Book Title: Prakrut Vyakarano Author(s): K R Chandra Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 2
________________ પ્રાકૃત વ્યાકરણ આવી છે. ગ્રંથના અંતમાં પ્રાકૃત શબ્દ-કોષ જુદા જુદા મથાળા હેઠળ આપવામાં આવ્યો છે અને પ્રાકૃત શબ્દોની સામે સંસ્કૃત શબ્દ પણ આપ્યાં છે. આ ચોથી આવૃત્તિની ભૂમિકામાં અર્ધમાગધી ભાષા, લોકભાષા, વિદ્વભાષા, ભાષાના પ્રાંતિક ભેદે, અવેસ્તાની ભાષા વગેરે સાથે પ્રાકૃત ભાષાની તુલનાત્મક દૃષ્ટિએ ચર્ચા કરવામાં આવી છે. જે ભાષાના વિદ્યાર્થીઓ માટે બહુ ઉપયોગી ગણાય. પાંચમી આવૃત્તિની એક વિશેષતા એ છે કે એમાં પાદટિપણેમાં હેમચન્દ્રના મૂળ સૂત્રો ટાંકવામાં આવ્યા છે. સંસ્કૃત જાણનાર હેમચન્દ્રના મૂળ વ્યાકરણ ગ્રંથથી પ્રાકૃતનો અભ્યાસ કરી શકે છે પરંતુ સંસ્કૃતભાષાથી અનભિજ્ઞ આજને વિદ્યાથી “પ્રાકૃત માર્ગો પદેશિકા'ના માધ્યમથી પ્રાકૃતનું સંપૂર્ણપણે અધ્યયન કરી શકે છે. એ આ ગ્રંથની વિશેષ ઉપયોગિતા છે. આમ માહિતીસભર આ ગ્રંથ આજે પણ બહુ ઉપયોગી છે. આજ સુધી પ્રાકૃત ભાષાના અનેક વ્યાકરણે પ્રસિદ્ધ થયાં છે પણ પંડિતજીના ગ્રંથની જે વિશેષતાઓ છે તે કોઈ પણ રીતે ગૌણ થવા પામી નથી અને આજે પણ એમને આ ગ્રંથ સર્વોપરિતા ધરાવે છે એમ કહેવું અયોગ્ય નહીં ગણાય. ૨. પ્રાકૃત વ્યાકરણ (૧૯૨૫) પ્રાકૃત માર્ગોપદેશિકારની રચનાના ૧૪ વર્ષ પછી પંડિતજીને બીજે ગ્રંથ “પ્રાકૃત વ્યાકરણ પ્રકાશિત થયો. આઝાદીની લડત દરમ્યાન આપણી સંસ્કૃતિના ગૌરવસમા સંસ્કૃત, પાલિ, પ્રાકૃત સાહિત્યને પ્રકાશમાં લાવવા માટે ગૂજરાત વિદ્યાપીઠના એક અંગ રૂપે પુરાતત્ત્વ મંદિરે મહત્ત્વપૂર્ણ સાંસકૃતિક પ્રવૃત્તિ શરૂ કરી. એમાં અનેક મહારથીઓ ભેગા મળીને કામ કરવા લાગ્યા. બધાની પ્રેરણાથી પંડિતજી લંકા જઈ પાલિ ભાષા અને સાહિત્યનું અધ્યયન કરી આવ્યા. ત્યાર પછી પાલિ-પ્રાકૃત ભાષા અને સાહિત્યને પ્રકાશમાં લાવવાની યોજના હેઠળ તેઓએ “પ્રાકૃત વ્યાકરણ” નામને આ ગ્રંથ તૈયાર કર્યો અને ઈ. સ. ૧૯૨૫માં એનું પ્રકાશન થયું. “પ્રાકત માર્ગોપદેશિકા” નામને ગ્રંથ વિદ્યાર્થીઓ માટે લખાયો હતો જ્યારે “પ્રાકત વ્યાકરણ” વિદ્યાર્થીઓ, અધ્યાપક અને સંશોધકો માટે લખાયું છે. એમાં બધી પ્રાકૃત ભાષાઓની સાથે સાથે પાલિ અને અપભ્રંશ ભાષાનું તુલનાત્મક અધ્યયન રજૂ કરવામાં આવ્યું છે. ગ્રંથ ગુજરાતી ભાષામાં લખાયો હોવા છતાં એની લિપિ દેવનાગરી છે જેથી ગુજરાત સિવાયના લોકોને પણ એ ઉપયોગી થઈ શકે. પ્રારંભમાં પ૦ પાનનાં પરિચય હેઠળ વૈદિક રૂપ અને પાલિ રૂપો સાથે પ્રાકૃત રૂપોની તુલના કરવામાં આવી છે. અમુક ધાત્વાદેશો વનિપરિવર્તનના નિયમોથી બદલાયેલા રૂપો જ છે એમ સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે, જેમ કે “એલિ' અને “સહ” ને “આલિ' અને “સૂમ'ના આદેશ માનવાને બદલે તેમની ઉત્પત્તિ આવલી અને શ્લેક્ષણમાંથી માનવી જોઈએ. અર્ધમાગધી ભાષાને અર્ધમાગધી કહેવી કે માત્ર પ્રાકૃત જ કહેવી એની ચર્ચા બહુ વિસ્તારથી અશોકના શિલાલેખ, પાલિ, પ્રાચીન જૈન અને જૈનેતર પ્રાકૃત ગ્રંથોમાંથી ઉદાહરણ આપીને કરવામાં આવી છે. આ નવીન પરિભાષાને લીધે પ્રાકૃત માર્ગોપદેશિકાની પાંચમી આવૃત્તિમાં જ્યાં જ્યાં અર્ધમાગધી શબ્દ વપરાય છે, ત્યાં ત્યાં પ્રાકૃત શબ્દ મૂકવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6