SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૩૧ પ્રવાસના કેટલાક અનુભવે બીજે દિવસે સવારે નાગરી પ્રચારિણી સભામાં ગયે. રામનવમી હોવાથી કાર્યાલય બંધ હતું. ઊંડી અને લાંબી ગલીઓમાં મંત્રીને ત્યાં જવા નીકળ્યો. જે ગલીમાં જતાં અને ઊભા રહેતાં સૂગ ચઢતી તે ગલીમાં આટલાં વર્ષ બાદ ગયા પછી કેવળ પૂર્વ પરિચયને કારણે, ભૂતકાળના સ્મરણથી ઉત્પન્ન થતા આનંદને કારણે એ સૂગે સ્પર્શ પણ ન કર્યો. જે એકાએક મને ગુજરાતમાં આવ્યા પછી ટીકા કરવાની વસ્તુ જેવા લાગતા તે એક્કામાં બેસી કાશીમાં જતાં પૂર્વકાલીન સ્મરણને લીધે એક જાતને આનંદ અનુભવાત. મને તે વખત લાગ્યું કે જે વસ્તુ અનુભવકાળમાં દુ:ખદ હોય છે કે ખટકે છે તે જ સ્મરણકાળમાં સુખદ બની જાય છે. ધ્રુવ સાહેબના (એકવાર સાથે તે જમીએ એવા) પ્રેમાળ આગ્રહથી બીજે દિવસે રોકાયો પણ જે ગંગાકાંઠે વર્ષો વ્યતીત કરેલાં અને જ્યાં અનેક પોથીઓ ઉથામેલી ત્યાં ગયા સિવાય કાશી છોડવાનું મન થાય ખરું? તેથી એ અભ્યાસસ્થાનમાં ગંગાના કિનારે જૈન મંદિરમાં માત્ર બે મિનિટ જઈ આવ્યો અને સુખ તથા દુઃખની તીવ્ર મિશ્રિત લાગણી અનુભવતાં અનુભવતાં આગ્રા તરફ આવવા નીકળે. ફરી અહીં અવશે ? આવીશ તે રહીશ ? રહેવું ઘટિતા છે કે નહિ ? કાયમ રહેવું કે નહિ ? પાછુ ફરી આવવું છે અને બાળક બની, વિદ્યાથી બની આપની આટલી પરિણત વિદ્યાનું નવી દૃષ્ટિએ પાન કરવું છે એવું વિદ્યાગુરુને વાતચીતમાં આપેલું વચન પાળવાને અવસર પાછો આવશે કે નહિ ? એ અવસર આણવા શું શું કરવું પડશે અને શું શું છેડવું પડશે વગેરે અનેક પ્રશ્નમાળાઓને હૃદયમાં લઈ ગાડી ઉપર સવાર થયો અને આગ્રા પહોંચે. આગ્રા એ ચાર વર્ષના પૂર્વનિવાસનું સ્થાન હતું. ત્યાં મિત્રો ધણા. કેટલાક શ્રીપુત્રો તો કેટલાક ધીપુત્ર. મહાવીર જયંતી આવવાની તેથી ત્રણે ફિરકાઓને સંયુક્ત પ્રયત્ન એ ઉત્સવ માટે હતા, અને અચાનક જવાનું થયું એટલે એઓ નીકળવા દે? બધું ઠેલવું શક્ય છે પણ મિત્ર-આગ્રહ, હેલો શક્ય નથી. આર્ય સમાજના, મુસલમાનના અને સનાતનીઓના ઉત્સવ તાજેતરમાં થયા હતા અને થનાર હતા. જેનો પાછા પડે તો ધર્મની અધોગતિ ગણાય, એટલે તેઓને પણ શરાતન ચડેલું. જૈન યુવકે સ્વયંસેવક દળ તૈયાર કરવા અને જૈન સમાજનું સંગઠન કરવા ઉત્સુક દેખાતા. ભગવાન મહાવીરના જીવન પર, અને સ્વયં સેવા પર અને સંગઠન પરત્વે, મારે કાંઈક કહેવું એવી એમની માગણી હતી. મેં કહ્યું કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249303
Book TitlePravasna Ketlak Anubhavo
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Pilgrimage
File Size131 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy