Book Title: Prakrut Vyakarano
Author(s): K R Chandra
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Catalog link: https://jainqq.org/explore/230172/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત વ્યાકરણા કે. આર. ચન્દ્ર વિદ્યાભ્યસની પૂ. પંડિતજીએ જીવનના અંત સુધી એક તેજસ્વી વિદ્યાથી', કુશળ અધ્યાપક અને સશાષક તરીકે કામગીરી બજાવી છે. તેઓ જૈન ધર્મ અને જૈન આગમ ના પ્રકાંડ વિદ્વાન હતા. વિદ્યાના અન્ય ક્ષેત્રામાં પણ તેઓએ ઘણુ' કામ કર્યું છે. પ્રાકૃતવ્યાકરણના ક્ષેત્રમાં તેમનું જે પ્રદાન છે તે વિષે અહીં કંઈક કહેવાનું છે એટલે આ વ્યાખ્યાન તેટલા પૂરતું જ મર્યાદિત છે. પૂ. પ`ડિતજીએ ઈ. સ. ૧૯૧૧ થી ૧૯૭૮ સુધી આપણને પ્રાકૃત-વ્યાકરણના જે ત્રણ ગ્રંથા આપ્યા તે આ પ્રમાણે છે : ૧. પ્રાકૃત માર્ગાપદેશિકા (૧૯૧૧) ર. પ્રાકૃત-વ્યાકરણ (૧૯૨૫) ૩. હેમચ`દ્રવિરચિત સિદ્ધહેમશબ્દાનુશાસન લઘુવૃત્તિ, અધ્યાય ૮ (૧૯૭૮) આ ત્રણેય પ્રથાની જે જે વિશિષ્ટતાએ તરી આવે છે તે આપની સમક્ષ રજૂ કરવા રા લઉં છું. ૧. પ્રાકૃત માર્ગપદેશિકા (૧૯૧૧) પૂજ્ય પ`ડિતજીએ નવા જમાનાના વિદ્યાથી આને પ્રાકૃતભાષાનુ જ્ઞાન આધુનિક પદ્ધતિથી સરળ રીતે પહેાંચાડવા માટે જે પહેલ કરી છે તે ખરેખર અભિનંદનીય છે, સૌંસ્કૃત ભાષા શીખવા માટે આધુનિક પદ્ધતિથી લખાયેલા અનેક ગ્રંથા પહેલાંથી ઉપલબ્ધ હતા પરંતુ પ્રાકૃત ભાષા શીખવા માટે એવા કાઈ ગ્રંથ મળતા નહેાતા. આ ઊણપને લીધે પંડિતજી પ્રાકૃત ભાષા વિષે કંઈક નવીન પદ્ધતિથી લખવા માટે પ્રેરાયા. બનારસમાં પંડિતજી એક પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા અને તેથી એક સંશાધન છાત્ર તરીકે કાર્ય કરીને ‘પ્રાકૃત માર્ગાપદેશિકા' નામના ગ્રંથની તેઓએ રચના કરી, આ ગ્રંથ ઈ. સ. ૧૯૧૧માં પ્રકાશિત થયા. એની ભાષા ગુજરાતી છે પણ લિપિ દેવનાગરી છે. તેની વિશેષતા એ છે કે એક પણ સસ્કૃત સૂત્ર આપ્યા વગર સ્વતંત્ર રીતે પ્રાકૃત ભાષાનું વ્યાકરણ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવ્યું છે. વળી અનુવાદ માટે પ્રાકૃત અને ગુજરાતીના જુદા જુદા ફકરા આપેલા છે. અમુક જગ્યાએ કસાટી માટે પ્રશ્નો પણ આપ્યા છે. દરેક પાઠમાં જુદા જુદા નામિક