Book Title: Prarthana ane Safalta
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ર૭. પ્રાર્થના અને સફળતા शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशम्, सर्वत्र सुखिनो भवन्तु लोकाः ॥ ઉપર લખેલ પદ્ય એક સર્વસામાન્ય પ્રાર્થનાનું પદ્ય છે. આ પ્રાર્થના પ્રત્યેક મનુષ્ય બોલી શકે છે–પછી તે બોલનાર હિંદુ હોય, શીખ હોય, પારસી હોય, બૌદ્ધ હોય, જૈન હોય, શૈવ હોય, વૈષ્ણવ હોય, સ્વામિનારાયણ હોય, આર્યસમાજી હોય, ખ્રિસ્તી હોય, મુસલમાન હોય કે ગમે તે ધર્મ ના સંપ્રદાયના અનુયાયી હોય. તમામ જગતનું કલ્યાણ થાઓ, તમામ પ્રાણીઓ એકબીજાનું ભલું કરવા તત્પર બનો, દોષો તમામ દૂર થાઓ અને તમામ સ્થાનોમાં રહેનારા લોકો સુખી થાઓ.” આવી ભાવના આ પ્રાર્થનામાં છે. આ ભાવના કોણ પસંદ નહીં કરે ? જો પ્રાર્થના મનસા, વાચા અને કર્મણા થાય તો જરૂર સફળ થાય; એટલું જ નહીં, પણ એવી પ્રાર્થના પૂરેપૂરી સફળ થાય અને પ્રાર્થનામાં જે જે માગણી કરવામાં આવેલી છે તે બધી જ અક્ષરેઅક્ષર જરૂર સફળ જ થાય. ઘણા લોકો ઉપર કહેલી તેવી પ્રાર્થના તો રોજ કરતા હોય છે, છતાં તેઓ નિરંતર ફરિયાદ કરતા હોય છે કે “ભગવાન અમારી પ્રાર્થના સાંભળતો નથી, અમારી પ્રાર્થના ઉપર મુદ્દલ ધ્યાન આપતો નથી, એ બાબત કયાં જઈને ફરિયાદ કરવી ?” આવી પ્રાર્થના કરનાર કેટલાક વેપારીઓમાંના એક જણે પોતાના એક ધર્મગુરુને કહ્યું કે “સાહેબ ! હું રોજ સવાર-સાંજ ઉપર લખી તેવી પ્રાર્થના કરતો રહું છું, છતાંય મારા ઘરમાંથી મંદવાડ ખસતો નથી એનું શું કારણ હશે?” ધર્મગુરુએ તેને જવાબ આપ્યો કે “ભાઈ ! તમે રોજેરોજ ખરેખર ઉપર લખેલ છે તેવી અક્ષરેઅક્ષર શુદ્ધ ભાષામાં કદાચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5