________________
પ્રવાસના કેટલાક અનુભવે
[૪]
ચિરપરિચિત કાશીનું સ્મરણ તાજી કરવાની લાંબા વખતની તીવ્ર ઇચ્છા અને મારા પૂજ્ય વિદ્યાગુરુને મળવાની લાલચ એ એ ન હેાત તે મિત્રાને ઘણા આગ્રહ અને મારી પોતાની વૃત્તિ છતાં આ વખતે કલકત્તા જવાને વિચાર અમલમાં મૂકી શકયો ન હાત. માર્ચની સેાળમી તારીખે કલકત્તા જવા નીકળ્યે. રેલવેનું વર્ણન હવે પુનર્સાકેત જેવું લાગે છે, છતાં એ ત્રણ દિવસને અનુભવ તદ્દન ફેંકી દેવા જેવે તો નથી જ. ચાલતી ગાડીએ ખીજા પાસે પુસ્તકે વંચાવી સાંભળવાં એ સહેલુ નથી અને કાંઈ પણ માસિક ખારાક મેળવ્યા સિવાય વખત બરબાદ કરવા એ ઓછું કષ્ટદાયક નથી, તેથી એ વખતને ઉપયોગ કરી લેવાની વૃત્તિ સ્વાભાવિક રીતે જ મને હતી. બીજા પ્રસંગે જતા કરી આપણા જર સમાજનેt ખ્યાલ આપે એવા એકાદ વાસ્તવિક સામાજિક પ્રસંગનું જ વર્ણન આપી ઉં એટલે પુનરુક્તિ વિના રેલવેના ત્રણ દિવસેાનુ સ્વપ વર્ણન આવી જાય.
મારા એક સ્નેહી અને હિંદી પત્રપત્રિકાઓના જાણીતા લેખક કન્તુમલ્લજી એમ.એ.એ ઘેાડા દિવસ પહેલાં લગ્ન કર્યું. એ વાત મેં છાપાં દ્વારા જાણી હતી. મને થયું કે આવા શિક્ષિત અને ધવલપુરના ન્યાયાધીશ તેમ જ શિક્ષણ વિભાગના એક વડા અધિકારીએ પચાસ વર્ષ (પાહાથી માલૂમ પડ્યું કે તેમની ઉમર ૫૭ વર્ષની હતી) લગ્ન કર્યુ” એ હિંદુ સમાજનું કેવું દુર્ભાગ્ય ! (દુર્ભાગ્ય એટલા માટે જ કે કન્યા ભાગ્યે જ પંદર વર્ષની હાય અને વળી પુનર્લગ્નના સખત પ્રતિબંધ; ઉપરાંત પડદાની પ્રથા.) પરંતુ ખુશીની વાત એટલી જ કે એ શિક્ષિત મહાશયે લગ્ન કર્યાં છતાં જ્યારે કેટલાક મિત્રોએ તેમને પૂછ્યું ત્યારે તેમણે જરા પણ બચાવ કર્યા વિના પેાતાની નબળાઈ સ્વીકારી અને માત્ર વાસના ખાતર એક કન્યાને આજન્મ કારાગૃહમાં નાખવાની પેાતાની ભૂલ શરમપૂર્વક કબૂલ કરી. પણ મેં જે એક કિસ્સા રેલવેમાં અનુભવ્યા તે આથી તદ્દન જુદે છે. એક સિધ્ધપુરના ઔદિચ્ય બ્રાહ્મણ ઘણાં વર્ષો થયાં કલકત્તામાં રહેછે અને વ્યાપાર કરે છે. પૈસેટકે સુખી છે, પહેલી સ્ત્રી હયાત છે, ખીજી વરસેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org