શબ્દ, વિશેષણા અને ક્રિયાના ધાતુએ ગુજરાતી અર્થ સાથે આપ્યા છે જેથી વિદ્યાથીની શબ્દસમૃદ્ધિ ઉત્તરશત્તર વધતી રહે, ગ્રંથના અંતમાં અકારાદિ ક્રમથી લગભગ ૨૦૦૦ શબ્દોની યાદી ગુજરાતી અર્થ સાથે આપવામાં આવી છે. આ ગ્રંથ પ્રકાશિત થયા તે પહેલાં આધુનિક ભારતીય ભાષામાં પ્રાકૃત વ્યાકરણને લગતા એકેય ગ્રંથ પ્રકાશમાં આવ્યા હાય એમ ાણવા મળ્યું નથી. એની ઉપયેાગિતા એટલી બધી પુરવાર થઈ કે આ ગ્રંથની પાંચ ગુજરાતી આવૃત્તિઓ અને એક હિન્દી આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે. પ્રથમ આવૃત્તિમાં માત્ર ૧૭૫ પાનાં હતાં જ્યારે ચેાથી આવૃત્તિ ૩૮૮ પાનાંવાળી છે જેમાં બધી બાળતા વિષે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. એમાં દરેક ઉદાહરણની સાથે સંસ્કૃત રૂપે જોડવામાં આવ્યાં છે અને પાટિપ્પણામાંસ સ્કૃત અને નવીન ભાષા સાથે સરખામણી કરવામાં Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત વ્યાકરણ આવી છે. ગ્રંથના અંતમાં પ્રાકૃત શબ્દ-કોષ જુદા જુદા મથાળા હેઠળ આપવામાં આવ્યો છે અને પ્રાકૃત શબ્દોની સામે સંસ્કૃત શબ્દ પણ આપ્યાં છે. આ ચોથી આવૃત્તિની ભૂમિકામાં અર્ધમાગધી ભાષા, લોકભાષા, વિદ્વભાષા, ભાષાના પ્રાંતિક ભેદે, અવેસ્તાની ભાષા વગેરે સાથે પ્રાકૃત ભાષાની તુલનાત્મક દૃષ્ટિએ ચર્ચા કરવામાં આવી છે. જે ભાષાના વિદ્યાર્થીઓ માટે બહુ ઉપયોગી ગણાય. પાંચમી આવૃત્તિની એક વિશેષતા એ છે કે એમાં પાદટિપણેમાં હેમચન્દ્રના મૂળ સૂત્રો ટાંકવામાં આવ્યા છે. સંસ્કૃત જાણનાર હેમચન્દ્રના મૂળ વ્યાકરણ ગ્રંથથી પ્રાકૃતનો અભ્યાસ કરી શકે છે પરંતુ સંસ્કૃતભાષાથી અનભિજ્ઞ આજને વિદ્યાથી “પ્રાકૃત માર્ગો પદેશિકા'ના માધ્યમથી પ્રાકૃતનું સંપૂર્ણપણે અધ્યયન કરી શકે છે. એ આ ગ્રંથની વિશેષ ઉપયોગિતા છે. આમ માહિતીસભર આ ગ્રંથ આજે પણ બહુ ઉપયોગી છે. આજ સુધી પ્રાકૃત ભાષાના અનેક વ્યાકરણે પ્રસિદ્ધ થયાં છે પણ પંડિતજીના ગ્રંથની જે વિશેષતાઓ છે તે કોઈ પણ રીતે ગૌણ થવા પામી નથી અને આજે પણ એમને આ ગ્રંથ સર્વોપરિતા ધરાવે છે એમ કહેવું અયોગ્ય નહીં ગણાય. ૨. પ્રાકૃત વ્યાકરણ (૧૯૨૫) પ્રાકૃત માર્ગોપદેશિકારની રચનાના ૧૪ વર્ષ પછી પંડિતજીને બીજે ગ્રંથ “પ્રાકૃત વ્યાકરણ પ્રકાશિત