________________
પ્રાકૃત વ્યાકરણા કે. આર. ચન્દ્ર
વિદ્યાભ્યસની પૂ. પંડિતજીએ જીવનના અંત સુધી એક તેજસ્વી વિદ્યાથી', કુશળ અધ્યાપક અને સશાષક તરીકે કામગીરી બજાવી છે. તેઓ જૈન ધર્મ અને જૈન આગમ ના પ્રકાંડ વિદ્વાન હતા. વિદ્યાના અન્ય ક્ષેત્રામાં પણ તેઓએ ઘણુ' કામ કર્યું છે. પ્રાકૃતવ્યાકરણના ક્ષેત્રમાં તેમનું જે પ્રદાન છે તે વિષે અહીં કંઈક કહેવાનું છે એટલે આ વ્યાખ્યાન તેટલા પૂરતું જ મર્યાદિત છે.
પૂ. પ`ડિતજીએ ઈ. સ. ૧૯૧૧ થી ૧૯૭૮ સુધી આપણને પ્રાકૃત-વ્યાકરણના જે ત્રણ ગ્રંથા આપ્યા તે આ પ્રમાણે છે :
૧. પ્રાકૃત માર્ગાપદેશિકા (૧૯૧૧)
ર. પ્રાકૃત-વ્યાકરણ (૧૯૨૫)
૩. હેમચ`દ્રવિરચિત સિદ્ધહેમશબ્દાનુશાસન લઘુવૃત્તિ, અધ્યાય ૮ (૧૯૭૮)
આ ત્રણેય પ્રથાની જે જે વિશિષ્ટતાએ તરી આવે છે તે આપની સમક્ષ રજૂ કરવા રા લઉં છું.
૧. પ્રાકૃત માર્ગપદેશિકા (૧૯૧૧)
પૂજ્ય પ`ડિતજીએ નવા જમાનાના વિદ્યાથી આને પ્રાકૃતભાષાનુ જ્ઞાન આધુનિક પદ્ધતિથી સરળ રીતે પહેાંચાડવા માટે જે પહેલ કરી છે તે ખરેખર અભિનંદનીય છે, સૌંસ્કૃત ભાષા શીખવા માટે આધુનિક પદ્ધતિથી લખાયેલા અનેક ગ્રંથા પહેલાંથી ઉપલબ્ધ હતા પરંતુ પ્રાકૃત ભાષા શીખવા માટે એવા કાઈ ગ્રંથ મળતા નહેાતા. આ ઊણપને લીધે પંડિતજી પ્રાકૃત ભાષા વિષે કંઈક નવીન પદ્ધતિથી લખવા માટે પ્રેરાયા. બનારસમાં પંડિતજી એક પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા અને તેથી એક સંશાધન છાત્ર તરીકે કાર્ય કરીને ‘પ્રાકૃત માર્ગાપદેશિકા' નામના ગ્રંથની તેઓએ રચના કરી, આ ગ્રંથ ઈ. સ. ૧૯૧૧માં પ્રકાશિત થયા. એની ભાષા ગુજરાતી છે પણ લિપિ દેવનાગરી છે. તેની વિશેષતા એ છે કે એક પણ સસ્કૃત સૂત્ર આપ્યા વગર સ્વતંત્ર રીતે પ્રાકૃત ભાષાનું વ્યાકરણ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવ્યું છે. વળી અનુવાદ માટે પ્રાકૃત અને ગુજરાતીના જુદા જુદા ફકરા આપેલા છે. અમુક જગ્યાએ કસાટી માટે પ્રશ્નો પણ આપ્યા છે. દરેક પાઠમાં જુદા જુદા નામિક શબ્દ, વિશેષણા અને ક્રિયાના ધાતુએ ગુજરાતી અર્થ સાથે આપ્યા છે જેથી વિદ્યાથીની શબ્દસમૃદ્ધિ ઉત્તરશત્તર વધતી રહે, ગ્રંથના અંતમાં અકારાદિ ક્રમથી લગભગ ૨૦૦૦ શબ્દોની યાદી ગુજરાતી અર્થ સાથે આપવામાં આવી છે.
આ ગ્રંથ પ્રકાશિત થયા તે પહેલાં આધુનિક ભારતીય ભાષામાં પ્રાકૃત વ્યાકરણને લગતા એકેય ગ્રંથ પ્રકાશમાં આવ્યા હાય એમ ાણવા મળ્યું નથી. એની ઉપયેાગિતા એટલી બધી પુરવાર થઈ કે આ ગ્રંથની પાંચ ગુજરાતી આવૃત્તિઓ અને એક હિન્દી આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે. પ્રથમ આવૃત્તિમાં માત્ર ૧૭૫ પાનાં હતાં જ્યારે ચેાથી આવૃત્તિ ૩૮૮ પાનાંવાળી છે જેમાં બધી બાળતા વિષે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. એમાં દરેક ઉદાહરણની સાથે સંસ્કૃત રૂપે જોડવામાં આવ્યાં છે અને પાટિપ્પણામાંસ સ્કૃત અને નવીન ભાષા સાથે સરખામણી કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org