________________ પ્રાકૃત વ્યાકરણે (11) મરાઠી “કઠે', મારવાડી “અઠે', “કઠે', પંજાબી “ઇલ્થ “કિલ્થ” શબ્દ એલ્યુ, "કેલ્થ'માંથી, બંગાલી “કિનના " “કિણઈ' (કણાતિ), હિંદી “બિકના” વિકિકણુઈ ( વિક્રાણાતિ) અને ગુજરાતી “ખરીદ” કરીત ( ક્રીત )માંથી વિકસેલા છે એમ સમજાવવામાં આવ્યું છે. (12) અપભ્રંશ ભાષાના વ્યાકરણમાં છે ભાયાણની ઉપલબ્ધિઓ પંડિતજીએ પિતાના ગ્રંથમાં સમાવી લેવાનું માંડી વાળ્યું હોય એમ લાગે છે. અમુક જગ્યાએ પાઠભેદ અને મૂળ શબ્દ વિષે તેઓ ભાયાણી કરતાં જુદા પડે છે, જેમ કે ભાયાણું “કચ્ચ” (કવચિત ) જયારે પંડિત ‘કચુ'(કામ્ય) આપે છે અને " ઠા” શબ્દ માટે ભાયાણી “સ્થામ” આપે છે તે પંડિતજી " સ્થાય આપે છે (સત્ર નં. 4-329 અને 4-332 ). (13) ગ્રંથના અંતમાં છેલ્લે સૂત્રોની, પદોની અને શબ્દોની અનુક્રમણિકા આપવામાં આવી હેત તો આ ગ્રંથ સંશોધકે અને અધ્યયન કરનારાઓ બને માટે વધારે ઉપયોગી થયો હેત. આ એક ખામી રહી ગઈ છે એમ લાગ્યા વગર રહેતું નથી. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બેડે આવા ઉચ્ચ કક્ષાના ગ્રંથે માટે આ દષ્ટિ દયાનમાં રાખવી જોઈએ એમ ભલામણ કરીએ તે અજુગતું ન કહેવાય. પૂ. પંડિતજીની પ્રાકૃત ભાષામાં ગતિ અને વિદ્વત્તા, એમના દ્વારા થયેલ સંશોધન અને સાહિત્ય રચનાથી સાચું જ કહેવું પડશે કે તેઓ પ્રાકૃતના ક્ષેત્રમાં એક યુગપુરુષ હતા. તેઓએ પ્રાકૃતની જે સેવાઓ કરી છે તે ચિરસ્મરણીય રહેશે. છેલ્લે આપણું મુદ્રણ પદ્ધતિની જે ક્ષતિઓ છે તે આ ગ્રંથમાં પણ જોવા મળે છે. શુદ્ધિપત્રક અધુરું છે, પાનાં નં. 407 થી 416 સુધી જ શુદ્ધિપત્રક અપાયું છે જ્યારે સંપૂર્ણ ગ્રંથમાં 511 પાનાં છે. શદ્ધિપત્રકમાં પણ અમુક જગ્યાએ ભલે રહી જવા પામી છે, જેમ કે પરિસ્થાપિત માટે પરિસ્થાપિત અને અજિત માટે અજિત્ત વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org