થયો. આઝાદીની લડત દરમ્યાન આપણી સંસ્કૃતિના ગૌરવસમા સંસ્કૃત, પાલિ, પ્રાકૃત સાહિત્યને પ્રકાશમાં લાવવા માટે ગૂજરાત વિદ્યાપીઠના એક અંગ રૂપે પુરાતત્ત્વ મંદિરે મહત્ત્વપૂર્ણ સાંસકૃતિક પ્રવૃત્તિ શરૂ કરી. એમાં અનેક મહારથીઓ ભેગા મળીને કામ કરવા લાગ્યા. બધાની પ્રેરણાથી પંડિતજી લંકા જઈ પાલિ ભાષા અને સાહિત્યનું અધ્યયન કરી આવ્યા. ત્યાર પછી પાલિ-પ્રાકૃત ભાષા અને સાહિત્યને પ્રકાશમાં લાવવાની યોજના હેઠળ તેઓએ “પ્રાકૃત વ્યાકરણ” નામને આ ગ્રંથ તૈયાર કર્યો અને ઈ. સ. ૧૯૨૫માં એનું પ્રકાશન થયું. “પ્રાકત માર્ગોપદેશિકા” નામને ગ્રંથ વિદ્યાર્થીઓ માટે લખાયો હતો જ્યારે “પ્રાકત વ્યાકરણ” વિદ્યાર્થીઓ, અધ્યાપક અને સંશોધકો માટે લખાયું છે. એમાં બધી પ્રાકૃત ભાષાઓની સાથે સાથે પાલિ અને અપભ્રંશ ભાષાનું તુલનાત્મક અધ્યયન રજૂ કરવામાં આવ્યું છે. ગ્રંથ ગુજરાતી ભાષામાં લખાયો હોવા છતાં એની લિપિ દેવનાગરી છે જેથી ગુજરાત સિવાયના લોકોને પણ એ ઉપયોગી થઈ શકે. પ્રારંભમાં પ૦ પાનનાં પરિચય હેઠળ વૈદિક રૂપ અને પાલિ રૂપો સાથે પ્રાકૃત રૂપોની તુલના કરવામાં આવી છે. અમુક ધાત્વાદેશો વનિપરિવર્તનના નિયમોથી બદલાયેલા રૂપો જ છે એમ સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે, જેમ કે “એલિ' અને “સહ” ને “આલિ' અને “સૂમ'ના આદેશ માનવાને બદલે તેમની ઉત્પત્તિ આવલી અને શ્લેક્ષણમાંથી માનવી જોઈએ. અર્ધમાગધી ભાષાને અર્ધમાગધી કહેવી કે માત્ર પ્રાકૃત જ કહેવી એની ચર્ચા બહુ વિસ્તારથી અશોકના શિલાલેખ, પાલિ, પ્રાચીન જૈન અને જૈનેતર પ્રાકૃત ગ્રંથોમાંથી ઉદાહરણ આપીને કરવામાં આવી છે. આ નવીન પરિભાષાને લીધે પ્રાકૃત માર્ગોપદેશિકાની પાંચમી આવૃત્તિમાં જ્યાં જ્યાં અર્ધમાગધી શબ્દ વપરાય છે, ત્યાં ત્યાં પ્રાકૃત શબ્દ મૂકવામાં આવ્યો છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ કે, આર. ચંદ્ર આ. હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણને આધાર લઈને જ આ ગ્રંથ લખાય છે પણ વિષયોનો ક્રમ જુદી રીતે ગોઠવાયો છે. બધી પ્રાકૃત ભાષાઓનું જુદું જુદું વ્યાકરણ આપવાને બદલે બધી ભાષાઓનું તુલનાત્મક અધ્યયન રજૂ કરવામાં આવ્યું છે. અવનિ પરિવર્તનના મુદ્દાઓ અકારાદિ ક્રમ પ્રમાણે ગોઠવ્યા છે. રૂપોની ચર્ચા સામાન્ય અને વિશેષ તથા નિયમિત અને અનિયમિત શીર્ષક હેઠળ કરવામાં આવી છે. અપવાદ રૂપે આવતાં અમુક રૂપો પ્રાચીન ગ્રંથમાંથી ઉદાહરણ આપી અને જરૂર પ્રમાણે વૈદિક રૂપો સાથે સરખામણું કરીને સમજાવવામાં આવ્યા છે. આધુનિક ભારતીય ભાષામાં તુલનાત્મક પદ્ધતિથી લખાયેલા પ્રાકૃત વ્યાકરણના આ ગ્રંથનું સ્થાન સૌ પ્રથમ ગણાય છે, જે ગ્રંથ આજથી ૫૦ વર્ષ પહેલાં પ્રકાશિત થયો હતો. પિશલનું પ્રાકૃત વ્યાકરણ એના કરતાં ૨૫ વર્ષ પહેલાં (ઈ. સ. ૧૯૦૦) બહાર પડેલું પણ તે જેમન ભાષામાં હતું અને એની અંગ્રેજી અને હિંદી આવૃત્તિઓ તો બહુ મેડી પ્રકાશમાં આવી છે. પિશલનું વ્યાકરણ એક સંદર્ભ ગ્રંથ તરીકે વધારે ઉપયોગી છે જયારે પંડિતજીને વ્યાકરણ ગ્રંથ વિદ્યાર્થીઓ માટે વધારે ઉપયોગી છે. પંડિતજીના ગ્રંથમાં પાલિ અને અપભ્રંશને પણ સમાવેશ થયો છે જયારે પિશલના ગ્રંથમાં આ બંને ભાષાઓ વિશે કંઈ વિશેષ ચર્ચા કરાઈ નથી. સુકુમાર સેન અને ડી. સી. સરકારના તુલનાત્મક પ્રાકૃત વ્યાકરણના ગ્રંથે અંગ્રેજીમાં અને હિંદીમાં પ્રકાશિત થયા છે પણુ પંડિતજીના ગ્રંથનું સ્થાન પ્રથમ હેવાને કારણે આપણે એમ કહી શકીએ કે પ્રાકૃત વ્યાકરણના ક્ષેત્રમાં એમનું પ્રદાન આગવું છે. ૩. હેમચંદ્ર વિરચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન-લઘુવૃત્તિ અધ્યાય-૮ (૧૯૭૮) પૂ. પંડિતજી દ્વારા રચાયેલ આ ગ્રંથ પહેલા હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણ ઉપર જે જે વિદ્વાનોએ ખેડાણ કર્યું છે તે આ પ્રમાણે છે : કૃણુ શાસ્ત્રી મહાબલેશ્વર (૧૮૭૩), પિશલ (જર્મન ભાષામાં ૧૮૭૭), એસ. પી. પંડિત (અંગ્રેજીમાં ૧૯૦૦), પી. એલ. વૈદ્ય (અંગ્રેજીમાં ૧૯૨૮, ૧૯૩૬ અને ૧૯૫૮). એમાંના અમુક ગ્રંથ ટિપ્પણ વગર અને અમુક ટિપણે સાથે પ્રકાશિત થયા છે. શાસ્ત્રી નર્મદાશંકર દામોદરભાઈને ગ્રંથ મૂળ તથા દ્રઢિકા નામની સંસ્કૃત ટીકાના ગુજરાતી અનુવાદ સાથે ( ૧૯૦૩ ) મળે છે. ઉપાધ્યાય ચારચંદજી મહારાજ (અલબત્ત દ્રઢિકાને આધાર લઈને હિંદી અનુવાદ સાથે બે ભાગમાં, ૧૯૬૪ અને ૧૯૬૮)નાં ગ્રંથમાં ઉદાહણ રૂપે આપેલ દરેક શબ્દ અને રૂપને જેમ દ્રઢિકામાં છે તે જ રીતે સિદ્ધ કરવાના નિયમો આપી સમજૂતી આપવામાં આવી