Book Title: Prarthana ane Safalta Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 4
________________ પ્રાર્થના અને સફળતા ૦ ૨૧૯ બહાર ચાલ્યા જવાનું કહી શેઠજી તો ન્હાવણિયામાં બેસી ગયા અને નાહીધોઈને હંમેશાની ટેવ મુજબ ગાવા લાગ્યા કે, शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशम्, सर्वत्र सुखिनो भवन्तु लोकाः ॥ " આ કથા માત્ર એકલા વેપારીને જ લાગુ પડતી નથી, પણ મોટા મોટા ઉદ્યોગપતિઓ, મોટા મોટા વકીલ-બૅરિસ્ટરો, મોટા મોટા વિદ્યાગુરુઓ, પ્રોફેસરો, યુનિવર્સિટીના સંચાલકો, વૈદ્યો, ડૉક્ટરો, કારીગરો તથા સાધુસંન્યાસીઓને પણ તેટલી જ લાગુ પડે છે. તથા પુસ્તકોના વેચનારાઓ અને પુસ્તકોને પ્રકાશિત કરનારી સંસ્થાઓ તથા રાજ્યવ્યવસ્થા કરનારા રાજપુરુષો તથા સરકારી તમામ નોકરો, પટાવાળાથી પ્રધાન સુધીના સત્તાવાળા લોકોને પણ તેટલી જ લાગુ પડે છે. તાત્પર્ય એ કે દાનત ચોખ્ખી રાખવા સાથે અને વ્યવહાર ચોખ્ખો રાખવા સાથે જો પ્રાર્થના થાય તો તો તેની સફળતાની બાબત શંકા રહેતી નથી. પણ પ્રાર્થના પૂર્વ દિશામાં ચાલે અને પ્રાર્થના કરનાર પશ્ચિમ દિશામાં ચાલે તો પ્રાર્થનાનું પરિણામ મોટા મીંડામાં જ આવે છે એ નિઃશંક વાત છે. વિશેષ સ્પષ્ટ શબ્દોમાં કહેવું હોય તો એમ જરૂર કહી શકાય કે મોટા મોટા ઉદ્યોગપતિઓ જે જે સામાન બનાવે છે તે સામાન બનાવવામાં જેટલી જેટલી વસ્તુઓ ભેળવવાની હોય અને ભેળવવા જેવી તમામ વસ્તુઓને ભેળવીને જનતાને ઉપયોગી, ટકાઉ અને ઉત્તમ સામાન બનાવવા તરફ જ તેમનું લક્ષ્ય હોય તો જ તેઓ વૈશ્યધર્મને આચરે છે એમ કહી શકાય. 46 1 આ રીતે ખીલેલા ગૃહઉદ્યોગો સાથે કરવામાં આવતી પ્રાર્થના, પૂજા કે બીજી ધર્મપ્રવૃત્તિ તેજસ્વી બનશે અને ખરા અર્થમાં ધર્મનું આચરણ ખીલશે અને ભાવિ પ્રજામાં ઉત્તમ સંસ્કારો પાડવાનું પણ અનાયાસે બનશે. આપણા વિદ્યાર્થીઓ જે જે શિક્ષણ મેળવે તે તમામ ગૃહઉદ્યોગોને અનુરૂપ હોવું જોઈએ. જ્યાં સુધી ગૃહઉદ્યોગોને પોષણ મળે એવું શિક્ષણ નહીં શરૂ થાય, ત્યાં સુધી આપણે આપણા અભ્યુદયની કે ધર્મના આચરણની પ્રવૃત્તિ ખરા અર્થમાં કરી શકવાના નથી જ. કાયદાપોથીમાં કાયદાઓ ગમે તેટલા સારા હોય, પણ જ્યાં સુધી તે કાયદાઓનો અમલ તેમના ખરા અર્થમાં ન થાય, ત્યાં સુધી આમજનતાનો અભ્યુદય વંધ્યાપુત્ર સમાન રહેવાનો. આપણે જોઈએ જ છીએ કે અસ્પૃશ્યતા-નિવારણનો કાયદો સંપૂર્ણપણે કાયદાપોથીમાં તો છે જ; એટલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5