Book Title: Prarthana ane Safalta
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૨૧૮ • સંગીતિ કપડાં પહેર્યા છે; એટલે તમારે આવી ખટપટમાં શું કરવા પડવું જોઈએ?” આ વાત સાંભળી ધર્મગુરુએ પોતાના ઉપાસકને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે “ભાઈ ! દાળમાં જરૂર કાંઈ કાળું છે. માટે તમે આ ધર્મસ્થાનમાં આવવા લાયક નથી અને હું તમને જણાવી દઉં છું; એટલું જ નહીં, ચેતવી દઉં છું કે જયાં સુધી તમારી દાનત ચોખ્ખી ન થાય અને વ્યવહાર નિર્દોષ ન થાય ત્યાં સુધી તમે મારી પાસે આવશો નહિ અને આવી બૂરી દાનત રાખીને તમે ઉપર જણાવેલ પ્રાર્થના રોજરોજ દસ વાર કરો તો પણ તમને કોઈ ફાયદો થવાનો નથી. એટલું જ નહીં, તમે ખોટી દાનત રાખીને કોઈના પૈસા ઓળવશો તો યાદ રાખજો કે તમે કદી સુખી નહીં થઈ શકો અને તમારા ઘરમાંથી મંદવાડનો ખાટલો પણ ખસશે શી રીતે ? તમે પ્રાર્થનામાં તો કહો છો કે “તમામ જગતનું કલ્યાણ થાઓ, તમામ જીવો પરસ્પર એકબીજાનું હિત કરવામાં તત્પર થાઓ, દોષમાત્રનો નાશ થાઓ અને તમામ લોકો સુખી થાઓ.” આવી પ્રાર્થના રોજ રોજ શુદ્ધ રીતે ચોખાં કપડાં પહેરીને તમે ભલે કર્યા કરો, પણ જયાં સુધી તમારી અંદરની દાનત ચોખ્ખી નથી અને બીજાના પૈસા પડાવી લેવાનું તમે મન રાખો છો, ત્યાં સુધી તમારું શુભ થાય એમ મને તો લાગતું નથી.” પોતાના ધર્મગુરુની વાત સાંભળીને એ ભાઈ તો ભોંઠા પડી ગયા અને વીલે મોઢે ધર્મસ્થાનમાંથી પાછા ફર્યા. ઘેર આવીને જે પંડિતે તેમને કહેલું કે, “તમારા તમામ ઉચ્ચારણો બહુ જ શુદ્ધ છે, એથી તમને જરૂર લાભ મળશે જ" એ પંડિતને બોલાવવા પોતાના નોકરને મોકલ્યો. પંડિત તો તરતો તરત આવી પહોંચ્યો. એટલે એ પ્રાર્થના કરનારે પંડિતનો પણ ઊધડો લીધો અને કહ્યું કે “પંડિતજી ! તમે તો કહેતા હતા, કે “તમારા તમામ ઉચ્ચારણો અક્ષરેઅક્ષર શુદ્ધ છે. એટલે તમને જરૂર કોઈ અપૂર્વ લાભ મળશે જ. પણ આ મારા ધર્મગુરુ કહે છે કે તમે ગમે તેવાં શુદ્ધ ઉચ્ચારણો સાથે અને નાહીધોઈને ચોખ્ખાં કપડાં પહેરીને ભલે પ્રાર્થના કરતા રહો, પણ જ્યાં સુધી તમારી દાનત ચોખ્ખી નથી ત્યાં સુધી તમે ગમે તેવી ચોખ્ખી અને શુદ્ધ પ્રાર્થના ભલે કરો પણ તે દ્વારા તમને કોઈ લાભ મળશે નહીં એ યાદ રાખજો.” ” પંડિતજી કહે, “શેઠજી ! મારો પગાર ત્રણ મહિનાનો તો ચડી ગયેલ છે, અને આજે જ ચોથો મહિનો પણ પૂરો થઈ ગયો છે. એટલે કૃપા કરીને મારો ચડેલો પૂરો પગાર આપો તો મારે પણ ડૉક્ટરનું બિલ ભરવું છે તે ભરી શકું.” પેલા શેઠ કહે : “પંડિત, પગાર કેવો અને વાત કેવી ?” એમ કહીને પંડિતને ઘરમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5