છે. હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણના માત્ર અપભ્રંશ વિભાગ ઉપર જે જે વિદ્વાનોએ ગ્રંથ લખ્યા છે તે આ પ્રમાણે છે: કે. કા. શાસ્ત્રી (૧૯૪૯, ૧૯૬૦), હ. ચૂ. ભાયાણું (૧૯૬૦). આ બન્ને ગ્રંથ ગુજરાતી અનુવાદ સાથે પ્રકટ થયા છે. શાલિગ્રામ ઉપાધ્યાયને ગ્રંથ માત્ર હિંદી અનુવાદ સાથે (૧૯૬૫) પ્રકટ થયો છે. શાસ્ત્રીજીએ ગુજરાતી અનુવાદની સાથે સાથે ઉદાહરણ રૂપે આવતા દોહા અને પદ્યને દરેક શબ્દનું સંસ્કૃત રૂપાન્તર અને અમુક જગ્યાએ સમજૂતી પણ આપી છે. ભાયાણીસાહેબે પ્રારંભમાં અપભ્રંશ ભાષા અને સાહિત્યના સ્વરૂપ વિશે અને હેમચંદ્રીય અપભ્રંશ ભાષાની વિશિષ્ટતાઓ વિશે માહિતી આપી છે. તેઓએ અંતમાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણે આપ્યાં છે જેમાં ભાષાશાસ્ત્રીય દષ્ટિએ શબ્દ અને રૂપોની વ્યુત્પત્તિની ચર્ચા કરી છે. વૈદિક અને અર્વાચીન ભાષાએનાં રૂપો સાથે સરખામણી કરી છે અને પદ્યમાં વપરાયેલ છે દેશની સમજૂતી પણ આપી છે, Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત વ્યાકર્ણા આ ત્રય ગ્રંથામાં શબ્દસૂર્યાં અને અમુક ગ્રંથમાં મૂળ સૂત્રો અને ઉદાહરણ રૂપે આવતાં પદ્યોની અનુક્રમણિકા પણ આપવામાં આવી છે. પંડિતજી દ્વારા સંપાદિત ગ્રંથની વિશિષ્ટતાઓ પૉંડિતજીને આ ગ્રંથનું કાર્ય યુનિવર્સિટી ગ્રંથ નિર્માણુ એ દ્વારા આપવામાં આવ્યું હતું એટલે આ એક ઉચ્ચ કાટિનું કાર્ય ગણાય, ગ્રંથનું પ્રકાશન ઈ. સ. ૧૯૭૮માં થયું છે. આ ગ્રંથની જે વિશિષ્ટતાઓ જણાઈ આવે છે તે આ પ્રમાણે છે: (૧) પ"ડિતજી દ્વારા પ્રાકૃત વ્યાકરણના મૂળ સૂત્રેાની સંધિના વિચ્છેદ કરવામાં આવ્યા છે જેથી સૂત્રેા સરલતાથી સમજી શકાય. આ એક નેાંધવા જેવી બાબત છે અને પંડિતજીએ સૌ પ્રથમ એવી પહેલ કરી છે. નીચે થાડાંક ઉદાહરણ જોઈએ, સંધિયુક્ત ન સુવર્ણ સ્યાસ્તે । મેાનુસ્વારઃ । વજ્રાદાવતઃ । સૂત્ર-સંખ્યા <-9-§ ૮-૧-૨૩ ૮-૧-૨ ૮-૨-૧૪૪ ૮-૩-૧૩ ૮-૪-૨ ૮-૪-૧૨ કત્વસ્તુમTMણુ-તુઆણાઃ । ઈમમામા ! કથેવ જજરપજજરાપ્પાલ :... નિદ્રાત્તેરાહીરાÛ (૨) પંડિતજીએ મૂળ સૂત્રેા ઉપરની સ્થાપનત્તિ તા નથી આપી પણ તેને અને ઉદાહરણ રૂપે અપાયેલાં દ્યોના ગુજરાતી અનુવાદ આપ્યા છે. મૂળ ગ્રંથમાં પ્રાકૃત શબ્દ અને રૂપા સાથે જ્યાં