SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૨૯ પ્રવાસના. કેટલાક અનુભવે દેવાનો હેતુ છે અને તે એ કે વર્માનુરે ળિ સુ કર્મ એટલે સંસ્કાર, અગર વાસના. સંસ્કાર જે કરવા પ્રેરે તે તરફ ભાણસ ઢળે, અને જે તેને બુદ્ધિ હોય તે તે વૃત્તિનું સમર્થન કરે ને તેના ઉપર ઓ૫ ચડાવે. સંસ્કાર શુભ અગર શુદ્ધ હોય તે બુદ્ધિ તેની વકીલાત કરી પ્રતિષ્ઠા મેળવે. સંસ્કાર નબળો હોય તે બુદ્ધિ તેને પક્ષ લઈ કદાચ વિજય મેળવે પણ પ્રતિષ્ઠા ન મેળવે. એવા પ્રકારના માણસો ચાલાક કહેવાય છે. અને તેવા ચાલાકમાં પિલા ઠાકોરભાઈની ગણતરી કરવી જોઈએ. અલબત્ત કોઈવાર બુથનુસારી પણ કામ હોય છે. બુદ્ધિ બતાવે તે રીતે માણસ ચાલે એવા માણસો પુરુષાથી હોય છે. કેઈ વાર બુદ્ધિ પરિમાર્જિત ન હોય તો એને પુરુષાર્થ સત્પરિણામ ન લાવે, પણ જે બુદ્ધિ શુદ્ધ હોય અને તે પ્રમાણે પુસ્વાર્થ કરવામાં આવે તે તેથી તે મહાન બને. આપણે આ કટિમાં મહાત્માને મૂકી શકીએ. અસ્તુ. શાંતિનિકેતનથી પાછા ફરતાં કાશી આવવા બહુશ્રત અને વિદ્યાવોવૃદ્ધ પૂ. ધ્રુવ સાહેબનો જ્યારે કલકત્તાથી ઉત્તર આવ્યો કે હું કાશીમાં છુંરહેવાનો છું, તમારા વિદ્યાગુરુ મિત્રછ કાશીમાં જ છે, અને તમે મારે ત્યાં જ ઊતરશેત્યારથી જ હું કાશી જવા માટે તલપાપડ થઈ રહેલે. કેન્ટોનમેન્ટ ટેશનથી ધ્રુવ સાહેબને બંગલે જતાં કૃપાલાનીજને આશ્રમ જોઈ લેવાની ઝંખના થઈ. એ તરુણ જોગીને મળવાની લાલસા પ્રબળ હતી. પણ રસ્તામાં જ કેઈએ કહ્યું કે તેઓ અહીં નથી એટલે આગળ ચાલ્યો. એક વારનું જંગલ અગર મેદાન અને અત્યારનું વિશ્વકર્મા નગર હિન્દુ યુનિવર્સિટીને વિભાગ જ્યાં ધ્રુવ સાહેબનો બંગલે છે ત્યાં પહોંચ્યો. ધ્રુવ સાહેબ સુરતમાં જ મદ્રાસથી આવેલા હોવાથી તબિયત સારી ન હતી, પણ તેમને પ્રેમ અને આતિથ્યપ્રબંધ જોઈ હું તૃપ્ત થઈ ગયો. વિદ્યાર્થીઓ અને પંડિત હોસ્ટેલમાં હતા જ, પરિચિતોને લાંબે કાળે મળવાની ઝંખના જેને એકવાર થઈ છે તે મારી ઉત્સુકતાને કલ્પી શકે. તેમાં વિદ્યાગુરૂને (ખાસ કરી નિખાલસ સ્વભાવના અને પ્રખર વિદ્યાસંપન્ન ગુરુને) મળવાનું હોય ત્યારે હર્ષ અને ઉત્સુકતાની હદ નથી રહેતી. તેઓ પાસે હજી પહોંચ્યો નહોતા ત્યાં તે દૂરથી “માફg સુકાની માફg, વા સો સો વર્ષે વે વાર ડૂતને ઉગ્ર સૌર ફતને સંત ને ચાર મી ફગ ટ્રી !' એ ગુરુ મુખનાં નિખાલસ અને પ્રેમ વાક્યોએ મને શરમાવી દીધેપણ પછી વિદ્યાવાર્તા, નવીન અભ્યાસનાં પરિણામે, ચાલુ કાર્યો વગેરેના વિષયોમાં ઉતર્યા અને એક બીજાના અનુભવે ઠાલવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249303
Book TitlePravasna Ketlak Anubhavo
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Pilgrimage
File Size131 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy