાત્માને મૂકી શકીએ. અસ્તુ.
શાંતિનિકેતનથી પાછા ફરતાં કાશી આવવા બહુશ્રત અને વિદ્યાવોવૃદ્ધ પૂ. ધ્રુવ સાહેબનો જ્યારે કલકત્તાથી ઉત્તર આવ્યો કે હું કાશીમાં છુંરહેવાનો છું, તમારા વિદ્યાગુરુ મિત્રછ કાશીમાં જ છે, અને તમે મારે
ત્યાં જ ઊતરશેત્યારથી જ હું કાશી જવા માટે તલપાપડ થઈ રહેલે. કેન્ટોનમેન્ટ ટેશનથી ધ્રુવ સાહેબને બંગલે જતાં કૃપાલાનીજને આશ્રમ જોઈ લેવાની ઝંખના થઈ. એ તરુણ જોગીને મળવાની લાલસા પ્રબળ હતી. પણ રસ્તામાં જ કેઈએ કહ્યું કે તેઓ અહીં નથી એટલે આગળ ચાલ્યો. એક વારનું જંગલ અગર મેદાન અને અત્યારનું વિશ્વકર્મા નગર હિન્દુ યુનિવર્સિટીને વિભાગ જ્યાં ધ્રુવ સાહેબનો બંગલે છે ત્યાં પહોંચ્યો. ધ્રુવ સાહેબ સુરતમાં જ મદ્રાસથી આવેલા હોવાથી તબિયત સારી ન હતી, પણ તેમને પ્રેમ અને આતિથ્યપ્રબંધ જોઈ હું તૃપ્ત થઈ ગયો. વિદ્યાર્થીઓ અને પંડિત હોસ્ટેલમાં હતા જ, પરિચિતોને લાંબે કાળે મળવાની ઝંખના જેને એકવાર થઈ છે તે મારી ઉત્સુકતાને કલ્પી શકે. તેમાં વિદ્યાગુરૂને (ખાસ કરી નિખાલસ સ્વભાવના અને પ્રખર વિદ્યાસંપન્ન ગુરુને) મળવાનું હોય ત્યારે હર્ષ અને ઉત્સુકતાની હદ નથી રહેતી. તેઓ પાસે હજી પહોંચ્યો નહોતા ત્યાં તે દૂરથી “માફg સુકાની માફg, વા સો સો વર્ષે વે વાર ડૂતને ઉગ્ર સૌર ફતને સંત ને ચાર મી ફગ ટ્રી !' એ ગુરુ મુખનાં નિખાલસ અને પ્રેમ વાક્યોએ મને શરમાવી દીધેપણ પછી વિદ્યાવાર્તા, નવીન અભ્યાસનાં પરિણામે, ચાલુ કાર્યો વગેરેના વિષયોમાં ઉતર્યા અને એક બીજાના અનુભવે ઠાલવ્યા.
Page #5
--------------------------------------------------------------------------
________________
દેશન અને ચિંતન
અહીં વાચાને જણાવી દેવું ચિત ધારું છું કે જે મારા વિદ્યાગુરુ હિંદુ યુનિવર્સિ ટીમાં સંસ્કૃત વિભાગમાં છે તે મુખ્ય નૈયિક છે, પણ ખરી રીતે તે વૈદિક બધાં દર્શનાના નિષ્ણાત પંડિત છે. મે' જેટલા પડિતા જોયા છે તેમાં આમનું વિદ્યાદષ્ટિએ મુખ્ય સ્થાન છે અને એ ત્યાંના પ્રધાન પડિત છે. ધ્રુવ સાહેબ પોતે તેમનાથી ખૂબ જ સંતુષ્ટ છે, અને તે પતિજીના હોવાથી હિંદુ યુનિવર્સિટી ગૌરવ માને છે. એ પતિની ઘેાડી ચર્ચો કહું. શરીરમાં માત્ર અસ્થિ શેષ છે. ભર સેટી નથી. અભ્યાસ કરાવવામાં અને તેનાં પરિણામે લખવામાં ખાસ કરી પ્રાતઃકાળમાં ઉત્પન્ન થયેલ વિચારી તેધવામાં એવા નિમગ્ન રહે છે કે કરવા સુદાં જતા નથી. એ મેટા દોષ છે, છતાં વિદ્યાની ઉપાસના કેટલી તીવ્ર છે એ જણાવવા. ખાતર આ વાત આપું છું. પ્રાતઃકાળમાં ચાર કલાક અને અપેારે મેથી રાતના નવ વાગ્યા સુધી સાત ક્લાક એ અગિયાર કલાકના માત્ર બૌદ્ધિક કાં નહિ પણ અધ્યાપન કાર્યના સતત અનુશીલનથી તેમની પ્રત્યેક દર્શનવિદ્યા કેટલી જાગ્રત હશે એની કલ્પના દૂર બેઠાં અનભિજ્ઞને ન આવી શકે. મેં તો શિષ્ય ભાવે તેમને હવે આટલું અધ્યાપન ન કરવા કહ્યું. તેમણે સ્વીકાયુ” પણ. અસ્તુ. એ અને એમના જેવા પડતા કાશીમાં છે એ જ મારે મન કાશીની વિશેષતા છે. પતિન્ય કાશીમાં ગંગા ઉત્તરવાહિની હોત અને બુદ્ધનાં પૂસ્મરણેા કરાવતાં હેત, અને ખીજી કેટલીક કળા કારીગરીની વિશેષતાએ આજે છે તે હેત તાપણુ હું કાશીને તીનામ કદી પણ ન આપત. કાશીનું તીર્થ એ ભારતીયશાસ્ત્ર વિદ્યાના સંરક્ષણમાં સમાયેલુ છે. જો એ ન હોય તેમ આકીની બધી કાશીની વિશેષતાએ અન્યત્ર પણ લભ્ય છે.
૨૩૦]
મતે જૈન જાણી એક જૈન વિદ્યાર્થીઓનુ નાનુ મંડળ પણ એકઠું થઈ ગયું, જે કૅલેજમાં જુદા જુદા વિષયે! લઈ શીખે છે, અને જુદા જુદા પ્રાંતમાંથી એકઠું થયેલુ છે. ચાલુ અભ્યાસની રાષ્ટ્રીયતાની, જૈન સમાજની વર્તમાન સ્થિતિની, તેના ક્િરકાઍના બહુ કામતી ઝઘડાઓની થોડી ઘણી ચર્ચા થઈ. અહીં નોંધવા જેવી બાબત એ છે કે તેમાંના અમુક વિદ્યાચીને ખીરલા સ્કોલરશીપ મળે છે. જૈતા, શાખા, કાયસ્થા વગેરે બધાએ એને લાભ લે છે. મારા સાંભળવા પ્રમાણે એવી સે કડે સ્કોલરશીપા તે કાશીમાં આપે છે. માત્ર શુદ્ધ વિદ્યાષ્ટિથી આવી રીતે ધનના ઉપયેગ કરનાર હિંદુસ્થાનમાં કેટલા હરશે ?
Page #6
--------------------------------------------------------------------------
________________
[૨૩૧
પ્રવાસના કેટલાક અનુભવે
બીજે દિવસે સવારે નાગરી પ્રચારિણી સભામાં ગયે. રામનવમી હોવાથી કાર્યાલય બંધ હતું. ઊંડી અને લાંબી ગલીઓમાં મંત્રીને ત્યાં જવા નીકળ્યો. જે ગલીમાં જતાં અને ઊભા રહેતાં સૂગ ચઢતી તે ગલીમાં આટલાં વર્ષ બાદ ગયા પછી કેવળ પૂર્વ પરિચયને કારણે, ભૂતકાળના સ્મરણથી ઉત્પન્ન થતા આનંદને કારણે એ સૂગે સ્પર્શ પણ ન કર્યો. જે એકાએક મને ગુજરાતમાં આવ્યા પછી ટીકા કરવાની વસ્તુ જેવા લાગતા તે એક્કામાં બેસી કાશીમાં જતાં પૂર્વકાલીન સ્મરણને લીધે એક જાતને આનંદ અનુભવાત. મને તે વખત લાગ્યું કે જે વસ્તુ અનુભવકાળમાં દુ:ખદ હોય છે કે ખટકે છે તે જ સ્મરણકાળમાં સુખદ બની જાય છે. ધ્રુવ સાહેબના (એકવાર સાથે તે જમીએ એવા) પ્રેમાળ આગ્રહથી બીજે દિવસે રોકાયો પણ જે ગંગાકાંઠે વર્ષો વ્યતીત કરેલાં અને જ્યાં અનેક પોથીઓ ઉથામેલી ત્યાં ગયા સિવાય કાશી છોડવાનું મન થાય ખરું? તેથી એ અભ્યાસસ્થાનમાં ગંગાના કિનારે જૈન મંદિરમાં માત્ર બે મિનિટ જઈ આવ્યો અને સુખ તથા દુઃખની તીવ્ર મિશ્રિત લાગણી અનુભવતાં અનુભવતાં આગ્રા તરફ આવવા નીકળે. ફરી અહીં અવશે ? આવીશ તે રહીશ ? રહેવું ઘટિતા છે કે નહિ ? કાયમ રહેવું કે નહિ ? પાછુ ફરી આવવું છે અને બાળક બની, વિદ્યાથી બની આપની આટલી પરિણત વિદ્યાનું નવી દૃષ્ટિએ પાન કરવું છે એવું વિદ્યાગુરુને વાતચીતમાં આપેલું વચન પાળવાને અવસર પાછો આવશે કે નહિ ? એ અવસર આણવા શું શું કરવું પડશે અને શું શું છેડવું પડશે વગેરે અનેક પ્રશ્નમાળાઓને હૃદયમાં લઈ ગાડી ઉપર સવાર થયો અને આગ્રા પહોંચે.
આગ્રા એ ચાર વર્ષના પૂર્વનિવાસનું સ્થાન હતું. ત્યાં મિત્રો ધણા. કેટલાક શ્રીપુત્રો તો કેટલાક ધીપુત્ર. મહાવીર જયંતી આવવાની તેથી ત્રણે ફિરકાઓને સંયુક્ત પ્રયત્ન એ ઉત્સવ માટે હતા, અને અચાનક જવાનું થયું એટલે એઓ નીકળવા દે? બધું ઠેલવું શક્ય છે પણ મિત્ર-આગ્રહ, હેલો શક્ય નથી. આર્ય સમાજના, મુસલમાનના અને સનાતનીઓના ઉત્સવ તાજેતરમાં થયા હતા અને થનાર હતા. જેનો પાછા પડે તો ધર્મની અધોગતિ ગણાય, એટલે તેઓને પણ શરાતન ચડેલું. જૈન યુવકે સ્વયંસેવક દળ તૈયાર કરવા અને જૈન સમાજનું સંગઠન કરવા ઉત્સુક દેખાતા. ભગવાન મહાવીરના જીવન પર, અને સ્વયં સેવા પર અને સંગઠન પરત્વે, મારે કાંઈક કહેવું એવી એમની માગણી હતી. મેં કહ્યું કે,
Page #7
--------------------------------------------------------------------------
________________ 232] દર્શન અને ચિંતન હું જન્મ સ્થાનકવાસી છું. મૂર્તિપૂજક ફિરકામાં જીવન વ્યતીત કરું છું, અને દિગંબર પંથના નિકટ પરિચયમાં ખૂબ આવ્યો છું, છતાં એ ત્રણે ફિરકાઓમાંના ઘણા અને પિતાના ફિરકા બહારનો અથવા પિતાના ફિરકાને અનુયાયી માને છે. સ્થાનકવાસી મને મૂર્તિપૂજક સમજે છે. કેટલાક શ્વેતાંબરે” દિગંબરમાં પક્ષપાત જુએ છે, અને દિગંબર તે મને શ્વેતાંબર જ માને છે.. ખરી રીતે હું સમાન રૂપે ત્રણે ફિરકાને છું અને અસમાન -રૂપે એકનો નથી. એવી સ્થિતિમાં તમારા સંયુક્ત ઉત્સવમાં હું તમને સંભળાવીશ તે ભારે તો નહિ પડે?” સામેથી ઉત્તર આવ્યું કે અમે યુવકે એ માટે તૈયાર છીએ. આ પ્રયત્ન યુવકને જ છે. ત્યારે આવી ખાતરી મળી ત્યારે મેં કાંઈક બેલવા રવીકાર્યું, અને વિષય નકકી કર્યું. “જૈન ધર્મજ હૃદ્ધ વયા હૈ” | જૈન ધર્મનું હૃદય શું છે ? એ વિષય ઉપર નીક-ળવાને દિવસે દેઢેક કલાક ચર્ચા થઈ, જે આ વર્ણનમાં ટૂંકામાં પણ આપી ન શકાય. વળી પ્રસંગ મળશે તે એ વિચારે વ્યવસ્થિત કરી ઉપપસ્થિત કરીશ. જેમ આ મુસાફરી ત્વરાની હતી તેમ તેનું આ વર્ણન પણ તેથીયે - વધારે વરાપૂર્વક કરી આપ્યું છે. તેમાં ઘણી બાબત છેડી છે, ઘણી ટૂંકાવી છે, અને ઘણી ઉક્રમે પણ મૂકી છે. આશા છે કે એ ત્રુટિ સંતવ્ય ગણાશે. –પ્રસ્થાન, પુત્ર 5, અં૦ 6