જ્યાં સૌંસ્કૃત રૂપાંતર નથી મળતાં ત્યાં ત્યાં સંસ્કૃત રૂપાન્તર અને ગુજરાતી અનુવાદ પણ આપ્યાં છે, જેમ કે નવ, તાવ માટે યાવત્, તાત્ ; જસેા, તમેા માટે યશસૂ, તમસ્; ગામ' વસામિ નયર' ન જિમ માટે ગ્રામ વસામિ, નગર" ત ચામિ વગેરે. ગુજરાતી અનુવાદ આપવાથી આજકાલના વિદ્યાર્થી સરળતાથી સમજી શકશે. આ હેતુ સિદ્ધ થયા છે. સધિ વગેર ન ઈ–ઉ (યુ) નસ્ય અસ્ત્રે ! મઃ અનુસ્વારઃ વક્રાદો અન્તઃ । કઃ તુમ્-અત-તૂહા-તુઆણીઃ | ઈષ્ણુમ્-અમ્-આમા । કથે; વજજર-પુજજર-ઉપાલ:... નિદ્રાતેઃ આહીર-ઉજ્જૈ ! (૩) અમુક જગ્યાએ પ્રાકૃત શબ્દની સરખામણીમાં સંસ્કૃત શબ્દો આપવાથી માટા લાભ થયા છે, જેમ કે સૂત્ર ૮-૧-ર૪ ૬ વા સ્વરે મત્સ્ય ’ પ્રમાણે અન્ત્ય ‘મ્' અથવા અન્ય વ્યંજનના અનુસ્વાર થાય છે. અહીં અનેક ઉદાહરણામાં બે ઉદાહરણ ‘- ઈšં ’ અને ‘ ઈહય' 'ના છે પણુ સરખામણી રૂપે સસ્કૃત રૂપેાના અભાવમાં સ્પષ્ટ સમજૂતી થતી નથી. અન્ય વિદ્વાનેએ અને પિશલે પણ એમના માટે સૌંસ્કૃત રૂપે આપ્યા નથી; જ્યારે પડિતજીએ પ્રથમ રૂપ માટે ઋધક' અનેબીન માટે ‘ઋધકફ્ * આપીને આપણાં જ્ઞાનમાં વધારો કર્યો છે અને પ્રાકૃત રૂપોની ઉત્પત્તિના સ્પષ્ટ ખ્યાલ આપ્યા છે. આ બન્ને સંસ્કૃત શબ્દોના ઉપયેાગ વૈદે સુધી જ મર્યાદિત રહ્યો છે અને પછીના સંસ્કૃત સાહિત્યમાં એમને પ્રયોગ થયા નથી. એના ઉપરથી સ્પષ્ટ જાણી શકાય કે પ્રાકૃત ભાષાની ઉત્પત્તિ શિષ્ટ સૌંસ્કૃતમાંથી થઈ હોય એમ લાગતું નથી. (૪) મૂળ ગ્રંથમાં આવતા ઉદાહરણ્ણા વિષે જ્યાં જ્યાં જરૂરી લાગ્યું ત્યાં ત્યાં પંડિતજીએ સમજૂતી આપી છે અને આલેચના પણ કરી છે, જેમ કે સૂત્ર નં. ૮-૧-૧૭ પ્રમાણે ‘ક્ષુપ્ ’ ના Page #5 -------------------------------------------------------------------------- ________________ કે. આર. ચન્દ્ર - અન્ય વ્યંજન “ધુને “હા ” થાય છે એમ કહેવામાં આવ્યું છે પણ પંડિતજીએ “ક્ષુધા ”ના ધા માંથી જ સીધો “હા” થાય છે એવી નેંધ આપી છે. મૂળ સૂત્ર ૮-૧-૬૭ પ્રમાણે અમુક શબ્દમાં “આને “અ” થાય છે અને ઉદાહરણ રૂપે “કુમાર” અને “કુમારે ” આપવામાં આવ્યા છે. પરંતુ પંડિતજીએ “શબ્દનાકર'માં “કુમર' શબ્દ પણ મળે છે એવી સ્પષ્ટતા કરી છે. (૫) કોઈક જગ્યાએ મૂળ સૂત્રની વૃત્તિમાં કંઈક રહી જવા