Book Title: Prakrut Vyakarano
Author(s): K R Chandra
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 5
________________ કે. આર. ચન્દ્ર - અન્ય વ્યંજન “ધુને “હા ” થાય છે એમ કહેવામાં આવ્યું છે પણ પંડિતજીએ “ક્ષુધા ”ના ધા માંથી જ સીધો “હા” થાય છે એવી નેંધ આપી છે. મૂળ સૂત્ર ૮-૧-૬૭ પ્રમાણે અમુક શબ્દમાં “આને “અ” થાય છે અને ઉદાહરણ રૂપે “કુમાર” અને “કુમારે ” આપવામાં આવ્યા છે. પરંતુ પંડિતજીએ “શબ્દનાકર'માં “કુમર' શબ્દ પણ મળે છે એવી સ્પષ્ટતા કરી છે. (૫) કોઈક જગ્યાએ મૂળ સૂત્રની વૃત્તિમાં કંઈક રહી જવા પામ્યું હોય તે પંડિતજીએ તેની પૂર્તિ પણ કરી છે. જેમ કે સંબંધક ભૂતકૃદંત (સૂત્ર ૮-૨-૧૪૬)ના પ્રત્યયોમાં “ઉઆણુ” પ્રત્યય રહી ગયો છે. જો કે ઉદાહરણોમાં તો “ઉઆણ વાળા રૂપ અપાયાં છે. એવા સ્થળે પંડિતજીએ ગુજરાતી અનુવાદમાં “ઉઆણ” પ્રત્યય આપીને ક્ષતિની પૂર્તિ કરી છે. (૬) પંડિતજીએ અમુક પાઠ સુધારાઓ પણ સૂચવ્યા છે. સત્ર નં. ૮-૪-૬૦ પ્રમાણે “ભૂ” ધાતુને બદલે “હે ', “હુર” અને “હવ” એવા ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે. એની સાથે સાથે “ભૂતમ 'ના બદલામાં “ભાં' પ્રાકૃત રૂપ આપવામાં આવ્યું છે અને “ભત્ત'ના પાઠાંતર રૂપે “ભુત્ત' રૂપ મળે છે. એના વિષે પંડિતજીએ એમ સૂચવ્યું છે કે “ભુત્તને પાઠ જ સ્વીકાર્ય છે જ્યારે “ભાં' પાઠાંતરમાં મુકાવું જોઈએ. ધ્વનિ પરિવર્તનના નિયમોની દષ્ટિએ પંડિતજીનું સૂચન ખરેખર સાચું છે, કારણ કે દીર્ધ સ્વરને હસ્વ કરવામાં આવે તો એ પછીનો અસંયુક્ત મધ્યવતી વ્યંજન ધિત્વમાં પરિણમે છે. (૭) પંડિતજીએ અમુક શબ્દો માટે જુદા પાઠોની સંભાવના કરી છે જેમ કે “ધુડ% (૪-૪૪૪૨) માટે ‘ધડુક્ક’=ધાંધલ, ધમાલ જે યોગ્ય લાગે છે. (૮) ધાત્વાદેશ રૂપે આવતા અમુક શબ્દ દવનિ પરિવર્તનના નિયમોથી બદલાયેલાં તદભવ રૂપ જ છે એમ પંડિતજીએ સમજૂતી આપી છે, જેમ કે સૂત્ર નં. ૮-૪-૨ પ્રમાણે “કદ્' ના આદેશ રૂપે આપેલા વજજર અને પજજરની ઉત્પત્તિ “વ્યુચર' (વિ-ઉત-ચર) અને “પ્રાચર (પ્ર-ઉત-ચર)માંથી થઈ હોય એમ દર્શાવ્યું છે. “સંઘ”ની ઉત્પત્તિ “સંખ્યા માંથી (અઘોષ વ્યંજનનું ઘેષમાં પરિવર્તન) અને “ચવ'ની વચ માંથી (વર્ણ વ્યત્યયના નિયમ પ્રમાણે) બતાવી છે. સૂત્ર નં. ૮-૪-૪ પ્રમાણે જુગુસૂ'ના આદેશ રૂપે “ગુણ” આપેલ છે; તેની ઉત્પત્તિ “ જુગુપ્સા” માટે વપરાતા “ધૂણું 'માંથી સમજાવી છે, ઘૂ , ઋ=ી અને ઘ=ઝ, (“ક” વર્ગનું “ચ” વર્ગમાં પરિવર્તન). સૂત્ર નં. ૮-૪-૧૦ ના “પિબને આદેશ “પિજજ' માનવાને બદલે ચતુર્થ ગણુ “પી”ના પીયતે” રૂપ પરથી ઉત્પત્તિ માનવી જોઈએ. સૂત્ર નં. ૮-૪-૧૩ પ્રમાણે “આઈઘુ ”ને “આઘે ને આદેશ માનવાને બદલે એની ઉત્પત્તિ “આજિવ્રમાંથી માનવી જોઈએ (જુઓ પિશલ ૨૮૭ અને ૪૮૩). (૯) અપભ્રંશ પદમાં (સૂત્ર નં. ૮-૪-૩૯૫) આવતા બે શબ્દો “ઝલકુક” અને “અદ્ભડવની ઉત્પત્તિ “જવલિતક” અને “અભ્યટવ્રજ” (અભિ-અટ-વ્રજ)માંથી દર્શાવી છે. (૧૦) અમુક અર્વાચીન શબ્દને વિકાસ પણ સમજાવવામાં આવ્યો છે, જેમ કે ખાંગું (ગુજરાતી)ની ખડૂગ (ખગ્ન-ખંગ-ખાંગ)માંથી અને બિટ્ટી, બેટ્ટીની પુત્રી (પુત્રી-પિત્તી-વિત્તી-બિટ્ટી-બેટ્ટી)માંથી. બાગડોરની વગ અને દોર (વર્ગ-વગ–વાગ–બાગ અને દેર–ઠેર)માંથી. જો કે અર્થમાં ફેરફાર થયે જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6