પામ્યું હોય તે પંડિતજીએ તેની પૂર્તિ પણ કરી છે. જેમ કે સંબંધક ભૂતકૃદંત (સૂત્ર ૮-૨-૧૪૬)ના પ્રત્યયોમાં “ઉઆણુ” પ્રત્યય રહી ગયો છે. જો કે ઉદાહરણોમાં તો “ઉઆણ વાળા રૂપ અપાયાં છે. એવા સ્થળે પંડિતજીએ ગુજરાતી અનુવાદમાં “ઉઆણ” પ્રત્યય આપીને ક્ષતિની પૂર્તિ કરી છે. (૬) પંડિતજીએ અમુક પાઠ સુધારાઓ પણ સૂચવ્યા છે. સત્ર નં. ૮-૪-૬૦ પ્રમાણે “ભૂ” ધાતુને બદલે “હે ', “હુર” અને “હવ” એવા ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે. એની સાથે સાથે “ભૂતમ 'ના બદલામાં “ભાં' પ્રાકૃત રૂપ આપવામાં આવ્યું છે અને “ભત્ત'ના પાઠાંતર રૂપે “ભુત્ત' રૂપ મળે છે. એના વિષે પંડિતજીએ એમ સૂચવ્યું છે કે “ભુત્તને પાઠ જ સ્વીકાર્ય છે જ્યારે “ભાં' પાઠાંતરમાં મુકાવું જોઈએ. ધ્વનિ પરિવર્તનના નિયમોની દષ્ટિએ પંડિતજીનું સૂચન ખરેખર સાચું છે, કારણ કે દીર્ધ સ્વરને હસ્વ કરવામાં આવે તો એ પછીનો અસંયુક્ત મધ્યવતી વ્યંજન ધિત્વમાં પરિણમે છે. (૭) પંડિતજીએ અમુક શબ્દો માટે જુદા પાઠોની સંભાવના કરી છે જેમ કે “ધુડ% (૪-૪૪૪૨) માટે ‘ધડુક્ક’=ધાંધલ, ધમાલ જે યોગ્ય લાગે છે. (૮) ધાત્વાદેશ રૂપે આવતા અમુક શબ્દ દવનિ પરિવર્તનના નિયમોથી બદલાયેલાં તદભવ રૂપ જ છે એમ પંડિતજીએ સમજૂતી આપી છે, જેમ કે સૂત્ર નં. ૮-૪-૨ પ્રમાણે “કદ્' ના આદેશ રૂપે આપેલા વજજર અને પજજરની ઉત્પત્તિ “વ્યુચર' (વિ-ઉત-ચર) અને “પ્રાચર (પ્ર-ઉત-ચર)માંથી થઈ હોય એમ દર્શાવ્યું છે. “સંઘ”ની ઉત્પત્તિ “સંખ્યા માંથી (અઘોષ વ્યંજનનું ઘેષમાં પરિવર્તન) અને “ચવ'ની વચ માંથી (વર્ણ વ્યત્યયના નિયમ પ્રમાણે) બતાવી છે. સૂત્ર નં. ૮-૪-૪ પ્રમાણે જુગુસૂ'ના આદેશ રૂપે “ગુણ” આપેલ છે; તેની ઉત્પત્તિ “ જુગુપ્સા” માટે વપરાતા “ધૂણું 'માંથી સમજાવી છે, ઘૂ , ઋ=ી અને ઘ=ઝ, (“ક” વર્ગનું “ચ” વર્ગમાં પરિવર્તન). સૂત્ર નં. ૮-૪-૧૦ ના “પિબને આદેશ “પિજજ' માનવાને બદલે ચતુર્થ ગણુ “પી”ના પીયતે” રૂપ પરથી ઉત્પત્તિ માનવી જોઈએ. સૂત્ર નં. ૮-૪-૧૩ પ્રમાણે “આઈઘુ ”ને “આઘે ને આદેશ માનવાને બદલે એની ઉત્પત્તિ “આજિવ્રમાંથી માનવી જોઈએ (જુઓ પિશલ ૨૮૭ અને ૪૮૩). (૯) અપભ્રંશ પદમાં (સૂત્ર નં. ૮-૪-૩૯૫) આવતા બે શબ્દો “ઝલકુક” અને “અદ્ભડવની ઉત્પત્તિ “જવલિતક” અને “અભ્યટવ્રજ” (અભિ-અટ-વ્રજ)માંથી દર્શાવી છે. (૧૦) અમુક અર્વાચીન શબ્દને વિકાસ પણ સમજાવવામાં આવ્યો છે, જેમ કે ખાંગું (ગુજરાતી)ની ખડૂગ (ખગ્ન-ખંગ-ખાંગ)માંથી અને બિટ્ટી, બેટ્ટીની પુત્રી (પુત્રી-પિત્તી-વિત્તી-બિટ્ટી-બેટ્ટી)માંથી. બાગડોરની વગ અને દોર (વર્ગ-વગ–વાગ–બાગ અને દેર–ઠેર)માંથી. જો કે અર્થમાં ફેરફાર થયે જ છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત વ્યાકરણે (11) મરાઠી “કઠે', મારવાડી “અઠે', “કઠે', પંજાબી “ઇલ્થ “કિલ્થ” શબ્દ એલ્યુ, "કેલ્થ'માંથી, બંગાલી “કિનના " “કિણઈ' (કણાતિ), હિંદી “બિકના” વિકિકણુઈ ( વિક્રાણાતિ) અને ગુજરાતી “ખરીદ” કરીત ( ક્રીત )માંથી વિકસેલા છે એમ સમજાવવામાં આવ્યું છે. (12) અપભ્રંશ ભાષાના વ્યાકરણમાં છે ભાયાણની ઉપલબ્ધિઓ પંડિતજીએ પિતાના ગ્રંથમાં સમાવી લેવાનું માંડી વાળ્યું હોય એમ લાગે છે. અમુક જગ્યાએ પાઠભેદ અને મૂળ શબ્દ વિષે તેઓ ભાયાણી કરતાં જુદા પડે છે, જેમ કે ભાયાણું “કચ્ચ” (કવચિત ) જયારે પંડિત ‘કચુ'(કામ્ય) આપે છે અને " ઠા” શબ્દ માટે ભાયાણી “સ્થામ” આપે છે તે પંડિતજી " સ્થાય આપે છે (સત્ર નં. 4-329 અને 4-332 ). (13) ગ્રંથના અંતમાં છેલ્લે સૂત્રોની, પદોની અને શબ્દોની અનુક્રમણિકા આપવામાં આવી હેત તો આ ગ્રંથ સંશોધકે અને અધ્યયન કરનારાઓ બને માટે વધારે ઉપયોગી થયો હેત. આ એક ખામી રહી ગઈ છે એમ લાગ્યા વગર રહેતું નથી. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બેડે આવા ઉચ્ચ કક્ષાના ગ્રંથે માટે આ દષ્ટિ દયાનમાં રાખવી જોઈએ એમ ભલામણ કરીએ તે અજુગતું ન કહેવાય. પૂ. પંડિતજીની પ્રાકૃત ભાષામાં ગતિ અને વિદ્વત્તા, એમના દ્વારા થયેલ સંશોધન અને સાહિત્ય રચનાથી સાચું જ કહેવું પડશે કે તેઓ પ્રાકૃતના ક્ષેત્રમાં એક યુગપુરુષ હતા. તેઓએ પ્રાકૃતની જે સેવાઓ કરી છે તે ચિરસ્મરણીય રહેશે. છેલ્લે આપણું મુદ્રણ પદ્ધતિની જે ક્ષતિઓ છે તે આ ગ્રંથમાં પણ જોવા મળે છે. શુદ્ધિપત્રક અધુરું છે, પાનાં નં. 407 થી 416 સુધી જ શુદ્ધિપત્રક અપાયું છે જ્યારે સંપૂર્ણ ગ્રંથમાં 511 પાનાં છે. શદ્ધિપત્રકમાં પણ અમુક જગ્યાએ ભલે રહી જવા પામી છે, જેમ કે પરિસ્થાપિત માટે પરિસ્થાપિત અને અજિત માટે અજિત્ત વગેરે.